________________
૮૭૦]
[ જૈન પ્રતિભાદર્શન
છે અને જુદો જ હતો આજે જયારે જમાનાની દુષિત હવાએ માનવજાતને બધી રીતે
ભરડામાં લીધી છે. અને માનવીનું સાંસારિક જીવન વધુ ને વધુ કલુષિત બનતું રહ્યું છે એવા કઠણ-કપરા કાળમાં પણ કેટલાક ભક્તિવંત દીવડાઓ જે રીતે ટમટમે છે. તેનો પ્રકાશ પુંજ આપણને ઘણી બધી પ્રેરણા અને બોધ આપી જાય છે.
- પૂ. મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી મ.ની આ લેખમાળામાં રજૂ થયેલા પ્રસંગો ખરેખર હૈયાંના ભાવોને કોઈ નવી જ દુનિયામાં લઈ જાય છે. પૂજ્યશ્રીની કલમમાં જૈનત્વની ખુમારી અને વિશદ્ દષ્ટિમાં વ્યાપક દર્શન થાય છે. જ્ઞાનસંપદાનું અતલ ઊંડાણ જોવા મળે છે. પૂજ્યશ્રીનું અધ્યયન વ્યાપક અને ચિંતનાત્મક છે. તપ-જપમાં અને વિવિધ આરાધનાઓમાં પણ ખૂબ જ આગળ વધ્યા છે. જૈન સંસ્કૃતિ, જ્ઞાનપ્રસાર માટે શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવાનાં કાર્યોમાં તેમના ગુરુ પ. પૂ. આ.શ્રી વિજયહેમચન્દ્રસૂરિજી મ. સા. સાથે હમેશાં રહ્યાં છે. જો
તેઓ સંયમયાત્રામાં નિરંતર આગે ધપતા રહે એવી શુભેચ્છા સાથે પૂજ્યશ્રીને ભૂરિ ભૂરિ વંદનાઓ!
- સંપાદક શ્રી જિનશાસનના ઉદ્યાનને સદાબહાર નવપલ્લવિત અને મઘા-મઘાયમાન રાખવામાં જૈનાચાર્યો, સાધુ-સાધ્વીજીની જેમ શ્રાવક અને શ્રાવિકાઓનું યોગદાન પણ કાંઈ નાનુસુનું નથી.
સાધુ અને શ્રાવકનો શુભ-સમાગમથી જ શાસનની રક્ષા-પ્રભાવકતામાં વિકાસ સાધી શકાય છે.
મુખ્યત્વે સાધુ પાસે મનબળ છે. મનથી શુદ્ધિ ને પવિત્રતાની સાધના દ્વારા સ્વ અને શાસનની ઉન્નતિ અને આબાદી વધારવામાં સાધુ પ્રેરક નિમિત્ત બને છે. તો શ્રાવક વર્ગ વિશેષતયા તનબળ અને ધનબળ દ્વારા શાસનોન્નતિના ટેકારૂપ બને છે.
જાણ બહાર તો આવાં નેત્રદિપક શ્રાવક-શ્રાવિકાઓની સંખ્યા અને તેમનાં કાર્યો અગણિત ને કલ્પનાલીત હશે. જાણમાં હોય તેવા જુજ શ્રાદ્ધવર્યોના આદર્શ કાર્યોને સ્મૃતિપથ ઉપર લાવી કૃત્યજ્ય બનીએ તોય ઘણું.
( પહેલા ચુકવણી પછી ઉજવણી ) મુંબઈ-પાર્લા મુકામે થયેલાં ઉપધાનમાં એક સુશ્રાવક કલ્પેશભાઈ જરીવાલા પ્રથમ માળા પહેરવાની ઉછામણી ૨૨ લાખ રૂપિયા બોલ્યા. માળાપરિધાન કરતાં પહેલાં જ ૨૨ લાખનો ચેક આપી પછી માળા પહેરી.
દુનિયાના તમામ ક્ષેત્રમાં “પહેલાં પૈસા પછી કામ' આ નિયમ લાગુ પડતો હોય તો ધર્મક્ષેત્રમાં પહેલાં કામ પછી પૈસા તે નિયમ કેમ ચાલે?'' લાભ લેતાં પહેલાં જેટલી રકમ ચુકવવાની તાકાત હોય એટલી જ બોલી બોલવી. અન્યથા કયારેક લાભ કરતાં નુકશાની મોટી થવાની સંભાવના છે. ધંધામાં મંદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org