________________
અભિવાદન ગ્રંથ)
[ ૨૧૧
પ્રામ, નગર અને પુર વગેરેમાં વિહાર કરવા લાગ્યા. તે બન્ને પ્રકારનાં અપધ્યાન (આર્ત, રૌદ્ર)થી અને દ્વિવિધ બંધન (રાગ-દ્વેષ)થી વર્જિત હતા; ત્રણ પ્રકારના દંડ (મન, વચન, કાયા), ત્રણ પ્રકારના ગારવા (ઋષિ, રસ, શાતા) અને ત્રણ જાતિના શલ્ય (માયા, નિદાન, મિથ્યા દર્શન)થી રહિત હતા. ચાર કષાયને તેમણે ક્ષીણ કર્યા હતા, ચાર સંજ્ઞાથી વર્જિત હતા, ચાર પ્રકારની વિકથાથી રહિત હતા, ચતુર્વિધ ધર્મમાં પરાયણ હતા અને ચાર પ્રકારના ઉપસર્ગોમાં પણ તેમનો ધર્મમાં ઉદ્યમ અઅલિત હતો; પંચવિધ મહાવ્રતમાં સદા ઉદ્યોગી હતા અને પંચવિધ કામ (પાંચ ઈદ્રિયોના વિષયોના સદા ફ્લેષી હતા, પ્રતિદિન પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં આસક્ત હતા, પાંચ પ્રકારની સમિતિને ધારણ કરતા હતા અને પાંચ ઈદ્રિયોને જીતનાર હતા; ષડુ જીવનિકાયના રક્ષક હતા, સાત ભયના સ્થાનથી વર્જિત હતા, આઠ મદના સ્થાનથી વિમુક્ત હતા, નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિને પાળતા હતા અને દશ પ્રકારના યતિધર્મને ધારણ કરતા હતા, સમ્યક્ પ્રકારે એકાદશ અંગનું અધ્યયન કરતા હતા, બાર પ્રકારની રુચિવાળા હતા, દુઃષહ એવી પરીષહની પરંપરાને તે સહન કરતા હતા અને તેઓને કોઈ પ્રકારની સ્પૃહા નહોતી. આવા તે નંદન મુનિએ એક લાખ વર્ષ સુધી મા ખમણના પારણે માસખમણનું તપ કર્યું. એ મહાતપસ્વી મુનિએ અહંતભક્તિ વગેરે વીસસ્થાનકની આરાધનથી, મુશ્કેલીથી મેળવી શકાય તેવું તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. એવી રીતે મૂળથી જ નિષ્કલંક એવા સાધુપણાને આચરીને આયુષ્યને અંતે તેમણે આ પ્રમાણે આરાધના કરી.
દુષ્કર્મની ગહણા, પ્રાણીઓની ક્ષમણા, શુભ ભાવના, ચતુઃ શરણ, નમસ્કાર સ્મરણ અને અનશન. છ પ્રકારની આરાધના કરીને નંદનમુનિ પોતાના ધર્માચાર્યને, સાધુઓને, સાધ્વીઓને ખમાવવા લાગ્યા. અનુક્રમે એ મહામુનિ સાઠ દિવસ સુધી અનશન વ્રત પાળી પચીશ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામીને પ્રાણાત નામના દશમા દેવલોકમાં પુષ્પોત્તર નામના વિસ્તારવાળા વિમાનમાં ઉપપાત શય્યામાં ઉત્પન્ન થયા. આ દેવલોકમાં તેઓ વિશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ભરતક્ષેત્રમાં દેવાનંદની કુક્ષિમાં આવ્યા. ત્યાંથી સૌધર્મ દેવલોકના ઈન્દ્ર સિદ્ધાર્થ રાજાની ત્રિશલા પટરાણી જે એ વખતે ગર્ભિણી પણ હતી, તેના ગર્ભની દેવાનંદાના ગર્ભની સાથે અદલાબદલી કરી; અને ગર્ભસ્થિતિ પૂર્ણ થયે ત્રિશલાદેવીએ સુંદર પુત્રને જન્મ આપ્યો. તેનું નામ વર્ધમાન આપ્યું. ઈન્દ્ર પછી તે જગત્પતિનું મહાવીર એવું નામ પાડ્યું.
શીલ અને અહિંસાની આકરી પરીક્ષોત્તીર્ણ
(સુદર્શન શેઠ) પત્ની એક મનોરમા, બાકી બધી બહેન ને મા;
શૂળી સિંહાસન બન્યું સુદર્શન! તુમ શિયળને ઝાઝી ખમ્મા. સુદર્શન શેઠ પક્કા શીલસંપન્ન હોવાથી ખૂબ પંકાયા હતા. શીલનો આદર્શ રજૂ કરવાને માટે મુખ્યત્વે આ પુણ્યાત્માનું નામ લેવાય છે. જે પ્રસંગના યોગે શ્રી સુદર્શન આવી ઉત્તમમાં ઉત્તમ કોટિની નામના પામી શક્યા, તે પ્રસંગ સામાન્ય કોટિનો નથી. પહેલેથી છેલ્લે સુધી સુદર્શન શેઠે જેવી મક્કમતા | દર્શાવી છે અને સદાચારના સેવનમાં જે લેશ પણ અલના થવા દીધી નથી. તે જો બરાબર વિચારાય તો ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org