SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૨૫૩ કરીને સ્મશાનમાં ધ્યાનસ્થ રહ્યા. ત્યાં પૂર્વજન્મની પત્ની લીમડી એમના પગથી પેટ સુધીનો ભાગ ખાઈ ગઈ. મુનિ અવંતિ સુકુમાલ સમાધિ-મરણ વડે નલિની ગુલ્મ વિમાનમાં ગયા. એમની માતા અને પત્નીઓએ અત્યંત રુદન-વિલાપ કર્યો. અગ્નિસંસ્કાર કરીને ગુરુમહારાજ પાસે આવી અને વૈરાગ્યોપદેશ સાંભળીને દીક્ષા લીધી. એક સગર્ભા પત્ની ઘરે રહી, તેને પુત્ર થયો. તેણે અવંતિ પિતાના સ્થાન પર ઉજજૈનમાં અવંતિ પાર્શ્વનાથનું મંદિર બનાવડાવ્યું. (શ્રી હરિભદ્રસૂરિ ) હતો અહંકાર આકાશ સમો, તો નમ્રતા સાયરનીર; ન સમજાયું ત્યાં નમી, હરિભદ્ર તમે થયા સૂરિ જ્ઞાનપીર. ચિત્રકૂટના મહારાજના પુરોહિતનો ગૌરવવંતો મોભો, દર્શનશાસ્ત્રની અગાધ વિદ્વતા હોવા છતાં બાળક જેવી સરળતાથી હરિભદ્રમાં રહેલું આ વ્યક્તિત્વ ભલભલા પંડિતોને અકળાવી મૂકતું. નાના-નવા વિદ્યાર્થી જેવો જિજ્ઞાસુ ભાવ તેમનામાં ભરેલો હતો. નવું જાણવું, સાંભળવું અને સમજવું–આ માટે હરિભદ્ર હંમેશાં ઉત્સુક રહેતા. કુલ અને વંશપરંપરાગત મિથ્યા શાસ્ત્રોનો વારસો હરિભદ્ર પુરોહિતને સ્વાભાવિકપણે મળેલો હતો. આથી જૈન શાસ્ત્રો, જૈન દર્શન કે તેનાં પવિત્ર ધર્મસ્થાનો પ્રત્યે તેમને સહેજે અરુચિભાવ હતો. જો બની શકે તો આ બધાથી દૂર રહેવાને તેઓ ટેવાયેલા હતા. એક બપોરે ખાસ કારણસર રાજદરબારમાં જવાનો અવસર આવ્યો. રસ્તેથી પસાર થતાં તે પંડિતની પાછળ “ભાગો, નાસો, ગાંડો હાથી દોડતો આવે છે'ની બૂમો સાંભળીને હરિભદ્ર પંડિતે પાછું વાળીને જોયું અને ત્યારે તો જાણે સાક્ષાત્ મૃત્યુ ધસી આવતું હોય તેવો રાજહસ્તી મદોન્મત્ત બનીને જે અડફેટમાં આવે અને પછાડતો અને ઘનઘોર ગર્જનાઓ કરતો દોડ્યો આવતો હતો. પંડિતજી અકળાયા, શું કરવું? ક્ષણભર મૂઝવણમાં મુકાયા. રસ્તો નાનો હતો. દોડીને આગળ જવામાં ભયંકર તકલીફ હતી તેથી બાજુના મકાનમાં તેઓ ઘૂસી ગયા. પંડિતજીએ અંદર જઈ જોયું તો તે મકાન ન હતું, પણ સુંદર જિનમંદિર હતું. શ્રી વીતરાગ અરિહંત દેવની ભવ્ય મૂર્તિ સામે બિરાજમાન હતી. આમ, જોગાનુજોગ તેમના જીવનમાં, સર્વપ્રથમ, જિનેશ્વરદેવનું શરણ રક્ષક બની ગયું. આવો જ એક પ્રસંગ બીજો બની ગયો. ઉપાશ્રયમાં બિરાજમાન સાધ્વીશ્રી યાકિની મહત્તા ઊંચા અને મધુર કંઠે એક ગાથા ઉચ્ચારી રહ્યાં હતાં. બરાબર એ જ સમયે પંડિત હરિભદ્રજી ત્યાંથી પસાર થતાં તેમના કાને એ સ્વર પડ્યા. તેઓ ઊભા રહ્યા. ગાથા સાંભળી, પણ અર્થ ન સમજાયો. પંડિતજીએ એક પ્રતિજ્ઞા કરી હતી કે, જે કોઈની પાસેથી હું ન સમજી શકું એવું નવું જાણવાનું મળે, તો હું તેનો શિષ્ય થઈને રહું. તેઓ ઉપાશ્રયમાં પ્રવેશ્યા. સાધ્વીજી સન્મુખ જઈ ગાથાનો અર્થ પૂછ્યો. સાધ્વીજીએ પોતાની મર્યાદા સમજાવી તેનો અર્થ જાણવા આચાર્યશ્રી પાસે જવા કહ્યું. પંડિતજીએ આચાર્યશ્રી જિનભદ્રસૂરિજી પાસે જઈને એ ગાથાનો અર્થ જાણ્યો. જેના અર્થરૂપે જૈન સિદ્ધાંતોમાં રહેલા કાળ આદિના પ્રસંગોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy