SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ ] [ જૈન પ્રતિભાદર્શન ઢંઢણ નષિ શ્રી કૃષ્ણપુત્ર ઢંઢણ ઋષિ, ધરી અભિગ્રહ તપ તપીયા ઘોર; મોદક સહ લાભાંતરાય ચૂરતાં, બન્યા કેવલી શિરમોર. લમણા સાળી પક્ષી યુગલ મૈથુન નિહાળી, કર્યો મિથ્યા વિચાર; લક્ષ્મણા સાધ્વી દોષ અનાલોચને, પામ્યા દુઃખ અપાર. શ્રી શાલિભદ્ર પૂર્વકૃત સુપાત્રદાન પુણે, અવતરે નવાણું પેટી પ્રતિદિન; ધન્ય શાલિભદ્ર આપને, તજી સઘળું થયા સંયમલીન. પ્રબુદ્ધ ધર્મગુરુઓ શ્રી સ્યુલિભદ્રજી વસી કોશા વેશ્યા ગૃહે, તેને પ્રતિબોધી જીયો કામ; ચોર્યાશી ચોવીશી સુધી, સ્થૂલિભદ્રજી અમર તુમ નામ. શ્રી હરિભદ્રસૂરિજી હતો અહંકાર આકાશ સમો, તો નમ્રતા સાયરનીર; ન સમજાયું ત્યાં નમી, હરિભદ્ર તમે થયા સૂરિ જ્ઞાનધીર. શ્રી પ્રભવસ્વામીજી ચોર છતાંય મૂળથી, પ્રભવ તમે રાજકુમાર; જંબૂવાણીએ મુનિ સૂરિ બની, કર્યો શાસન જયકાર. શ્રી શય્યભવસૂરિજી સત્ય સમજાતાં ત્યજી દીધા, કુગુરુ કુલવટ પરિવાર; ધન્ય મનકપિતા શäભવસૂરિ, દશવૈકાલિક સૂત્રકાર. શ્રી સુહસ્તિસૂરિજી જશ પ્રેરણાએ જિનમૂર્તિ જિનાલય, બંધાયા પૃથ્વી પર અપાર; નૃપ સંપ્રતિ ગુરુ આર્ય સુહસ્તિસૂરિ, વંદુ વાર હજાર. શ્રી વજસ્વામીજી લઘુ વયે ગરવા ગુરુ થયા, શાસનપ્રભાવક શિરદાર; યુગપ્રભાવક શ્રી વજસ્વામીજી, વંદુ જ્ઞાન ભંડાર. શ્રી આર્યરક્ષિતસૂરિજી આગમ અનુયોગ ચારમાં, રક્ષિત કર્યા મનોહાર, આર્યરક્ષિતસૂરિ અતિ ભાવથી, પ્રણમું જ્ઞાનદિનકાર. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી સિદ્ધસેન દિવાકરસૂરિ નમું, અવંતિ પાર્થ તીર્થ પ્રગટકાર; વાદી વિચ્છિરોમણી, કલ્યાણ મંદિર સ્તોત્રકાર. શ્રી પિયગ્રંથસૂરિજી અંબિકાદેવી સહાયથી, બકરા દ્વારા ઉપદેશકાર; યજ્ઞહિંસા અટકાવી કર્યો, પ્રિયગ્રંથસૂરિ તમે ઉપકાર. શ્રી અભયદેવસૂરિજી અભયદેવસૂરિ અભય દઢવતી, ન કરી કોઢ દરકાર; પાવતી પ્રેરિત આપ થયા, મહાન નવાંગી ટીકાકાર. શ્રી હેમચંદ્રસૂરિજી બોધ્યો નૃપ કુમારપાલ, કલિકાલ સર્વજ્ઞ કહેવાયા; અનેક ગ્રંથકર્તા હેમચંદ્રસૂરિ, વંદુ પ્રભાવક સવાયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy