SearchBrowseAboutContactDonate
Page Preview
Page 920
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૮૭૧ આવે, ભાવોમાં મંદી આવે. પરિસ્થિતિ પલટાઈ જાય, આર્થિક તંગી ઉભી થાય, આવા સંયોગોમાં બોલેલી બોલી ન ચૂકવી શકીએ તો? ભગવાનના દેવાદાર થઈએ, ઘોર પાપબંધ થાય, ભવિષ્યમાં કાળી મજુરી કરીને, કાતીલ કષ્ટ વેઠીને દેવાં પુરાં કરવાં પડે. એટલે “પહેલાં ચૂકવણી પછી ઉજવણી'' આ સિદ્ધાંતનું અમલીકરણ ઝડપથી ઊથલ-પાથલ થતાં આજના કાળે અત્યંત જરૂરી છે. ( વૃદ્ધ શરીર–યુવા આસ્થા ) ગિરિરાજ ચઢતાં એક ડોસીમાની વાત જાણવા મળી. ઉંમર વર્ષ ૮૦, એકાસણાથી વર્ષીતપ ચાલે. વર્ષીતપમાં ૯૯ યાત્રા ચાલે. ૯૯ યાત્રામાં ચોવિહારો અટ્ટમ કરી ૧૨ યાત્રા કરી. પારણે ૧૩મી યાત્રા કરી. ૨ વાગે એકાસણું કર્યું. આ પ્રસંગ પુરવાર કરે છે કે ઘડપણમાં પણ શરીર શક્તિથી નહિ પણ શ્રદ્ધાથી ચાલે છે. ગિરિરાજની પાવનતા અસીમ છે. આદિશ્વર દાદાનો પ્રભાવ અજબગજબનો છે. ૯૯ યાત્રાનો આ સ્વાદ જીવનમાં એકવાર તો માણવા જેવો છે. અહીં શરીરશક્તિ કામ નથી લાગતી. અહીંના પવિત્ર પરમાણુપુંજમાં જ ગજબનું આકર્ષણ છે. તમારે એક પગથિયું જ ચઢવાનું છે બાકીની બાજી દાદા સંભાળશે. સં. ૨૦૫૧માં આંબાવાડીમાં ચાતુર્માસ હતું. ૮૫ વર્ષના એક માજીને સળંગ ૨૨ વર્ષથી વર્ષીતપ ચાલતો હતો. દર પર્યુષણમાં ચાલુ વર્ષીતપમાં અઠ્ઠાઈ કરતાં હતાં. ( મેરુ-અભિષેક મહોત્સવ ) મુકેશભાઈએ ખંભાતમાં પ્રભાવક ત્રિદિવસીય મેરુ મહોત્સવ કરાવેલ. પ્રથમ દિવસે મેરુ મહોત્સવ, બીજે દિવસે ૭૨ જિનાલયમાં એક સાથે ૧૮ અભિષેક, ત્રીજે દિવસે શાનદાર રથયાત્રા. ધારણાતીત માનવમેદની ઐતિહાસિક મેરુમહોત્સવ માણવા ઊમટી પડેલ. છેલ્લા દિવસે આખા ખંભાતનો જમણવાર રાખેલ. ૧૮ આલમ અને બધી જ કોમ હર્ષિતહેયે જમી. મજીદો ઉપરથી મુસલમાનોએ પુષ્પવૃષ્ટી કરી. મુસલમાનોએ મજીદોમાં બહુમાન સમારંભો યોજ્યા. નક્કર ફળશ્રુતિ એ હતી કે, અન્ય ધર્મીઓ દ્વેષબુદ્ધિના સ્થાને આપણા તરફ આદર ધરાવતા, શાસનના અનુરાગી થયા. કાળે કરવટ બદલી નાંખી છે. ગામડા શ્રાવકોથી ખાલી થતાં જાય છે. તેથી ત્યાંનાં ગગનચુંબી જિનાલયો ને રાજમહેલ સમા ઉપાશ્રયો ખંડેર બનતાં જાય છે. હજારો શ્રદ્ધાળુઓથી ધમધમતા મંદિરમાં દર્દ ભર્યો સૂનકાર છવાઈ ગયો છે. ત્યારે જૈનેતર ગ્રામ્યજનોને કુનેહબુદ્ધિથી જે રીતે થાય તે રીતે શાસનના અનુરાગી બનાવવાનો સમય પાકી ગયો છે. તો જ વિરાટ ધાર્મિક સંકુલોની રક્ષા શક્ય બનશે. અજૈનના અંતરમાં સત્યધર્મના વાવેતર માટે આવી રથયાત્રાઓ, મહાપૂજા, સ્નાત્ર મહોત્સવો વિ. પ્રભાવક અનુષ્ઠાન કરાવવાનું શાસ્ત્રીય ફરમાન છે. સંપન્ન અને સમૃદ્ધ શ્રાવકોએ સંપત્તિનો સદ્ભય કરી આ રીતે પણ શાસનપ્રભાવના કરવી રહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy