SearchBrowseAboutContactDonate
Page Preview
Page 915
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬૬ ] [ જૈન પ્રતિભાદર્શન જિનાલય તથા ધર્મશાળા માટે ઓગણીસ હજાર રૂપિયા (૫) કોલ્હાપુરમાં હરાચંદ ગુમાનજી વિદ્યામંદિર માટે બાવીસ હજાર રૂપિયા (૬) જબલપુર બોર્ડિંગ માટે ચોવીસ હજાર રૂપિયા (૭) રતલામમાં બોર્ડિંગ માટે પચીસ હજાર રૂપિયા (૮) દિગંબર જૈન ડિરેક્ટરી માટે દોઢ હજાર રૂપિયા (૯) છપ્પનિયા દુકાળ વખતે આફતગ્રસ્તો માટે પાંચ હજાર રૂપિયા. આ ઉપરાંત અનેક ક્ષેત્રે ઉદાર સખાવતો દ્વારા તેમણે છલોછલ સમાજસેવા કરી હતી. તા. ૧૪-૩-૧૯૦૬ના રોજ બ્રિટીશ સરકારે તેમને “જે. પી.’ની માનદ્ પદવી દ્વારા અને તા. ૧૦-૨-૧૯૧૦ના રોજ જૈન સમાજે તેમને “જૈન કુલભૂષણ' પદવી દ્વારા સન્માન્યા હતા. તા. ૧૭-૪-૧૯૧૪ના રોજ મુંબઈમાં તેમનું અવસાન થયું. શ્રી માણિકચંદ વિદ્યાપ્રેમી અને ધર્મપ્રેમી હતા. તેમનો દાનપ્રવાહ છાત્રાલયો અને જિનાલયો ઉપરાંત ધર્મશાળા તરફ વિશેષ રહ્યો હતો. ( જૈન ધર્મભુષણ શ્રી શીતલપ્રસાદ ) ઈ. સ. ૧૮૭૯માં, લખનૌ નગરમાં જન્મ. માતા નારાયણીદેવી પિતા લાલા મખ્ખનવાલજી. અઢાર વર્ષની વયે સરકારી નોકરીમાં જોડાયા. ઇ. સ. ૧૯૦૪માં પત્નીનું અવસાન થયું. ત્યારપછી એક જ માસમાં માતા અને નાનાભાઈના અવસાનનો આઘાત મળ્યો. ૧૯૦૫માં સરકારી નોકરી છોડીને તેમણે સમાજસેવા અને શાસ્ત્ર-અધ્યયનનો માર્ગ અપનાવ્યો. શ્રી શીતલપ્રસાદજીએ જૈનમિત્ર', જૈન ગેઝેટ’, ‘વીર', “સનાતન જૈન' જેવાં સામયિકોનું સંપાદન કર્યું હતું. આ ઉપરાંત તેમણે વિવિધ વિષયક સિત્યોત્તેર જેટલા ગ્રંથોનું લેખન-સંપાદન કર્યું હતું, જે પૈકી (૧) અધ્યાત્મ વિષયક ૨૬, (૨) જૈનદર્શન વિષયક ૧૮, (૩) નીતિ વિષયક ૭, (૪) ઇતિહાસ વિષયક ૬, (૫) તારણસ્વામીનું સાહિત્ય ૯, (૬) જીવનચરિત્રો પ, અને (૭) અન્ય ૬. આ ગ્રંથોમાં તેમની માત્ર વિદ્વતા જ નથી, પરંતુ તેમના અનુભવો, ચિંતન-મનન, ભાષાજ્ઞાન, સિદ્ધાંતનિષ્ઠા, પરિશીલનવૃત્તિ, અવિરત અધ્યયનપ્રકિયા વગેરેનું સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકાય છે. આ ઉપરાંત તેમણે બનારસમાં સ્યાદ્વાદ વિદ્યાલય, હસ્તિનાપુરમાં શ્રી ઋષભ બ્રહ્મચર્યાશ્રમ, મુંબઈમાં જૈન શ્રાવિકાશ્રમ, આરામાં જૈન બાળા-આશ્રમ, દીલ્હીમાં શ્રી જૈન વ્યાપારિક વિદ્યાલય તથા અનેક જૈન બોર્ડિંગ્સ અને પાઠશાળાઓની સ્થાપના પણ કરી હતી. તેમની બહુમુખી સમાજસેવાના સંદર્ભમાં તા. ૨૮-૧૨-૧૯૧૩ના દિવસે બનારસમાં ડૉ. હર્મન જેકોબીના સાંનિધ્યમાં “જૈન ધર્મભૂષણ'ની પદવી દ્વારા તેમને સન્માનવામાં આવ્યા હતા. તા. ૧૦-૨-૧૯૪૨ના રોજ તેમનું અવસાન થયું હતું. ( કર્મયોગી અને જ્ઞાનયોગી શ્રી મોતીલાલ કાપડિયા ) ઈ. સ. ૧૮૭૯ની સાતમી ડિસેમ્બરે ભાવનગરમાં જન્મ અને ત્યાં જ બી. એ. સુધીનો અભ્યાસ. ત્યારબાદ મુંબઈ જઈને ઇ. સ. ૧૯૧૦માં સોલિસીટરની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ, દેવીદાસ દેસાઈ નામના મિત્ર સાથે “મોતીચંદ એન્ડ દેવીદાસ' પેઢી શરૂ કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy