SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ ] [ જૈન પ્રતિભાદર્શન શ્રાદ્ધનો દિવસ હતો. એ દિવસે એક મહાન તપસ્વી મુનિરાજ આવીને ઊભા. એક મહિનાના ઉપવાસના પારણે એ તપસ્વી ભિક્ષા માટે આવ્યા હતા. અંબિકાએ ખૂબ હર્ષથી આદરપૂર્વક ભિક્ષા આપી. મુનિરાજ “ધર્મલાભ' કહી ચાલ્યા ગયા. બારણા પાસે ઊભેલી એક પાડોશણે આ જોયું અને કર્કશ અવાજે અંબિકાને કહ્યું, “અરે! આ તે શું કર્યું? શ્રાદ્ધના દિવસે તે પહેલું દાન મલિન કપડાવાળા સાધુને આપ્યું? શ્રાદ્ધનું અન્ન અને ઘર બને અપવિત્ર કર્યા?” અંબિકા તો સાંભળ્યું–ન સાંભળ્યું કરી ઘરમાં ચાલી ગઈ પણ પેલી પાડોશણ પોતાની વાત છોડે ખરી? એણે તો અંબિકાની સાસુ દેવીલાને જે બહાર ગયેલ તે આવી ત્યારે આ વાત વધારીને કરી; અને દેવલાનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. ક્રોધ ચંડાળ છે! એ ક્રોધ જેને ચડે તે ચંડાળ જેવો ક્રૂર બની જાય છે. સોમભટ્ટ પણ સતી સ્ત્રી પર અતિ ક્રોધ કરી ઘર બહાર કાઢી મૂકી. અંબિકાને બે પુત્રો હતા. એકનું નામ સિદ્ધ અને બીજાનું નામ બુદ્ધ. અંબિકા બંનેને લઈ ઘરના પાછળના બારણેથી નીકળી નગરની બહાર પહોંચી. પોતાના દુર્ભાગ્ય ઉપર વિચાર કરતી અને મનમાં નવકાર ગણતી તે જંગલના માર્ગે ચાલતી હતી. સિદ્ધ અને બુદ્ધ બંનેને તરસ લાગી. તેથી સિદ્ધ માને કહ્યું, “મા, ખૂબ તરસ લાગી છે, પાણી આપ.” બુદ્ધ પણ માનો હાથ ખેંચી પાણીની માગણી કરી. અંબિકા ચારે બાજુ જુએ છે. ક્યાંયે પાણી દેખાતું નથી. ત્યાં એક સૂકું સરોવર દેખાયું. અંબિકાએ વિચાર્યું આ સરોવર પાણીથી ભરેલું હોય તો! ત્યાં તો ચમત્કાર થયો. સરોવર પાણીથી ભરાઈ ગયું. કિનારે ઊભેલા આંબા પર પાકેલી કેરીઓ દેખાઈ. અંબિકાના સતીત્વનો આ પ્રભાવ હતો. તેણીની ધર્મદઢતાનો આ ચમત્કાર હતો. અંબિકાએ બન્ને બાળકોને પાણી પાયું અને ઝાડ ઉપરથી કેરીઓ તોડી બાળકોને ખવરાવી. સિદ્ધ અને બુદ્ધ ખુશ ખુશ થઈ ઝાડ નીચે રમવા લાગ્યા. અંબિકા ઘરથી નીકળી પછી ઘરે પણ આવો જ ચમત્કાર થયો. સાસુ દેવીલા બબડતી બબડતી રસોડામાં ગઈ. તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. જે વાસણોમાંથી અંબિકાએ મુનિરાજને વહોરાવ્યું હતું, તે વાસણો સોનાનાં થઈ ગયાં હતાં. રાંધેલા ભાતના દાણા મોતીના દાણા બની ગયા હતા. રસોઈનાં બીજાં વાસણો રસોઈથી ભરચક થઈ ગયાં હતાં. સોમભટ્ટનો રોષ ઊતરી ગયો ને તરત જ અંબિકાને શોધવા નીકળી પડ્યો. અંબિકાને શોધતાં શોધતાં સોમભટ્ટ જંગલમાં આવી પહોયો. દૂરથી બન્ને બાળકોને રમતા જોયા, એટલે તેણે બૂમ પાડી : અંબિકા...ઓ અંબિકા!' પતિનો અવાજ સાંભળી અંબિકા ધ્રૂજી ઊઠી. તે બન્ને બાળકોને લઈ દોડી. બાજુના એક કૂવામાં છલાંગ મારી, બન્ને બાળકો સાથે કૂદી પડી અને ત્રણેનાં પ્રાણપંખેરું ઊડી ગયાં. સોમભટ્ટ આવ્યો, પણ મોડો પડ્યો. તેણે કૂવામાં પોતાની પત્ની અને બન્ને બાળકો જોયાં. તે પણ કૂદી પડ્યો કૂવામાં. તરત જ સમજી ગયો કે ત્રણેના પ્રાણપંખેરું ઊડી ગયાં છે. થોડી વારમાં તેનું પણ મૃત્યુ થયું. અંબિકા મરીને દેવલોકમાં દેવી થઈ છે. અંબિકાના ભાવ મરતી વખતે શુદ્ધ હતા એટલે તે મરીને દેવી થઈ પણ સોમભટ્ટના ભાવ એટલા શુદ્ધ ન હતા તેથી મરણ-કષ્ટથી દેવપણામાં અંબિકાના સિંહના વાહનરૂપે થનાર દેવ થયો. આ રીતે તેઓ દેવ અને દેવી થયાં. અંબિકાને ભગવાન નેમનાથ ઉપર અથાગ પ્રીતિ હતી, એટલે તે દેવી થઈ અને ભગવાન નેમનાથની અધિષ્ઠાયિકા દેવી બની. જે કોઈ ભગવાન (નેમનાથની સેવા-ભક્તિ શ્રદ્ધાથી કરે છે, અંબિકાદેવી તેઓના મનોરથ પૂર્ણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy