SearchBrowseAboutContactDonate
Page Preview
Page 916
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૮૬૭ કારોબારની સાથે સાથે લોકકલ્યાણની કેડીએ મક્કમ કૂચ કરતા રહ્યા. ઇ. સ. ૧૯૧૬માં મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય'ની તેમણે અનેકની સાથે રહી સ્થાપના કરી. ‘શ્રી જૈન શ્વે. મૂર્તિપૂજક કોન્ફરસને ટકાવી રાખવા તેમણે અથાગ જહેમત ઉઠાવી હતી. તેઓ કર્મયોગી અને જ્ઞાનયોગી હતા. આચાર્ય મુનિસુન્દરસૂરિલિખિત “અધ્યાત્મકલ્પદ્રુમ' વિશે ઇ. સ. ૧૯૦૯માં તેમણે વિવેચન પ્રગટ કર્યું. ત્યાર પછી “આનંદઘન પદ્યરત્નાવલિ', “શાંતસુધારસ” ગ્રંથનું વિવેચન વગેરે ગ્રંથો પ્રગટ થયા. ડૉ. બુલર દ્વારા લિખિત શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના જીવનચરિત્રનો તેમણે અનુવાદ કર્યો. “પ્રશમરતિ' ગ્રંથ ઉપરનું તેમનું વિવેચન પણ સવિસ્તર છે. અઢળક પ્રકાશિત સાહિત્ય ઉપરાંત તેમણે લખેલું કેટલુંક સાહિત્ય હજીય અપ્રગટ પણ છે. તેઓ આશાવાદી અને સૌજન્યશીલ હતા. નમ્રતા અને સહૃદયતા તેમના વ્યક્તિત્વની આગવી ઓળખ સમાન હતાં. અવિરત ઉદ્યમ, સમાજ પ્રત્યે ઉત્કટ નિષ્ઠા અને છતાં કોઈકનું સાચુકલું અનુકરણ કરવામાં તત્પર રહેતા. ૬૯મા વર્ષે તેમનું અવસાન થયું હતું. ( મૂલ્યનિષ્ઠ સાહિત્યકાર શ્રી જયભિખ્ખ ઇ. સ. ૧૯૦૮ની ૨૬મી જૂનના દિવસે સૌરાષ્ટ્રના વિંછીયા ગામે જન્મ. માતા પાર્વતીબાઈ. પિતા વીરચંદભાઈ. ચાર વર્ષની વયે માતાનું અવસાન થયું. પ્રાથમિક અભ્યાસ વિજાપુર પાસેના વરસોડા ગામે, માધ્યમિક અભ્યાસ અમદાવાદમાં કર્યો. તા. ૧૩-૫-૧૯૩૦ના રોજ વિજયાબહેન સાથે લગ્ન થયાં. શ્રી જયભિખ્ખનું મૂળ નામ બાલાભાઈ, પરિવારમાં સૌ તેમને ભીખાભાઈ કહીને બોલાવે. સાહિત્યક્ષેત્રે તેમણે પત્નીના નામ વિજયામાંથી “જય” અને ભીખાભાઈમાંથી “ ભિખુ” લઈને જયભિખ્ખું ઉપનામથી અઢળક ગૌરવવંતી કૃતિઓ આપી. તેમણે જીવન દરમિયાન ત્રણ પ્રતિજ્ઞાઓ પાળી હતી : (૧) કોઈ જગાએ નોકરી કરવી નહિ. (૨) પિતાની વારસાગત સંપત્તિ લેવી નહિ. (૩) માત્ર કલમના ખોળે જીવવું. પ્રારંભે પત્રકાર તરીકે જૈનજ્યોતિ', વિદ્યાર્થી સામયિકોમાં તેમણે લેખો લખ્યા. ત્યારબાદ ગુજરાત સમાચાર' અખબારમાં ‘ઈટ અને ઇમારત', “ગુજરાત ટાઇમ્સ' સાપ્તાહિકમાં “પાંદડું અને પિરામિડ' જેવી લેખમાળાઓ ઉપરાંત “અખંડ આનંદ”, “જનકલ્યાણ” જેવાં સામાયિકો ઉપરાંત ‘ઝગમગ” બાળ સાપ્તાહિકમાં ઉત્કૃષ્ટ, મૂલ્યપ્રેરક લેખો–વાર્તાઓ લખ્યાં. શ્રી જયભિખુને તેમની રસપ્રદ, ભાવવાહી શૈલી તથા શિષ્ટ સાહિત્ય બદલ ભારત અને ગુજરાત સરકાર તરફથી અનેક પારિતોષિક મળ્યાં હતાં. કથા--સાહિત્ય દ્વારા તેમણે જૈન ધર્મની પ્રભાવનાનું જે કાર્ય કર્યું છે, તે બેમિસાલ છે. આશરે ત્રણ સો જેટલાં પુસ્તકો તેમણે લખ્યાં છે. તેમનું અવસાન તા. ૨૪-૧૨-૧૯૬૯ના રોજ થયું હતું. ( શ્રી ઉત્તમભાઈ એન. મહેતા ) ઈ. સ. ૧૯૨૪ની ૧૪મી જાન્યુઆરીના રોજ જુન. સામાન્ય ક્લાર્કથી શરૂ થયેલી તેમની કારકિર્દી ભારતના સફળ ઉદ્યોગપતિ તથા જૈન અગ્રણી છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy