SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ ] [ જૈન પ્રતિભાદર્શન 'જિનશાસનની યાદગાર તવારીખના તેજસ્વી રત્નો મુનિ નંદિપેણ સુવર્ણવૃષ્ટિએ વેશ્યા પક્ષે, પણ રહી સમકિત પક્ષે નંદિષેણ, નિત્ય દશને સંયમી કર્યા, કથીને વીરના વેણ. અમરકુમાર જેના હૈયે શ્રી નવકાર, તેને શું કરશે સંસાર? સંકટ ટળ્યાં સવિ સુખ મળ્યાં, બન્યો અમર અમરકુમાર. વિજયશેઠ-- લગ્ન પૂર્વે જ અજાણતાં, કૃષ્ણ શુકલ પક્ષે બ્રહ્મચારી; વિજયાશેઠાણી વંદુ વિજય વિજયા આપને, વ્રત પાળ્યું બનીને ય સંસારી. વંકચૂલ વાંકા કાર્યોથી રાજપુત્ર, થયા ચોર વંકચૂલ શિરદાર; સત્સંગ નિયમ પાલને સેનાપતિ, થઈ પામ્યા સુર સુખ સાર. આનંદ શ્રાવક અવધિજ્ઞાની તમે વીર તણા, ગણાઓ દશ શ્રાવક મોઝાર; આનંદ આનંદ આત્મા તણો, આપો અમને શિવકાર. શ્રેણિક રાજા શ્રદ્ધા અવિહડ એહવી, ચોલ મજીઠનો રંગ; શ્રેણિક પદવી વીર સમી, પામશો સુખ અભંગ. શિવકુમાર કમર પટ્ટકની મમતા થકી, શિવકુમાર! પામ્યા અનાર્ય દેશ; પૂર્વભવીય શિષ્યો સહાયથી, પુનઃ પામ્યા સંયમ વેશ. આષાઢી શ્રાવક દામોદર જિન પાસે સુણી, નિજ મોક્ષદાતા પાર્શ્વનાથ; અષાઢી આપે ભરાવીયા, જગતારક શંખેશ્વર પાર્શ્વનાથ. મેઘરથ રાજા પરવા ન કરી નિજ પ્રાણની, પારેવા રક્ષણ માટે મેઘરથ! દયા ખરી આપની, પ્રભુ શાંતિ થયા એ વાટે, શ્રીપાલ રાજા પગ પગ જગમાં ઢગ થયા, દ્ધિ સિદ્ધિ શ્રીકાર; મયણા પ્રેર્યા શ્રીપાલ તમે, સદા સમર્યો નવકાર. નંદિવર્ધન રાજા વીર વંદન વાણીશ્રવણ, કિધા ઉત્સવ રંગ વધામણા; જીવિત પ્રતિમા કરાવી નંદિવર્ધને, લાભ લીધા સોહામણા. શ્રી કેશી ગણધર પાર્થપ્રભુના શાસન દિવાકર, તીર્થભદ્રેશ્વર પ્રતિષ્ઠાકાર; પધારી પાવન કચ્છ કર્યું, કોટિ વંદન કેશી ગણધાર. પૃથ્વીચંદ્ર રાજા રાજ કરતાં નિજ કાજ કીધું, સિંહાસન પર કેવલ્ય લીધું પૃથ્વીના ચંદ્ર હે પૃથ્વીચંદ્ર! ઉતારો અમ કારજ સીધું. ગુણસાગર ફરતા ફેરા ચોરીના, થયા ખરા સાવધાન; વંદુ વાહ ગુણસાગર તમે, પામ્યા કેવલજ્ઞાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy