SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૪૯ સતી ખરેખર ગામમાં કોઈ નથી. સુભદ્રાએ સાધુની આંખમાંથી કરુણાભાવે તરણું કેવી રીતે કાઢ્યું હતું તે સમજાવ્યું અને બધાને સમકિતી બનાવવાના એક માત્ર આશયથી જૈન ધર્મ સમજાવ્યો. છેવટે સતી સુભદ્રાએ દીક્ષા લીધી. કર્મો ક્ષય કરી, કેવળજ્ઞાન પામી મુક્તિપુરીમાં ગયાં. શિર જાવે તો જાવે–મેરી પ્રતિજ્ઞા નહિ જાવેની અજબ ખુમારીવંતા ( વંકચૂલ ) વાંકાં કાર્યોથી રાજપુત્ર, થયા ચોર વંકચૂલ શિરદાર; સત્સંગ નિયમ પાલને સેનાપતિ, થઈ પામ્યા સુર સુખ સારા વંકચૂલ : વિરાટ દેશનો રાજકુમાર છતાં બાલ્યાવસ્થાથી જુગાર અને ચોરીનો વ્યસની બન્યો. આવા રાજકુમારને પિતાએ દેશવટો આપ્યો એટલે જંગલમાં રહીને પલ્લીપતિ થયો. એક વખત મુનિ ભગવંતે ચાતુર્માસ કર્યું અને ચાતુર્માસ પૂર્ણ થયા પછી મુનિના ઉપદેશથી અજાણ્યાં ફળ ખાવાં નહિ, કોઈનો વધ કરતાં પહેલાં સાત ડગલાં પાછા હઠવું, રાજાની પટરાણી સાથે સંસારસુખોપભોગ કરવો નહિ, કાગડાનું માંસ ખાવું નહિ---આ ચાર નિયમો લીધા. નિયમોનો ભંગ થાય તેવાં નિમિત્ત ઉપલબ્ધ થવા છતાં તેણે વ્રતમાં દઢ રહીને પાલન કર્યું. અંતે વંકચૂલ પોતાનું મૃત્યુ નજીકમાં છે તેમ જાણી, ચાર શરણ આદરી, નવકાર મંત્રનું ધ્યાન ધરતો મૃત્યુ પામ્યો અને બારમા દેવલોકમાં ગયો અને કાળે કરી મોક્ષમાં જશે. પાપબિરુ : સ્વ-પરતારક ( કુબેરદત્તા ) મથુરાનગરી. નગરીમાં એક પ્રસિદ્ધ વેશ્યા રહે. રૂપવાન અને વૈભવશાળી. નામ એનું કુબેરસેના. કર્મયોગે એક વાર એને ગર્ભ રહ્યો. વેશ્યાગૃહની માલકણ બાઈએ ગર્ભ પાડી નાખવા કહ્યું. કુબેરસેના સંમત ન થઈ. નવ મહિના પૂરા થતાં કુબેરસેનાને જોડકું જનમ્યું. એક પુત્ર અને એક પુત્રી. માલકણ બાઈ તો પાછળ પડી હતી. તેને આ કૂટણખાનામાં નાનાં બાળક હોય તે ન પોસાય. એવી સમજથી બન્ને બાળકોને એક કપડું વીંટી, તેમના નામની વીંટી પહેરાવી પેટીમાં પૂરી, પેટી યમુના નદીમાં વહેતી મૂકી દીધી. પેટી તણાતી તણાતી શૌરીપુરી નગરીમાં કાંઠે આવી. કોક બે જણે પેટી જોઈ નદીમાંથી બહાર કાઢી. પેટી ઉઘાડી અને બે બાળકો એમાં જોયાં. બન્ને રાજી થયા. જરૂર પ્રમાણે એક ભાઈએ બાળક અને બીજાએ બાળકી રાખી લીધી. બાળકની આંગળીએ વીંટી હતી, તેનું નામ કુબેરદત્ત લખેલ. બાળકીની આંગળીએ વીંટીમાં કુબેરદત્તા લખેલ, તે પ્રમાણે તેનું નામ રાખ્યું. બન્ને વયસ્ક થયાં. એક બીજાને ઓળખતાં નથી. માબાપે લગ્ન લીધાં અને કર્મસંજોગે ભાઈ-બેન પતિ-પત્ની બન્યાં. એક વાર બને સોગઠાબાજી રમતાં હતાં, ત્યાં કુબેરદત્તની વીંટી ઊછળીને કુબેરદત્તાના ખોળામાં | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy