________________
અભિવાદન ગ્રંથ ]
[ ૮૬૩
સમજાવી. મારા જીવતાં અને મારા ગયા પછી પણ કયારેય દુકાનમાં કંદમૂળ બનાવવું નહિ. અગણિત જીવોને ઘણા સમય સુધી અભયદાન મળી ગયું. - સાધ્વીજી મહારાજે કહ્યું, તમને સુંદર આ લાભ મળી ગયો. પેલા ભાગ્યશાળી કહે, આપે મને પાપથી બચાવ્યો પરંતુ આમાં આપની સેવાનો ક્યાં લાભ મળ્યો?
સાધ્વીજી મહારાજે કહ્યું, આ મહાન કામ થઈ ગયું. પેલા ભાગ્યશાળી કહે, આમાં મને કોઈ મનને સંતોષ થતો નથી.
સાધ્વીજી મહારાજે કહ્યું, જુઓ, દાદાની પ્રતિષ્ઠા થવાની છે. તમારી ભાવના હોય તો દાદાની ધજા લેવાનું ચૂકશો નહિ. વર્ષોવર્ષ આ પરિવાર ધજા ચઢાવી પુણ્યના ભંડાર ભરશે.
આ ભાગ્યશાળીએ કહ્યું, આ આપે સુંદર વાત કરી. મારી શક્તિ પહોંચશે તો ધજા હું જ ચઢાવીશ. પ૧ હજારની બોલી બોલીને ધજાનો લાભ લીધો.
સાધ્વીજી ભગવંતનો સંપર્ક આ પરિવારને કેવો ફળ્યો! આવા તો કંઈક સુંદર બનાવો બનતા હશે. હળુકર્મી આત્માઓને માટે નાની તક મહાન લાભ કરનારી બની જાય છે.
* આજથી હું અભિગ્રહ ધારણ કરું છું : એક શ્રાવકભાઈ ધર્મ સમજાયા પછી વિચારવા લાગ્યા, કે આ ભવમાં એવું શું કરી લઈએ કે આપણી મુક્તિ થાય તેવું બીજ આત્મામાં પડી જાય. બહુ વાંચન-શ્રવણ કરતાં કરતાં નક્કી કર્યું કે જિનેશ્વરદેવોએ ૧૨ પ્રકારનો તપ બતાવ્યો છે. તેમાંય વૈયાવચ્ચને પણ તપમાં અપ્રતિપાતિ ગુણ કહ્યો છે. એટલે હવે શરીરમાં શક્તિ હોય ત્યાં સુધી બની શકે તેટલી વૈયાવચ્ચ કરી જીવન સફળ કરવું. જ્યારે જ્યારે સમય મળે ત્યારે પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતને ઉપયોગી અણાહારી દવાઓ, આયુર્વેદિક દવાઓ, બીજી પણ ઉપયોગી અનેક વસ્તુઓ લઈ પહોંચી જાય. ખૂબ ભાવથી વસ્તુઓ વહોરાવતાં ખૂબ આનંદ લૂંટતા.
એક વખત એક સાધ્વીજી ભગવંત પાસે ગયા. સાધ્વીજી ભગવંતે બધી વસ્તુ અડધો કલાક જોઈ પછી કહ્યું અમારે કાંઈ ખપ નથી. આ ભાઈ જરા ગુસ્સામાં આવી ગયા અને બોલ્યા : અમારી દુકાને કોઈ આવીને આવું કરે તો અમે શું કહીએ તે અહીં બોલાય તેવું નથી. પછી કહ્યું, સાધ્વીજી મહારાજ! કાંઈક તો લાભ આપો. ત્યારે સાધ્વીજી ભગવંતે કહ્યું, એક સોયનો ખપ છે. આ ભાઈએ કહ્યું, સોયનું પાકીટ રાખો. સાધ્વીજી મહારાજે કહ્યું, અમારી સોય ખોવાઈ જાય તો અમારે પ્રાયશ્ચિત્ત કરવું પડે. આ ભાઈ તો વિચારમાં પડી ગયા. સંસારમાં કેટલી વસ્તુ ખોઈ નાખીએ છીએ, ફેંકી દઈએ છીએ. કાંઈ વિચાર પણ કરતાં નથી. આ ત્યાગી આત્માઓ કેવું ઉપયોગવંત જીવન જીવે છે! ધન્ય છે. ભાઈએ કહ્યું, એવું હોય તો આપ એક જ સોય લો.
શી ખબર સાધ્વીજી ભગવંતને શું વિચાર આવ્યો ને ભાઈને પ્રશ્ન કર્યો, તમે કેટલો અભ્યાસ કર્યો? આ ભાઈએ કહ્યું, ગ્રેજ્યુએટ, સાધ્વીજી મહારાજે કહ્યું, હું તમને સ્કૂલના અભ્યાસનું નથી પૂછતી પરંતુ ધાર્મિક અભ્યાસનું પૂછું છું. પેલા ભાઈએ કહ્યું, કાંઈ પૂછવા જેવું નથી. સાધ્વીજી મહારાજે કહ્યું, તોય ક્યાં સુધી અભ્યાસ કર્યો? પેલા ભાઈએ કહ્યું, નાનો હતો ત્યારે પાઠશાળાએ જતો હતો. લોન્ગસ્ટ સુધી અભ્યાસ કરેલ પરંતુ યાદ કરવામાં બહુ શ્રમ કર્યા પછી પણ યાદ ન રહેતું. બધું ભુલાઈ જતું એટલે પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org