________________
અભિવાદન ગ્રંથ ]
અવંતિસુકુમાલ
ઇલાયચીકુમાર
કર્મો સામે બની વિકરાલ, તમે તોડી દેહ મોહ જાલ; એકરાતમાં ધાર્યું પામ્યા, ધન્ય અતિસુકુમાલ. રાગે ગ ગ રાચી, નગર નગર તમે નાચી; કર્મે ધર્મે શૂરા ઇલાયચી, મેળવી મુક્તિ રાણી સાચી. બન્યા. બાલમુનિ બાલચેષ્ટા ધુની, પણ શુભ ભાવની ખાણ; પશ્ચાત્તાપે ઇરિયાવહી કરતા પામ્યા કેવલનાણ. આર્દ્રક પૂર્વ કર્મોદયે, ભલે પામ્યા અનાર્ય દેશ; અભય પ્રતિબોધિયા જાગી તમે, પુનઃ પામ્યા સંયમ વેશ. દીક્ષા દિને જ મેઘમુનિ ! મુનિપદરજે મન થયું ઉંધુ; પણ ગુરુ હતા વીર પ્રભુ, તેથી જ સઘળું સાધ્યું સીધું. વાઘણે વલોર્યું શરીર તોય, વહ્યા ન નયણે નીર; કર્મ ખપાવ્યા ધન્ય સુકોશલ, તમે ધીર
ગંભીર.
જૈન પરંપરામાં મહાસતીઓ અને આર્યારત્નો
પ્રભુ ભક્તિ વૈયાવચ્ચ પ્રેમથી, સતી રેવતી ગુણખાણ; થાશો તીર્થંકર ભાવિમાં, સાચા તમે સુજાણ. વજસ્વામીને જન્મ દઈ, તમે અમર થયા ઇતિહાસ; માતા સુનંદા મોહ તજી, અંતે ફેલાવી સુવાસ. કાચા સુતરના તાંતણે, જળ કાઢી છાંટી ખોલ્યા દ્વાર; સતી સુભદ્રા તુમ થકી, થયો શીયલ તણો જયકાર. પરીક્ષા પૂર્ણ કર્યા પછી, દીધા દીક્ષા આશિષ અપાર; ધન્ય ધારિણી માત તમે, ધન્ય તુમ સુત મેઘકુમાર. સુલસા સમરતા હશો તમે, શ્વાસે શ્વાસે વીર વીર; તેથી જ ભાવિ તીર્થંકર થઈ, તમે તારશો અનેક ભવનીર. વર્ષ બાવીશ અતિ કષ્ટમાંય, ન ખોયું શીલ કે ખમીર; હનુમાન મા સતી અંજના, તમે સાચા ધીર ને વીર. ભલે જન્મ્યા હેમચંદ્રસૂરિ, માતા પાહિણી તમે રત્નખાણ; તમારી પ્રેરણાએ સૌને મળ્યું, સાહિત્ય સાડાત્રણ ક્રોડ શ્લોકપ્રમાણ. કરાવી અભિગ્રહ પારણું, પામી વીર પ્રભુનો ધર્મલાભ; પ્રથમ સાધ્વી થઈ ચંદનબાલા, થયા પ્રસિદ્ધ શાસન આભ.
અતિમુફ્ત મુનિ
આર્દ્રકકુમાર
મેઘમુનિ
સુકોશલ મુનિ
રેવતી સતી
સુનંદા માતા
સતી સુભદ્રા
ધારિણી માતા
સુલસા સતી
અંજના સતી
પાહિણી માતા
ચંદનબાલા
Jain Education International
For Private & Personal Use Only
[ ૪૯૫
www.jainelibrary.org