SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ ] [ જૈન પ્રતિભાદર્શન મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થીઓ ભરતેશ્વર ભવસુખોની શ્રેષ્ઠતાએ પણ સદા, આપ રહ્યા અનિત્યભાવરત; સાચા પુત્ર આપ આદિનાથના, કરું કોટિ વંદન હે ચક્રોશભરત! બાહુબલી પૂર્વભવીય સાધુસેવાએ બન્યા બાહુમાં બલી, પણ અટકી ગયા ભરતને બનાવતાં એનો બલિ સાધુ બની હારીને ય આપ જીતી ગયા, ધન્ય આપને હે ઋષભપુત્ર બાહુબલી! સનતકુમાર ચક્રવર્તી ચક્રવર્તીના ઉત્કૃષ્ટ ભોગમાં, આપ બન્યાં સોળ સોળ રોગના ભોગ; ના શોધતાં ઔષધ જોગ, ધન્ય સનતુચક્રી આપે સાધ્યો સંયમ યોગ. પુણીયો શ્રાવક ન મળે નારી તો બાવા બ્રહ્મચારી, પણ આપે તો સંપત્તિ તજી નિસ્પૃહતા સ્વીકારી જિનશાસનનભ પૂનમચંદ, હે પુણીયા શ્રાવક! ધન્ય આપની બલિહારી. અર્જુનમાળી બનીને હત્યારા અર્જુન માળી, તમે ઘણાંની લીલી વાડી ઉજાડી, પણ અંતે પામી મહાવીરમાળી, નમન તમને ખરે જીવન દીધું અજવાળી. ધન્ના અણગાર જીભને જીતી જાતને જીતી, ખરેખર તમે જગત પણ લીધું જીતી; ધન્ય હે ધના અણગાર! તેથી જ તમે વીર પ્રભુના હૈયાની પામ્યા પ્રીતિ. કાર્તિક શેઠ દાઝયા પણ ડગ્યા નહીં, સમકિતથી લવલેશ; વંદન આપને કાર્તિક શેઠ, સ્વર્ગ પામી બન્યા શકેશ. ચિલાતીપુત્ર સુસમા હણીને ય જાગીયા, પામી ઉપશમ સંવર વિવેક; ધન્ય 'ચિલાતીપુત્ર આપની, ધર્મ ધ્યાનની ટેક. નમિ રાજર્ષિ અનેકમાં અશાંતિ, સમજી સાચી એકમાં શાંતિ; એકત્વભાવે ચડી નમિ રાજર્ષિ, પામ્યા કેવલ મિટાવી ભ્રાંતિ. માસતુસ મુનિ બાર બાર વર્ષ આયંબિલ કર્યા, પણ ન છોડી વતની ટેક; ધન્ય માસતુસમુનિ આપનો શાસ્ત્રરાગ, પામ્યા કેવલ છે. દઢ પ્રહારી પ્રહારમાં દઢ દઢપ્રહાર આપે, કર્યો કર્મો પર દઢપ્રહાર; કર્મ ખપાવ્યા ચીકણા, લઈ તપનો ' મહાન આધાર. વલ્કલચિરી ધન્ય જિનશાસન અને, ચારિત્રના સુંદર અનુષ્ઠાન; પાવન પડિલેહણ ક્રિયા થકી, વલ્કલચિરી આપ પામ્યા કેવલજ્ઞાન. ઝાંઝરિયા મુનિવર પૂર્વકર્મે ભલે આવે આળ પણ ધર્મ જ્યાં રખવાળ, ત્યાં ન થાય વાંકો વાળ; વંદન વાર હજાર ઝાંઝરિયા મુનિવર, તુમ જીવન ધર્મોપદેશમય રસાળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy