SearchBrowseAboutContactDonate
Page Preview
Page 918
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૬૯ વર્તમાનકાલીન આદર્શ શ્રાદ્ધવર્યોનાં નેત્રદીપક કાર્યોની વલંત યશોગાથા -પૂ. મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી મહારાજ પરમ પાવન વીરશાસનની યશોવુલ પરંપરામાં અગણિત શ્રાદ્ધરત્નોએ તેને કાળને ઉચિત શ્રેષ્ઠતમ પ્રભાવક કાર્યો કરીને શાસનની તેજ પ્રથાને દશે દિશામાં પ્રસરાવી છે. કુમારપાળ, વસ્તુપાળ, નેપાળ, ઉદયન, શ્રેણિક, સુદર્શન, પેથડ, બાહs, અંબડ, વિજાલ, શ્રીપાળ, મયણા, સંપ્રતિ.....કેટકેટલાં અહતુરત્નો અને સતીઓના નામો અને કામોને યાદ કરીએ! આ ઊચ્ચ આદર્શો આપણી સામે છે છતાં ચાલબાજ મન તર્ક-વિર્તકોની જાળમાં જાણીબુઝીને ફસાય છે. મનમાં ચાય કે, “તે કાન જુદો, એ શરીરની શક્તિ જુદી, એ વખતની ધાર્મિક-ભૌતિક સ્થિતિ-પરિસ્થિતિ જુદી, એ વખતની સમૃદ્ધિ અને સંસ્કારો જુદાં. એ સુકાળ હતો. મનોબળ લોખંડી હતાં. તનબળ પોલાદી હતાં.” - “આજે ૨૧મી સદીમાં આ શકય કેમ બને? મન માયકાંગલાં, તન ખખડી ગયેલાં, જીવન ખરડાઈ ગયેલાં, વાતાવરણ વિકૃતિથી ભરાયેલ-આવા સંયોગોમાં સાધના શું થઈ શકે? મનના આ તરંગી વિકલ્પોનો જડબાતોડ જવાબ છે : કાળ ભલે વિકરાળ હોય, આજના કાળમાં પણ ૨૧મી સદીના કોમ્યુટરાઈઝ વર્લ્ડમાં પણ સર્વતો, મુખી-સર્વક્ષેત્રિય, શ્રેષ્ઠ સાધના કરનારાઓનો તોટો નથી. લો અ..ધ..ધ..ધ થઈ જાય એવી સાધના કરનારા પણ આજે છે. કાળને દોષ દેવો વ્યર્થ છે. શરીર સંઘયણની વાતો નિષ્ફળ બહાના છે. સાધના કરવી હોય તેના માટે કોઈ જ બાઘક તત્ત્વ નથી. વર્તમાનકાળનાં શ્રેષ્ઠ શ્રાદ્ધરત્નો, સતીઓની નેત્રદિપક સાધના જાણી છાતી ગજગજ ફૂલી જાય છે. આરાધનાનું નવું જોમ અને જુસ્સો પ્રગટે છે. આજે આપણે જે સૌંદર્ય અને સંસ્કૃતિ માણી રહ્યાં છીએ તેની ઈમારતના પાયામાં ધરબાયેલા સાધકભાવનાનાં હૃદયસ્પર્શી દષ્ટાંતો આપણને શુભભાવમાં ખેંચી જાય છે. પ્રાચીન સમયકાળના અનોખા માનવનો એ સમયકાળ અનોખો ૯ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy