________________
૮૬૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
તરીકેના શિખર સુધી પહોંચી હતી. સાહસ, સંઘર્ષ અને સૂઝમાંથી તેમણે પોતાનો પંથ કંડાર્યો. ઓછી કિંમતે મૂલ્યવાન દવાઓ બજારમાં મૂકીને, “ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ'નું નામ એમણે ઇતિહાસમાં અમર કરી દીધું. ઊર્જા ક્ષેત્રે બીમાર પડેલી સ્કેબલ કંપની હસ્તગત કરીને ‘ટોરેન્ટ કેબલ' તરીકે તેને પ્રતિષ્ઠા અપાવી. ત્યારબાદ ગુજરાત લીઝ ફાયનાન્સ કંપની હસ્તગત કરીને, તેને ભારતની પ્રથમ પાંચ ફાઇનાન્સ કંપનીમાં સ્થાન અપાવ્યું. “હેલ્થ કેર ઇન્ડસ્ટ્રી સાથે ટોરેન્ટનું જોડાણ, ગુજરાત બાયોટેક'ની સ્થાપના જેવી અનેક સિદ્ધિઓ તેમણે મેળવી. ઇ. સ. ૧૯૯૬-૯૭ના વર્ષમાં ‘બિઝનેસમેન એવોર્ડ ગુજરાત વેપારી મહામંડળ તેમને અર્પણ કર્યો.
ભારત જૈન મહામંડળ જેવી અનેક જૈન સંસ્થાઓને ઉમદા નેતૃત્વ અને ઉદાર સખાવતો દ્વારા પોષીઉછેરી. પર્યુષણ વ્યાખ્યાનમાળાનું કામ હોય કે મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ ઉજવવાનો હોય–દરેક પ્રસંગે શ્રી ઉત્તમભાઈ મહેતાનું પ્રોત્સાહન મળતું. તેઓ ઉત્તમ વસ્તુ, ઉત્તમ વિચાર, ઉત્તમ આયોજનના પુરસ્કર્તા હતા. તા. ૩૧-૩-૧૯૯૮ના રોજ તેમનું અવસાન થયું હતું.
( સહૃદયી શ્રાવક સાહૂ શ્રી શાંતિપ્રસાદજી ) ઈ. સ. ૧૯૧૧માં ૨૨મી મે ના રોજ, નજીબાબાદમાં જન્મ. માતા મૂર્તિદેવી. પિતા દીવાનસિંહજી. પ્રારંભે નજીબાબાદમાં શિક્ષણ, પછી મેરઠમાં અને બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં કોલેજનું શિક્ષણ લીધું. ૧૯૪૦ થી ધીમે ધીમે જાહેરજીવનમાં પગલાં પાડ્યાં. જૈન એકતા, બે પેઢી વચ્ચેનું અંતર, દહેજનિવારણ વગેરે ક્ષેત્રે તેમણે પારાવાર પુરુષાર્થ કર્યો. ૧૯૭૪માં તેમણે દિગંબર જૈન મહાસમિતિની સ્થાપના કરી. તે પૂર્વે (૧) ૧૯૨૧માં મૂર્તિદેવી કન્યાવિદ્યાલયની નજીબાબાદમાં સ્થાપના (૨) તા. ૧૮-૨-૧૯૪૪ના રોજ તેમણે ભારતીય જ્ઞાનપીઠ તથા મૂર્તિદેવી ગ્રંથમાળા' જેવી સંસ્થાઓની સ્થાપના કરી. (૩) “નવભારત ટાઈમ્સ'નું પ્રકાશન વગેરે ઉપરાંત શિષ્યવૃત્તિઓ, જ્ઞાનપીઠ એવોર્ડ વગેરેનો વ્યાપક લાભ જગતને આપ્યો.
તેમણે નીચે મુજબની કેટલીક ધાર્મિક-સાંસ્કૃતિક સંસ્થાઓની સ્થાપના કરી અથવા તો એ સંસ્થાની પ્રવૃત્તિઓમાં ગતિ બક્ષી.
(૧) પ્રાકૃત શોધસંસ્થાન-વૈશાલી, બિહાર (૨) સ્યાદ્વાદ મહાવિદ્યાલય, બનારસ (૩) અહિંસા પ્રચારક સમિતિ, કલકત્તા (૪) વર્ણી સંસ્કૃત વિદ્યાલય, સાગર (૫) સાહૂ જૈન કોલેજ, નજીબાબાદ (૬) ભારતીય કલાવિદ્યા જૈન શોધ સંસ્થાન, મૂડબિદ્રી-કર્ણાકટ (૭) ભારતવર્ષીય દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમિટિ, મુંબઈ (૮) સાહુ પુરાતત્ત્વ મ્યુઝિયમ, દેવગઢ (૯) એસ. પી. જૈન કોલેજ, સાસારામનગર-બિહાર.
તા. ૨૭-૧૦-૧૯૭૭ના રોજ તેમનું અવસાન થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org