SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ] [ જૈન પ્રતિભાદર્શન અનુભવ અને સુસંવાદી સ્વરૂપને સાંભળ્યા-સમજ્યા પછી હરિભદ્રજીનો પોતાના જ્ઞાનનો ગર્વ ઓગળી ગયો અને જૈનદર્શન શાસ્ત્રોનું અધ્યયન કરવાની તાલાવેલી લાગી. આચાર્ય મહારાજ પાસે જૈન દીક્ષા લીધી. મિથ્યાત્વનો અંચળો દૂર થયો, ધર્મ ગ્રંથોની રચના કરવા માંડી. તેમને સૌપ્રથમ માર્ગદર્શક બનીને જેણે નવી ગાથાનું શ્રવણ કરાવ્યું તે યાકિની સાધ્વીજીને પોતાની ધર્મમાતા તરીકે કદી ન ભૂલ્યા અને તેથી જ તેઓ ‘યાકિની મહત્તરાસુનુ' તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેમણે ૧૪૪૦ ગ્રંથોની રચના કરી, જેમાં ચાર ગ્રંથો બાકી હતા. જે ચાર ગ્રંથના સ્થાને ચાર સ્તુતિ બનાવી. ચોથી શ્રુતદેવીની સ્તુતિનું પ્રથમ ચરણ રચાયું અને તેમની બોલવાની શક્તિ બંધ થઈ ગઈ. બાકીની ત્રણ ચરણરૂપ સ્તુતિ તેમના હૃદયના ભાવ મુજબ શ્રીસંઘે રચી. તે ત્રણ ચરણ શ્રી સંઘ દ્વારા ‘ઝંકારા રાવ સારા’ પક્ષી અને સંવત્સરી પ્રતિક્રમણમાં અદ્યાપિ ઉચ્ચ સ્વરે બોલાય છે. નિશ્ચલધર્મા ઃ પરમાર્હતી સતી સુલસા સમરતા સુલસા હશો તમે, શ્વાસે શ્વાસે વીર વીર તેથી જ ભવિ તીર્થંકર થઈ, તમે તારશો અનેક ભવનીર. રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તેને ત્યાં નાગ નામનો સારથિ હતો. તેને શ્રેષ્ઠ શીલગુણે શોભતી સુલસા નામે સ્ત્રી હતી. બીજા શ્રેષ્ઠીના પુત્રોને આંગણામાં મસ્ત રીતે રમતા જોઈ તે ચિંતવવા લાગ્યો કે, ‘“અહો! જ્યાં નાનાં નાનાં બાળકો ન હોય તે ઘરોને ઘર ન કહેવાય. હું....મારે સારો વૈભવ છતાં સંતતિ નથી તે સારું નહીં'' એ વિચારે તે ચિંતા કરવા લાગ્યો. પોતાના પતિને શોક સહિત દેખી સુલસા બોલી કે, ‘‘સ્વામી! તમે શા માટે ખેદ કરો છો? ધર્મને વિશેષપણે સેવો ને. ધર્મના પ્રભાવથી તમારી બધી વાંછા પૂર્ણ થશે. અને આજથી હું પણ વિશેષપણે ધર્મનું આરાધન કરીશ.'' નાગરથિકે એકદા શ્રી ગુરુની સન્મુખ એવો નિયમ કરેલ કે, મારે હવે કદાપિ બીજી સ્ત્રી કરવી નહીં.'’ બંને જણ ધર્મ-આરાધના સારી રીતે કરતાં હતાં; પણ પુત્ર ન હોવાની ચિંતા નાગરથિકને સતાવ્યા કરતી હતી. પતિની આ સ્થિતિ જોઈ સુલસાએ એકદા પૂછ્યું, ‘‘અહો પ્રાણેશ! કેમ, શેની ચિંતા કરો છો? આમ ખોવાયા જેવા કેમ રહો છો? આપના ચિત્તને વિષે જે ચિંતા હોય તે કહો.'' પ્રિયાનાં આવાં વચન શ્રવણ કરી નાગરિથક હસીને બોલ્યો, ‘‘હે પ્રિયે! મારે તારાથી છાનું કંઈ નથી કે તને ન કહેવાય, તને અદ્યાપિ પુત્ર થયો નહીં એનું મને બહુ દુઃખ લાગે છે.'' પતિનાં આવાં વચન સાંભળીને સુલસા બોલી, “હે સ્વામિનાથ! મારા ઉદરથી બાળકની ઉત્પત્તિ થશે નહીં એમ લાગે છે. માટે આપ બીજી સ્ત્રી કરો, તેને પુત્ર અવતરશે. એટલે આપ પુત્રવાન થશો.'' ત્યારે પતિએ કહ્યું, ‘‘હે પ્રાણેશ્વરી! જો કોઈ મને રાજ્ય સહિત પોતાની પુત્રી આપે તો પણ હું બીજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy