________________
અભિવાદન ગ્રંથ ]
[ ૮૬૫
જૈન પ્રતિભાની શાશ્વત સૌરભ
---રોહિત શાહ
ચારિત્ર્ય એ માનવજીવનની સુગંધ છે
જૈન શાસનમાં એવી અગણિત પ્રતિભાઓ જોવા મળે છે, જેને કારણે સમગ્ર સમાજ ચારિત્ર્યની સુગંધનો સાક્ષાત્કાર સદીઓ પર્યત કરતો રહેશે.
પ્રતિભા પ્રતિભા હોય છે. અતીત, વર્તમાન કે ભવિષ્યની ભેદરેખાઓ તેને સ્પર્શતી નથી. સુગંધને કદી ય સીમા હોય ખરી?
સરી જતા સમયને પણ બે ઘડી થોભીને સલામ કરવાની સ્પૃહા જાગે એવી વિરલ, કેટલીક જૈન પ્રતિભાઓને યાદ કરીને આવો, એમાંથી પ્રેરણા અને પ્રોત્સાહનનું પાથેય પામીએ...
પ્રસ્તુત લેખના લેખકશ્રી રોહિતભાઈ શાહ એક ' જાણીતા લેખક છે. તેઓ ‘ધર્મધારા' માસિકના સંપાદક અને “જૈન સમાચાર' પત્રના તંત્રી છે. તેઓની સિદ્ધહસ્ત કલમે નવલકથાઓ, નવલિકાઓ, ચરિત્રાદિ વિષયે ૪૫ - થી ૫૦ જેટલા પુસ્તકો પ્રગટ થયા છે તેમજ તેઓના અનુવાદ ગ્રંથો પણ ૪૫ જેટલા પ્રસિદ્ધ થયાં છે તેઓ લેખક તેમજ જાણીતા પ્રવચનકાર પણ છે. જૈન સમાજને તેમની સેવા વધુને વધુ પ્રાપ્ત થાય તેવી અભિલાષા સેવું છું. તે
---સંપાદક
દાનવીર શ્રી માણિકચંદ (જે. પી.) )
વિ. સં. ૧૯૦૮માં આસો વદ ૧૩ (ધનતરેશ)ના દિવસે જન્મ. માતા વીજળીબાઈ. પિતા હીરાચંદજી. આઠ વર્ષની વયે માતાનું વત્સલછત્ર ગુમાવ્યું. પાંચ ધોરણ સુધીનું શિક્ષણ લઈને, બાર વર્ષની ઉંમરે સુરત છોડીને મુંબઈમાં જઈ વસ્યા. સંઘર્ષો સામે સૂઝ વાપરી, સમસ્યાઓ સામે સમતા ધરી. વ્યવસાય વિસ્તરતો ગયો. વૈભવમાં વૃદ્ધિ થતી ગઈ. વિ. સં. ૧૯૩૫માં પિતાના અવસાન પછી તેમની સ્મૃતિ અખંડ રાખવા માટે તેમણે દાન-ધર્મની દિશા ગ્રહણ કરી.
(૧) “જ્યુબિલી બાગ” નામનું ભવ્ય ભવન તેમણે સમાજને દાનમાં આપેલું, જેની કિંમત તે સમયે લગભગ અઢી લાખ રૂપિયા હતી! (૨) શેઠ હીરાચંદ ગુમાનચંદ ધર્મશાળા (હીરાબાગ) માટે સવા લાખ ( રૂપિયાનું દાન આપ્યું. (૩) સુરતમાં ચંદાવાડી ધર્મશાળા માટે ઓગણીસ હજાર રૂપિયા (૪) પાલિતાણામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org