________________
૨૫૦ ]
[ જૈન પ્રતિભાર્શન
પડી. કુબેરદત્તા વીંટી જોઈ વિચારમાં પડી. બન્નેની વીંટી એક જેવી જ છે. એક જ કારીગરે ઘડી લાગે છે. બન્ને એકસાથે જ બની હોય તેવું દેખાય છે. બરાબર ધારીને જોઈએ તો અમારાં બન્નેનાં રૂપ અને આકૃતિ બધું જ સરખું લાગે છે. શું અમે બન્ને ભાઈ-બહેન તો નહિ હોઈએ! બન્નેએ પોતાનાં માબાપને પૂછ્યું, ત્યારે ખુલાસો થયો. તેમણે કહ્યું, “તમે બન્ને એક પેટીમાંથી નીકળ્યાં હતાં.”
કુબેરદત્તા સમજી ગઈ કે આ મારો સગો ભાઈ છે. ભાઈ સાથે લગ્ન કર્યા એ ઠીક ન કર્યું. ખૂબ પશ્ચાત્તાપ થયો અને વૈરાગ્ય થયો. પરિણામે પાપો ધોવા માટે કુબેરદત્તા દીક્ષા લઈ સાધ્વી બની. તપ, જપ કરીને આત્મસાધના કરવા લાગી.
કુબેરદત્તને પણ ખબર પડી કે મેં બહેન સાથે લગ્ન કર્યાં છે. હવે આ નગરીમાં મારે શું મોઢું બતાવવું! તેથી માબાપની આજ્ઞા લઈ તે પરદેશ ગયો. ભાગ્યયોગે ફરતાં ફરતાં તે મથુરાનગરીમાં જ આવી ચઢ્યો અને કુબેરસેના વેશ્યાને ત્યાં રહ્યો. કુબેરસેના તેની સગી મા હતી, તે તે જાણતો ન હતો. અજાણતાં પણ સગી મા સાથે ભોગ ભોગવ્યા. વિલાસમાં કેટલોક કાળ વ્યતીત થયો અને કુબેરસેનાએ એક બાળકને જન્મ આપ્યો. આ બાળકનો પિતા કુબેરદત્ત જ હતો.
બીજી બાજ કબેરદત્તા જેણે દીક્ષા લીધી હતી, તેને અવધિજ્ઞાન થયું. તેણે જ્ઞાન દ્વારા જોયું કે ભાઈ કયાં છે? જોતાં જ તેને ભયંકર દુઃખ થયું. અરેરે! મારો ભાઈ તેની સગી મા સાથે ભોગ-વિલાસ કરે છે. કર્મની ગતિ ન્યારી છે. “મારો આત્મા સાદ પાડે છે.” સમજાવ માતાને, ભાઈને. કુબેરદત્તા સાધ્વીજી આકરો વિહાર કરતાં કરતાં મથુરા પધાર્યા. ભાઈને અને માતાને પ્રતિબોધ કરવા માટે સંમતિ લઈને બાળકને પારણે ઝુલાવતાં ૧૮ પ્રકારની સગાઈ ગાઈ સંભળાવી ત્યારે જ કુબેરદત્તને--સંસારીપણાના ભાઈને તથા કુબેરસેના--સંસારીપણાની કુબેરદત્તાની માતાને ભાન થયું કે સગા મા-દીકરાએ ભોગવિલાસ કર્યો છે. પાપનો ભયંકર પશ્ચાત્તાપ બન્નેને થયો. બન્નેએ દીક્ષા લીધી. જ્ઞાનની ઉપાસનામાં તથા તપ-જપ કરતાં રહ્યાં અને ત્રણે જણે પોતાના આત્માનો ઉદ્ધાર કર્યો.
એકાદશ અંગપાઠી : શ્રુતધર સંત
(નંદન મુનિ ) પ્રભુ મહાવીરનો પચીસમો ભવ શ્રી નંદન મુનિ. કેવું ઉત્કૃષ્ટ ચારિત્ર અને અંત વખતે કેવી સુંદર આરાધના કરી દેવલોક ગયા! શાશ્વત–મોક્ષસુખ પામવા કેવું ચારિત્ર પાળવું જોઈએ તેનો સુંદર દાખલો આ કથા પૂરી પાડે છે.
પ્રભુ મહાવીર ચોવીસમા ભવે મહાશુક્ર દેવલોકમાં હતા. ત્યાંથી ઍવી ભરતખંડને વિષે છત્રા નામની નગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામની રાણીની કૂખે નંદન નામે પુત્ર થયા. તે યૌવનવાન થતાં રાજ્યગાદી પર બેસાડીને જિતશત્રુ રાજાએ સંસારથી નિર્વેદ પામી દીક્ષા લીધી. લોકોને આનંદ ઉત્પન્ન કરનાર તે નંદન રાજા સમૃદ્ધિથી ઈદ્રના જેવો થઈ યથાવિધિ પૃથ્વી પર રાજ્ય કરવા લાગ્યો. અનુક્રમે જન્મથી ચોવીશ લાખ વર્ષ વ્યતિ ક્રમાવી વિરક્ત થઈને તે નંદન રાજાએ પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. | નિરંતર માસોપવાસ કરવા વડે પોતાના શ્રમણ્યને ઉત્કૃષ્ટ સ્થિતિએ પહોંચાડતા નંદન મુનિ ગુરુની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org