SearchBrowseAboutContactDonate
Page Preview
Page 921
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૨ ] [ જૈન પ્રતિભાદર્શન ( સેવા સાધનાનો સુભગ સમાગમ ભાવનગરના શ્રાવક, અંતુભાઈ ઘેટીવાળા જાણે મૂર્તિમંત સેવામૂર્તિ જોઈ લ્યો. સાધુ-સાધ્વીજી ભગવંતની અજોડ સેવાભક્તિ કરી રહ્યા છે. છેલ્લાં ૫૪ વર્ષથી પર્યુષણ પર્વમાં મૌનપૂર્વક ચોસપ્રહરી પૌષધ સહિત અઠ્ઠાઈ તપ કરી રહ્યા છે. (એકપણ વર્ષ ખાડો નથી પડ્યો.) તેમનું કહેવું છે કે– “સાધુ-સાધ્વીજી મહારાજ વિશ્વની અજાયબી છે. તેમની ભક્તિ કરવા માટે કરોડો ભવની પુણ્યની મુડી જોઈએ. તેમની સેવામાં જ જીવનની સાર્થકતા છે.” ખરેખર! આ સેવાના પુન્યથી જ તેઓ ૭૦ વર્ષે ય ૩૫ વર્ષના યુવાનને શરમાવે એટલી દોડાદોડ કરે છે. આ ઉંમરે દર વર્ષે લગભગ ૨૦૦ જેટલા સાધુઓના લોચ કરે છે. કોક પાર્ટી ફેઈલ જતાં તેમના થોડાં રૂપિયા ખોટા થયા. ત્યારે પ્રતિભાવ આપતા હસતા-હસતા એટલું જ કહ્યું, ““આપણું હોય તે જાય નહિ, જાય તે આપણું નહિ.” નવપદની ઓળી દર વર્ષે અચૂક કરવાની, તેમાં પણ આયંબિલ સાત મિનિટમાં પુરું કરવાનું, બે દ્રવ્ય જ લેવાનાં, તે પણ રોટલી અને કરિયાતુ. જીભડીને કહી દે, “ખાવું હોય તો ખા, નહિ તો ઊભો થઈ જઈશ.” જીભડીને વશ કરવા આવા કીમિયાઓ અજમાવ્યા સિવાય છુટકારો નથી. ( સેવાની સુવાસ-ભક્તિની ભીનાશ અમદાવાદ-પાલિતાણા વિહારમાર્ગમાં ફેદરા' ગામ આવે છે. તેમાં જૈનનું એક જ ઘર. તેમાંય એકલાં ડોશીમા રહે. સાધુ-સાધ્વીજી ભગવંતોનો દરરોજનો વિહાર ચાલુ. કોઈક દિવસ ૧૫ ઠાણા, તો કોઈક દિવસ ૫૦ ઠાણા. ગોચરી-પાણીનો સર્વ લાભ ડોશીમા એકલા હાથે લે. સાથે રહેલા માણસને હેતથી જમાડે. રસોઈ, પાણી ઉકાળવાનું બધું જાતે જ કરવાનું. આઠ માસમાં લગભગ ૧૫૦૦થી ૨000 સાધુ-સાધ્વીજી ભગવંતોને હોરાવવાનો સંપૂર્ણ લાભ મળે ૪૦-૪૫ વર્ષ તો એકસરખો લાભ લીધો. ૪ મહિના ચોમાસાના દીકરાને ત્યાં મુંબઈ-ઘાટકોપર આવી જાય. આઠ મહિના ભક્તિ કરવા ફેદરા રહે. જીવનમાં પચાસથી સાઠ હજાર પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને હોરાવવાનો લાભ લીધો હશે. કોઈપણ ગચ્છ-પક્ષ કે સમુદાયના સાધુ ફેદરા ન આવ્યા હોય એવું ભાગ્યે જ બને. કલ્પના તો કરો! શું માજીના ભાવ હશે? કેટલું લખલૂટ પુન્ય તેમણે આ ભક્તિ દ્વારા ઉપાર્જન કર્યું હશે? વર્તમાનમાં મળતો સુપાત્રભક્તિનો આવો અપૂર્વ લાભ ભૂત-ભાવિના અઢળક પુન્યનું સૂચક છે. ( પ્રેમ છે પણ મોહ નથી ) મુંબઈના એક પરિચિત સુશ્રાવિકા બહેન કહે, “મારા ચારમાંથી એક પણ દીકરાના લગ્નમાં મેં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy