________________
અભિવાદન ગ્રંથ ]
[ ૪૯૧ જંબુસ્વામી
જય હો જંબૂસ્વામી આપની, સંસાર સાગરે પડીને ય તમે તરીયા;
પત્નીઓ પ્રભવાદિ પાંચસો છવ્વીસ, બુઝવી સૌને ઉદ્ધરીયા. અર્ણિકાપુત્ર આચાર્ય અર્ણિકાપુત્ર આપ અહિંસાતણા, અપ્રમત્ત આરાધક સંત;
ભાલે વીંધાયા-ટીંગાયા છતાં, દયા પરિણામે--કર્યો કર્મનો અંત. મેતારજ મુનિ મેતાર્ય મસ્તક આપનું વીંટાયું વાધરે, ને તટ તટ નાડી ફૂટી;
કૌચ રક્ષાર્થે પ્રાણ ગુમાવ્યા, ધન્ય સમતા અંત સુધીના તૂટી. ગુડ મુનિ સુધા વેદનીયના ભયંકર ઉદયે, તપનો થયો અંતરાય;
કુરગુડ મુનિ શીખવ્યું આપે, કે સમતાથી જ ભવત રાય. પૌરાણિક અને ઐતિહાસિક
માતા મરૂદેવા પુત્ર મોહે પડ્યાં-રડ્યાં અને અંતે ચડ્યાં, અનિત્યભાવના સોપાને;
કેવલ લઈ મુક્તિવહુ જોવા ઉપડ્યાં, ધન્ય ધન્ય એ મરુદેવા માને. શ્રી પુંડરિક ગણધર આજ્ઞા આદીશ્વરની અવધારી, સિદ્ધગિરિ આપે પધારી;
વંદન પુંડરિક સ્વામી આપને, મહિમા દીધી વધારી. ગુણસેન-અગ્નિશમ ગુણ ઉપશમનો ગુણસેનામાં, અગ્નિશર્મા ક્રોધાગ્નિ ભંડાર
શુભ-અશુભ પ્રત્યક્ષ પેખીને, સેવા સમતા-કરો ન ક્રોધ લગાર. બ્રહ્મદત્ત ચક્રવર્તી જે માગો તે મળે ધર્મથી, પણ નિયાણું ને આસક્તિ તો નરકનું દ્વાર;
શું પામ્યા? બ્રહ્મદત્ત ચક્રી બનીને હે સંભૂતિ મુનિ! વ્યર્થ વેંચ્યું તપ સંયમ સાર. દ્રાવિડ અને વારિખિલ્લ આદીશ્વરદાદા પાસે માગ્યું ને મેળવ્યું, સુખ ક્રોડ સાથે શિવકાર;
દ્રાવિડ-વારિખિલ્લ ધન્ય તમને, પૌત્ર તમે સાચા જગશિરદાર. શૈલક રાજર્ષિ અને પંથક મનિ કદી પ્રમાદી ગુરુ બને તો, તારે અપ્રમત્ત શિષ્ય બની હિતકાર;
શેલક રાજર્ષિ ગુરુને પ્રીતિબોધીયા, પંથક મુનિએ ઉતાર્યો ગુરુઋણભાર. મરિચિકુમાર એક વાક્યના ઉસૂત્રનો, કેવો ભયાનક વિપાક;
જાણી આપ ચારિત્રથી મરિચી! અમે થઈએ સજાગ. ક્રોધથી બુદ્ધિ નાશ થતાં, જાય સારાસાર ભાન;
મયણાપિતા પ્રજાપાલ તમે, ભૂલીને ય અંતે પામયા જ્ઞાન. શ્રી કૃષ્ણ વાસુદેવ કેવો સ્નેહ સંયમ તણો, સ્વપુત્રી અનેક પ્રતિબોધી;
ધન્ય શ્રી કૃષ્ણ અવિરતિ ઉદયમાંય, નિર્જ મારગ લીધો શોધી. કચવના શેઠ પુણ્યાનુબંધી પુણ્યનો, મહિમા અપરંપાર;
કયવના શેઠ તુમ ભાગ્યને, ઝંખે સૌ નરનાર.
પ્રજપાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org