________________
૧૦૮૦ ]
[ જૈન પ્રતિભાદર્શન
શ્રી રતિભાઈ અને શ્રી હીરાબેન ભદ્રિક અને સરળ પરિણામી હતાં. જીવનમાં તેઓ વિશેષ આરાધના કરી શકતાં ન હતાં, પરંતુ કોઈ ધર્મઆરાધના કરતાં હોય તો તેઓ ખૂબ રાજી રાજી થઈ જતાં હતાં. આ ધર્મદંપતિને બે પુત્રો અને બે પુત્રી હતાં. તેમનાં નાના પુત્ર અને નાની પુત્રીને હર્ષોલ્લાસપૂર્વક રાજીખુશીથી દીક્ષા આપી હતી.
સુપુત્ર બાબુભાઈએ (હાલ આ. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ. સા.) સાત વર્ષની ઉંમરે રાત્રિભોજન આદિનો ત્યાગ કરેલ, બીજા પણ આત્મકલ્યાણકારી નિયમો ગ્રહણ કરેલ. એ નિયમોના પાલનમાં માતા-પિતા સહાયક બનતાં અને પોતે પણ વ્રત--નિયમમાં જોડાતાં.
શ્રી રતિભાઈને સપના આવતાં તે ક્યારેક સાચાં પડતાં હતાં. શ્રી રતિભાઈએ પોતાના સ્વર્ગવાસ અંગે આવેલ સ્વપ્ન મુજબ સાચું જ કહ્યું હતું કે મારું આયુષ્ય હવે બે વર્ષનું છે. શ્રી રતિભાઈને છેલ્લે કેન્સરની વ્યાધિ થઈ હતી પણ ધર્મના બળે સમાધિ અપૂર્વ હતી.
શ્રી રતિભાઈએ પોતાની નાની સુપુત્રી કોકિલાને કહ્યું હતું કે દીકરી! સુખી થવું હોય તો ભગવાને બતાવેલી દીક્ષા જ લેવા જેવી છે; આ સંસારમાં પડતી નહીં. શ્રી કોકિલાબેન આજે ત્યાગમાર્ગે રત્નત્રયી અને તત્ત્વત્રયીની નિર્મળ આરાધના કરી અને કરાવી રહ્યાં છે. સાધ્વીશ્રી નલિનીયશાશ્રીજી નામે છે.
શ્રી રતિભાઈના સ્વર્ગવાસ બાદ હીરાબેન ખૂબ જ ઉચ્ચકોટિનું ધર્મમય જીવન જીવ્યાં. જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ, જાપ, સ્વાધ્યાય, સુપાત્ર ભક્તિમાં જીવનને વિશેષ જોડી દીધું હતું. હીરાબેનના જીવનનો એક ગુણ તો ઊડીને આંખે વળગે તેવો હતો : કોઈનું કાંઈ પણ નાનું-મોટું કામ કરી આપવું. પાછા કહે, આવો લાભ ક્યાંથી મળે? કોઈની ભૂલો ભૂલી જવી તે પણ તેમની વિશેષતા હતી. પૂ. આચાર્યદેવશ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ. સા.ની દીક્ષા થઈ ત્યારે હીરાબેને અઠ્ઠમ તપ કર્યું હતું. દીક્ષા સુંદર રીતે પળાય તે માટે અંતરના આશિષ આપ્યા હતા. હીરાબેનમાં જીવદયાનો પણ ભારે ગુણ હતો. હીરાબેને ખરેખર! હીરાબેન નામ સાર્થક કર્યું. હીરા જેવા પ્રભાવક આચાર્યની ભેટ આપી. હીરાબેન લગભગ ચોર્યાસી વર્ષનું જીવન જીવ્યાં. જીવન ખૂબ જ સુંદર ધર્મ-કમાણી કરી જીવન ધન્ય બનાવ્યું. શ્રી રૂપચંદજી શેષમલજી
રાજસ્થાનના નાના એવા ગામ ખુડાલાના વતની પણ ઘણાં વર્ષોથી મુંબઈને કાર્યક્ષેત્ર બનાવ્યું. નાનુ સરખું કામ કરતાં દેવ-ગુરુ-ધર્મની અચલ શ્રદ્ધાએ આગળ આવ્યા. સૌ પ્રથમ ત્રિપુટી મહારાજ (શ્રી ન્યાયવિજયજી મહારાજ)ના શિષ્ય પૂ. મુનિશ્રી ભદ્રસેનવિજયજી મ. સા.ના સંપર્કમાં આવવાનું થયું અને ધર્મરંગે રંગાયા. પૂ. મુનિશ્રીની એક એવી ભાવના હતી કે ત્રિપુટી મહારાજના પ્રગટ ગ્રંથો હાલ અપ્રાપ્ય છે તેમાં દિનશુદ્ધિદીપિકા નામનો ગ્રંથ જલ્દીથી રીપ્રીન્ટ થઈને બહાર આવે. તે ગ્રંથ રૂપચંદજીના સહયોગથી તૈયાર થતાં, તેનું પ્રકાશન ભવ્ય સમારોહમાં શેઠશ્રી રતિલાલ ભીખાભાઈના અતિથિવિશેષપદે, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈના વરદ્હસ્તે થયું હતું. એ વખતે પૂ. મુનિશ્રીએ એવો અભિગ્રહ કરેલો કે ગરીબ જૈન શ્રાવકો માટે મુંબઈની અંદર ૧૫૦ મકાન બનાવવાં––ઓછી કિંમતે આપવાં-આ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાણી સાથે માત્ર દશ દ્રવ્યો જ લેવાં. આ એક મહત્ત્વના કામમાં પણ રૂપચંદભાઈનો સારો એવો સહયોગ મળ્યો. ત્યાર પછી સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org