________________
૨૫૨ ]
_| જૈન પ્રતિભાદર્શન
સમજાય કે ભૌતિક અનુકૂળતાનું અર્થીપણું ટળ્યા વિના આમ બનવું એ શક્ય જ નથી.
ચંપાનગરીના શ્રેષ્ઠિ અદાસના તે પુત્ર. માતા અહદાસી. બાર વ્રતધારી શ્રાવક તરીકે ચતુર્થ મૈથુન વિરમણ વ્રતની કસોટીમાંથી પાર ઊતરીને શિયળનો મહિમા વધારી જીવન સફળ કર્યું. પૌષધશાળામાં ધ્યાનમગ્ન શેઠને શીલવ્રતથી ચડયમાન કરવા અભયારાણી પ્રયત્નો કરે છે અને તેમાં નિષ્ફળ થતાં છેવટે શીલભંગનો મિથ્યા આરોપ મૂકે છે. પરિણામે રાજા સુદર્શન શેઠને શૂળીની શિક્ષા ફરમાવે છે પણ, શૂળીએ ચઢાવ્યા ત્યારે શીલ અને નમસ્કાર મહામંત્રના પ્રભાવથી ચમત્કાર સર્જાયો. શૂળીનું સિંહાસન બની ગયું. રાજાના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેણે આ અપરાધ બદલ સુદર્શન શેઠની માફી માગી. બંનેએ એકબીજાને ખમાવ્યા. અનુક્રમે સંયમ લઈ સુદર્શન મુનિ કેવલજ્ઞાન પામી મુક્તિપુરીમાં પહોંચ્યા.
( ચંદનબાલા )
ચંદનબાલા (વસુમતી) એક રાજકુમારી હતી. કર્મ પ્રમાણે રાજ્યમાં લૂંટ ચાલી. રાજવી પિતા મૃત્યુ પામ્યા, માતા ધારિણી અને ચંદનાને કોઈ દુષ્ટ સૈનિકો ઉપાડી ગયા. કર્મની ગતિ વિષમ છે. પળમાં રંક પળમાં રાજા બનાવવાની તાકાત કર્મમાં જ છે. ચંદનાને ભરબજારમાં વેચી દેવામાં આવી. ખરીદનાર પુણ્યશાળી ધર્મિષ્ઠ શેઠ મળ્યા. આટલા કષ્ટમાં પણ પિતા સમ શેઠ મળતાં ચંદનાને પ્રસન્નતા પ્રાપ્ત થઈ ! પરંતુ ચંદનાને જોઈને મૂલા શેઠાણી ભારે બળતી રહેતી હતી.
એક દિવસની વાત છે. શેઠ ઘર પર આવ્યા તો શેઠાણી ઘર પર નહોતી. ચંદના શેઠના પગ ધોવા લાગી. શેઠે એના પાણીમાં પડેલા વાળ ઊંચા કર્યા. એ જ સમયે ઘરમાં પ્રવેશતાં, તે દૃશ્ય જોઈને મૂલા શેઠાણી શંકિત થઈ. શંકાનું કોઈ કારણ નહોતું. શેઠ તેને પુત્રી સમાન ગણતા હતા. તો પણ માતા સમાન મૂલા તેને કષ્ટમાં નાખવાના પ્રયત્નો કરવા લાગી. નિર્દોષ બાળાનું માથું મૂંડાવીને તેના હાથ-પગમાં બેડી નાખીને નીચે ભોંયરામાં નખાવી દીધી. ત્રણ દિવસ સુધી શેઠને પણ ખબર ના પડી. ત્રીજા દિવસે શેઠને જાણ થઈ તો તેઓ ભારે દુઃખી થયા. એને ભોંયરામાંથી બહાર કાઢી. પહેલાં એને ખાવા માટે સૂપડાના ખૂણા જેટલા અડદના બાકળા આપ્યા. ત્યારે ચંદના વિચારી રહી કે કોઈ ભિક્ષુક મળે તો તેને ભોજન કરાવું. ચંદનાનાં અહોભાગ્ય કે પાંચ મહિના અને પચ્ચીસ દિવસના ઉપવાસી પરમાત્મા મહાવીર દેવ ભોજનના સમયે ચંદનાની પાસે આવ્યા, પરંતુ એની આંખોમાં આંસુ નહીં જોતાં પાછા ફર્યા. પછી ચંદનાની આંખોમાં આંસુ જોતાં જ પ્રભુ પધાર્યા અને ચંદનાએ અડદના બાકળા પ્રભુને વહોરાવ્યા. સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ.
( અતિ સુકુમાલ )
જ્યારે અવંતિ સુકુમાલ ૩૨ પત્નીઓની સાથે વૈભવવિલાસમાં મગ્ન છે, ત્યારે આર્ય સુહસ્તિસૂરિ ૫OO મુનિઓની સાથે અશ્વશાળામાં રાત્રીના સમયે નલિનીગુલ્મ વિમાન નામના અધ્યયનનું પરાવર્તન કરાવી રહ્યા હતા. તે અવંતિએ સાંભળ્યું. તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમણે દીક્ષા લીધી, રાત્રે અનશન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org