________________
અભિવાદન ગ્રંથ ]
રાજા મુનિચંદ્ર
(આ કથાનક ચન્દ્રાવતંસ રાજાના નામે પણ પ્રસિદ્ધ છે.)
સંધ્યાકાળનો સમય છે. રાજ્યના કામથી પરવારી રાજા મુનિચંદ્ર સાંજના ચૌવિહાર કરી અંતઃપુરમાં આવ્યા. એકલા જ હતા, ચિંતવન કરવા લાગ્યા :
પ્રભુ મહાવીરસ્વામીએ ગૌતમસ્વામીને કહેલું કે, એક ક્ષણ પણ નકામી વેડફીશ નહીં, તો અત્યારે ફુરસદ છે—રાણી અંતઃપુરમાં નથી આવી. એ આવે ત્યાં સુધી ધ્યાનસ્થ થાઉં, કાઉસગ્ગ કરું એમ વિચારી નક્કી કરે છે, ‘‘સામે જે દીવો બળે છે તે ચાલુ રહે ત્યાં સુધી કાઉસગ્ગ કરું'' એવી મનથી પ્રતિજ્ઞા કરી.
[ ૨૪૭
મીણના પૂતળાની માફક કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા. થોડો વખત થયો એટલે એક દાસી અંતઃપુરમાં બધું ઠીકઠાક કરવા આવી. એણે રાજાજીને ધ્યાનમાં ઊભેલા જોયા. સામે દીવામાં ઘી ઘટતું જતું હતું. ઘી ખલાસ થઈ જશે તો દીવો ઓલવાઈ જશે અને દીવો ઓલવાઈ જશે તો રાજાજીને અંધારામાં રહેવું પડશે એમ વિચારી દાસીએ દીવામાં તેલ પૂર્યું. દીવો ઓલવાતો બચ્યો આથી કાઉસગ્ગ ધ્યાનમાં રાજા ઊભા જ રહ્યા. વળી તેલ પૂરું થવા આવ્યું એટલે દાસીએ પાછું તેલ દીવામાં ઉમેર્યું. રાજા પ્રતિજ્ઞાવશ છે. દીવો હજી સળગે છે--કાઉસગ્ગ પૂરો ન થાય—પ્રતિજ્ઞા કેમ તોડાય? વખત વહેતો જાય છે. શરીરમાં કળતર થવા માંડે છે--પગ થાક્યા છે. પણ રાજા દૃઢપણે કાઉસગ્ગમાં ઊભા જ રહ્યા. વિચારે છે, આ વેદના તો કંઈ જ નથી. આ જીવે નારકીની વેદનાઓ ભોગવી છે, ત્યાં અનંત વખત શરીર છેદાયું-ભેદાયું છે, એનાથી તો આ વેદના અનંતમાં ભાગની જ છે. આ વેદના સહન કરવાથી અનંત ગુણી નિર્જરા જ થનાર છે.
આમ કાઉસગ્ગ ધ્યાનમાં જ દિવસ ઊગ્યો. અજવાળું થવાથી દાસીએ તેલ પૂરવું બંધ કર્યું અને દીપક બુઝાયો. રાજાની પ્રતિજ્ઞા પૂરી થઈ. કાઉસગ્ગ પારી, રાજાજી પગ ઉપાડી પલંગ તરફ જવા જાય છે, પણ અંગો ઝલાઈ ગયાં હોવાથી નીચે પડી જાય છે. પણ પંચ પરમેષ્ઠિના ધ્યાનમાં લીન થઈ જાય છે. આયુષ્ય પૂરું થતાં કાળ કરે છે અને ત્યાંથી સીધો તેમનો જીવ દેવલોકમાં જાય છે.
Jain Education International
શીલોત્તમા : સાધુજનદુઃખહરા સતી સુભદ્રા
કાચા સૂતરના તાંતણે, જળ કાઢી છાંટી ખોલ્યાં દ્વાર; સતી સુભદ્રા તુમ થકી, થયો શિયલ તો જયકાર.
વસંતપુર નગરમાં જિનદાસ નામે એક મંત્રી હતા. તેને તત્ત્વમાલિની નામની ધર્મિષ્ઠ પત્ની હતી, તેની કૂખે સુભદ્રાનો જન્મ થયો હતો. સુભદ્રાએ ઉચ્ચ કેળવણી મેળવી જૈન ધર્મના તત્ત્વજ્ઞાનનો સારો અભ્યાસ કર્યો, તેથી તે જૈન ધર્માનુરાગી તો હતી જ; પણ દેઢ શ્રદ્ધાળુ પણ બની. વયસ્ક થતાં, પિતાએ
For Private & Personal Use Only
www.jainelibrary.org