________________
૮૬૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
| ધાર્મિક અભ્યાસ કરવાનું બંધ કરી દીધું હતું.
સાધ્વીજી મહારાજે કહ્યું, હવે તમે બે ટાઈમ પ્રતિક્રમણ ન કરો ત્યાં સુધી હું અભિગ્રહ ધારણ કરું છું. આ ભાઈએ કહ્યું, મારી જિંદગી પૂરી થશે ત્યાં સુધી હું બે ટાઈમ પ્રતિક્રમણ નહીં કરી શકું. તમો આવો અભિગ્રહ ન કરો. મેં પણ ઘણાં વ્યાખ્યાન સાંભળ્યાં છે. ભગવાને ઉપદેશ આપવાનું કહ્યું છે, કોઈને જબરજસ્તી ધર્મ કરાવાનું કહ્યું નથી. આવું કરવાથી તો ઉપાશ્રયે આવતા લોકો બંધ થઈ જાય છે. - સાધ્વીજી મહારાજે કહ્યું, તમારા કરતાં વધુ વ્યાખ્યાન મેં સાંભળ્યા છે. ઘણા અભ્યાસ કર્યો છે. શું કરવું અને શું ન કરવું તે વધારે સમજું છું. તમારે શું કરવું તે તમે વિચારજો. મારો અભિપ્રહ પથ્થરની શીલા ઉપર કોતરાય તેમ અંતરમાં કોતરાઈ ગયો છે. તમો જઈ શકો છો.
આ ભાઈ ઘેર ગયા. વિચારે ચડ્યા, રડી પડ્યા. આજે હું ઉપાશ્રયે ક્યાં ગયો? પ્રતિક્રમણ મને - આવડતું નથી. સૂત્રો મોઢે થાય તેવા કોઈ સંયોગો નથી. મારા નિમિત્તે સાધ્વીજી ભગવંતને અભિગ્રહ કરવો પડ્યો. કોણ જાણે કયા ભવમાં પૂર્ણ થશે?
વિચારો ચાલતા હતા ત્યાં અંતરમાંથી વિચારો આવ્યા. ખાનદાન છું. કુળવાન છે. ઉત્તમ માતાપિતાનો સંતાન છું. સાધ્વીજી ભગવંતે મારા આત્માના હિત માટે મને ધર્મમાર્ગે ચઢાવવા માટે ને જિનેશ્વર ભગવંતે અવશ્ય બે ટાઈમ કરવા માટે પ્રતિક્રમણ કર્યું છે. મારે જરૂર કરવું જોઈએ. બસ, પછી તો વિધિ સહિત ચોપડી લાવી બે ટાઈમ જોઈ-જોઈને પ્રતિક્રમણ ચાલુ કર્યું. બે મહિના એક પણ દિવસ ખાડા વગર પ્રતિક્રમણ કર્યું.
સાધ્વીજી ભગવંતને જઈને કહ્યું બે મહિના પ્રતિક્રમણ એક પણ ખાડા વગર કર્યું છે. સાધ્વીજી ભગવંતે કહ્યું, બોલો થયું કે નહિ? પેલા ભાઈએ કહ્યું, મને ૨૪ કલાક પ્રતિક્રમણના જ વિચારો આવતા, સાથે સાથે એ પણ વિચાર આવતો કે જો હું સાધ્વીજી ભગવંતનો અભિગ્રહ પૂર્ણ ન કરું અને તેમને કાંઈ થઈ જાય તો મને પાપ લાગે. કૃપા કરી હવે આપ અભિગ્રહ છોડી દો. સાધ્વીજી ભગવંતે કહ્યું, હવે રોજ પ્રતિક્રમણ ચાલુ રાખશો? પેલા ભાઈએ જવાબ આપ્યો, હું કરવા માટેના બધા જ પ્રયત્ન કરીશ; પરંતુ ખાત્રી આપતો નથી. સંસારની અનેક મજબૂરીમાં ખોટો અટવાયો છું. - સાધ્વીજી ભગવંતે કહ્યું, મારો અભિગ્રહ તમે પૂર્ણ કર્યો છે. તમે રોજ પ્રતિક્રમણ કરવા ઉપયોગ રાખજો.
આ ભાઈએ શક્ય ત્યાં સુધી પ્રતિક્રમણ કર્યું. એક દિવસ સાત લાખ સૂત્ર અને પ્રાણાતિપાત સૂત્ર બોલતા હતા ત્યાં આંખમાંથી અનરાધાર આંસુ વહેવા લાગ્યાં. આત્મા વિચારે ચઢ્યો, રોજ સવાર-સાંજ ભગવંતે આ સૂત્ર બોલવાનું કેમ કહ્યું? અંદરથી જવાબ આવ્યો, આ સંસાર એ પાપનો અખાડો છે. તેમાં ઇચ્છાએ કે અનિચ્છાએ પાપો કરવો પડે છે. કરેલા પાપના વિપાકો જીવે પોતે ભોગવવા પડે છે. આ બધાથી બચવા માટે સંયમ-દીક્ષા વિના ઉદ્ધાર નથી. દઢ સંકલ્પ કર્યો, જેમ બને તેમ જલ્દી દીક્ષા લેવી.
આજે એ ભાઈ દીક્ષા લઈ સુંદર સંયમજીવનનું પાલન કરી રહ્યા છે. સાધ્વીજી ભગવંતે અભિગ્રહ ન કર્યો હોત તો સંયમ મળત?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org