SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૯૩ છે ( શ્રી હીરસૂરિજી શાસનહીર હતા હીરસૂરિ, પ્રતિબોધ્યો અકબર સુલતાન; અહિંસા ધ્વજ ફરકાવીને, કર્યો ઉપકાર મહાન. શ્રી સેનસૂરિજી હીરસૂરિના હિરલા, શાસનસેનાની સૂરિસેન; પ્રશ્નોત્તરી આદિ અનેક ગ્રંથ, છે આપની અમૂલ્ય દેન. શ્રી જિનદત્તસૂરિ–જિનપ્રભસૂરિ–જિનકુશલસૂરિ જિનદત્ત જિનપ્રભ જિનકુશલસૂરિ, વંદુ મંત્રપ્રભાવક શિરમોર; ચમત્કારકરા જ્યોતિર્ધરા, પ્રવર્તવ્યો શાસન જય શોર. શ્રી મેરૂતુંગસૂરિજી સિદ્ધ યોગી મંત્રપ્રભાવક, સૂરિ મેરૂતુંગ શાસનભાણ; જીરાવલ્લા તીર્થ ઉદ્ધારક, નમતાં નિક્ષે કલ્યાણ. શ્રી કલ્યાણસાગરસૂરિજી અનેક નૃપ પ્રતિબોધક, જંગમયુગપ્રધાન સૂરિરાજ; કલ્યાણસાગર વિદ્વદરા, પ્રણમું શાસનશિરતાજ. શ્રી આનંદઘનજી મ. અલખ નિરંજન ઓલીયા, અવધૂત યોગી મહાન; ભક્ત કવિ આનંદઘન, તમે આપ્યું અગમ આત્મજ્ઞાન. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. ભણ્યા ગણ્યા ને ચણ્યા ઘણા, શાસ્ત્રમહેલ શિવકાર; ઉપાધ્યાય યશોવિજયજી આપનો, ભૂલ્યો ન ભૂલાય ઉપકાર. 'જૈન સંસ્કૃતિના મહાન વિધાયકો સુદર્શન શેઠ પની એક મનોરમા, બાકી માની બધી બહેન ને મા; શૂળી સિંહાસન બન્યું, સુદર્શન! તુમ શિયળને ઝાઝી ખમ્મા. માતા દેવાનંદા હે મા દેવાનંદા! તુમે નંદવીરના કેવલજ્ઞાને આનંદા, ઋણાનુબંધ સંબંધ સફલો કીધો, લઈ સજોડે સંયમ અમદા. સુવત શેઠ જે ચોરાય છે તે મારું નથી, નહીં ચોરાશે કદી આત્મધન મારું; નામ પ્રમાણે હે સુવ્રત શેઠ! તમે પાળ્યું મૌન-પૌષધવ્રત સારું. કવિ માઘ કાવ્ય હતાં જેનાં અતિ સુંદર, સમાતો સઘળો જેમાં શબ્દકોશ, ભોજપ્રિય કવિ માઘ! દયાળુ દાની, તમે સદા ખાલી કર્યા ધનકોશ. અનાથી મુનિ ગયો રોગ તો તજી ભોગ, તમે સ્વીકાર્યો સાધુવેશ; અનાથી! અનાથતા સમજાવી તમે, કીધા સમકિતી શ્રેણિક નરેશ. ખ ૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy