SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ] [ જૈન પ્રતિભાદર્શન યોગ્ય વર શોધવા મહેનત કરી. જેવી પુત્રી ધર્મની જ્ઞાતા છે તેવો જ ધર્મી વર મળે તેવી ઇચ્છા હતી. ચંપાનગરીથી આવેલા એક બુદ્ધદાસે સુભદ્રાના રૂપગુણનાં વખાણ સંભળ્યાં અને નક્કી કર્યું કે પરણવું તો સુભદ્રાને જ. પણ તે જૈનધર્મી ન હતો. સુભદ્રા જૈનધર્મીને જ પરણવા માગતી હતી. એટલે બુદ્ધદાસે જૈન ધર્મના આચારવિચાર અને ક્રિયાકાંડ ઉપર ઉપરથી જાણી લીધા અને કપટી શ્રાવક બની ગયો. જિનદાસે આ બુદ્ધદાસને જૈન ક્રિયાકાંડ કરતો જોયો અને સુભદ્રા માટે યોગ્ય વર છે એમ સમજી બુદ્ધદાસ સાથે સુભદ્રાનાં લગ્ન કર્યાં. સુભદ્રા બુદ્ધદાસ સાથે સાસરે આવી. થોડા વખતમાં સુભદ્રાને સમજ પડી ગઈ કે બુદ્ધદાસ કે આ કુટુંબ જૈનધર્મી નથી. પણ લાચાર. લગ્ન થઈ ગયાં એટલે સંસાર નિભાવવો જ રહ્યો. તે કૌટુંબિક ફરજો બધી સારી રીતે બજાવતી અને સમય મળતાં ધર્મધ્યાન કરતી; પણ તેની સાસુને આ ગમતું નહીં એટલે તે સુભદ્રાનાં દૂષણો શોધ્યા કરતી. એકદા એક તપસ્વી સાધુ મહારાજ સુભદ્રાને આંગણે વહોરવા પધાર્યા. ઋષિમુનિનું મુખ જોતાં સુભદ્રાને ખ્યાલ આવ્યો કે મુનિની આંખમાં તણખલું પડેલ હતું અને આંખમાંથી લોહી વહી રહ્યું હતું. સુભદ્રાને કરુણા ઊપજી. ગમે તેમ કરી મુનિની આંખમાંથી તણખલું કાઢવું જોઈએ, એવા સદ્ભાવથી પોતાની જીભ વતી મુનિની આંખમાંથી તણખલું કાઢવા પ્રયત્ન કર્યો. આમ કરતાં પોતાના કપાળમાં કરેલ ચાંદલો સાધુના કપાળને લાગી ગયો અને સાધુ ધર્મલાભ આપી પાછા ફર્યા. પણ પાછા ફરતા મુનિના કપાળમાં ચાંદલો જોતાં સાસુજી વીફર્યાં. વહુને ન કહેવાય એવા શબ્દો કહ્યા અને તેના દીકરા બુદ્ધદાસને ચઢાવ્યો કે, તારી વહુ તો કુલટા છે. તેણે પેલા સાધુ સાથે કાળું કામ.કર્યું છે.' સુભદ્રાને માથે કલંક આવ્યું. એનો ધણી પણ પોતાનો પક્ષ લઈ કંઈ બોલતો નથી. નિર્દોષ સાધુ અને પોતાનું કલંક દૂર કરવા સુભદ્રાએ અન્નજળનો ત્યાગ કર્યો. સતી ઉપર આવી પડેલ આ અપાર દુ:ખ દેખી શાસનસેવક દેવતાએ સતીને સહાય કરવાનું નક્કી કર્યું અને ચંપાનગરીના ચારે દરવાજા બંધ કરી દીધા. આથી ચંપાનગરીમાં હાહાકાર મચ્યો. દરવાજા ઉઘાડવા નગરજનો તથા રાજાના સુભટોએ ઘણી મહેનત કરી. દરવાજા ઊઘડતા ન હતા તેથી તેનાં દ્વાર તોડી નાખવા સુભટોને રાજાએ હુકમ આપ્યો, પણ તેઓ દરવાજા ન તોડી શક્યા. રાજા તથા પ્રજા ચિંતામાં પડી ગયાં. થોડા વખત બાદ આકાશવાણી થઈ કે, જે સતી હશે તે કાચા સૂતરના તાંતણે આટો ચાળવાની ચાળણીમાં કૂવામાંથી પાણી કાઢી દરવાજે છાંટશે તો દરવાજા ઊઘડશે.’’ આવી આકાશવાણી સાંભળી મક્કમ મને સાસુનું કહેવું ન ગણકારતાં નવકાર ગણતાં ગણતાં સુભદ્રા કૂવા પાસે ગઈ, કાચા સૂતરના તાંતણે ચારણી બાંધી કૂવામાં નાખી અને ગામલોકોની અજાયબી વચ્ચે તેણે ચારણી ભરી પાણી કાઢ્યું. આ વખતે દેવતાઓએ ફૂલની આકાશમાંથી વૃષ્ટિ કરી. સુભદ્રાએ વારાફરતી એકેક દ્વાર ઉપર પાણી છાંટી ત્રણ દરવાજા ઉઘાડ્યા અને ગામમાં બીજી કોઈ સતી હોય તો આવે અને ચોથું દ્વાર ઉઘાડવા આહ્વાન આપ્યું, પણ કોઈ તે રીતે ઉઘાડવા આગળ ન આવ્યું. (બીજા કથાગ્રન્થોમાં એવી વાત આવે છે કે, મારા જેવી કોઈ બીજી સતી હશે તે આ દરવાજો ખોલશે--એમ કરીને એ દરવાજો બંધનો બંધ જ રાખ્યો અને તે કથા લખનારના સમયે પણ બંધ જ હતો. તે દ્વાર પણ સુભદ્રાએ, હે પરમાત્મા! લાજ રાખજે, પરણ્યા વિના બીજો કોઈ ન આભડ્યો હોય કે મનથી વિચાર્યો ન હોય તો દ્વાર આ પાણીના છાંટણાથી ઊઘડી જજો.' એવા ભાવથી પાણી છાંટી તે ચોથો દરવાજો પણ ઉઘાડ્યો.) સુભદ્રાનાં સાસરિયાં વગેરેએ સુભદ્રા સતીને ખમાવી; બોલ્યા, ધન્ય સતી, ધન્ય! તારા જેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy