SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ધમાન તપની સો સો ઓળીની જેના જીવનમાં ગજબની તપસ્યાઓ ચાલતી હોય છતાં પ્રસિદ્ધિ અને આડંબરથી જેઓ હંમેશા અળગા રહ્યાં છે એવી પ્રતિભાઓની જીવન સૌરભને વાયુ લહરી બનાવી આ ગ્રંથના માધ્યમે વાતાવરણમાં મૂકવાનો આ એક નમ્ર પ્રયાસ છે. મખમલી રેશમી ગાલીચાઓનું મમત્વ છોડીને જેમણે પોતાની અઢળક સંપત્તિનો સાતેય ક્ષેત્રમાં સદુપયોગ કરી પુણ્ય પાથેય બાંધ્યું છે, જેમના જીવનની મંગલયાત્રામાં સાધુ-સાધ્વીજીઓના મંગલ દર્શન અને ઉપદેશ શ્રવણ ક્રાંતિની ચિનગારી પ્રગટી હોય, લાખોના ખર્ચે ભાવનગરના કૃષ્ણનગરમાં ઉપાશ્રય બંધાવનાર પોતાનું ક્યાંય નામ ન આવે તેવી કાળજી લ્ય છે. આવા મૂઠી ઉંચેરા માનવીના પરિચયોથી આપણે વાકેફ થવું જ પડશે. મહામંત્રી ઉદયન કે આંબડ મહેતાની જેમ અ-મારીની ઘોષણા વિસ્તારવા સ્વોપાર્જિત દ્રવ્યમાંથી કે પરંપરાગત દ્રવ્યમાંથી દેરાસરો અને પૌષધશાળા બનાવી હોય, પુણ્ય સ્મૃતિઓ કોઈને કોઈ રીતે ચિરંજીવી બની હોય, જેમણે આગમોના વિશાળ જ્ઞાનભંડારો અને પાઠશાળાઓ સ્થાપી હોય, જીવનભર સુસંચાલન કર્યુ હોય, વિદેશની તદ્દન અજાણી ધરતી ઉપર નવો જ વસવાટ બનાવી વર્ષોથી ત્યાં સ્થિર થઈ દૂધમાં સાકરની માફક ભળી જઈને શાકાહાર ટકાવી રાખી જેન પરંપરાની રક્ષા કરી હોય, પરદેશમાં પણ દેરાસરો અને અન્ય આયોજનો હાથમાં લીધા હોય. સાધર્મિક ભકિત દ્વારા મૂંગી સેવા અને શાસન પ્રભાવના કરી હોય તેવા સંસ્કાર પ્રેમીઓના ગુલાબી પરિચયો આ ગ્રંથમાં જોવા મળશે. 'દીના દાંડી રૂપ ધર્મદ્યોત જિનમંદિરો જેમ આત્મકલ્યાણના જીવંત સ્મારકો જેમ બની શક્યા છે તેમ ધર્મપુરુષોના જીવનચરિત્રો પણ દીવા દાંડી રૂ૫ બનશે. વિવિધ ક્ષેત્રની જૈન પ્રતિભાઓને શબ્દોના ટાંકણે આ ગ્રંથમાં મૂર્તિમંત કરેલ છે. એમના જીવનની સૌરભ પ્રસરાવતી પુષ્પ પાંખડીઓ અને ધર્મસંસ્કારનું અનુપમ ચિત્ર ઉપસાવતી પુષ્પ પાંખડીઓ અને ધર્મસંસ્કારનું અનુપમ ચિત્ર ઉપસાવતી સંક્ષિપ્ત જીવનરેખાને શબ્દ દેહ આપી આ ગ્રંથના વિવિધ વિભાગોમાં રજૂ કરેલ છે. આ પ્રકાશન મોંઘામૂલનો એક ઐતિહાસિક વારસો બની રહેશે. મનોનિગ્રહ માટેની સતત મથામણ અને હૃદયંગમ ભાવના આ નવાયુગમાં પણ શ્રમણો અને શ્રાવકોના જીવન વ્યવહારમાં સૌ કોઈ સ્પષ્ટ જોઈ શકે એવી આપણા સૌની અભિવ્યક્તિ એટલે જૈન પ્રતિભાદર્શન. આપણા જીવનનું ધારક અને પ્રેરકબળ, આપણી સંજીવની, આપણી કુળપરંપરા અને સમ્યક ચરિત્રનું સુંદર શાબ્દિક આલેખન અને જૈન ચિંતન યાત્રાની સુલભ ભાષામાં રજૂઆત કરી છે. આ ગ્રંથ નથી પણ ગ્રંથમણિ છે. - સાક્ષરો અને તજજ્ઞોની વર્ષોની સિદ્ધિનો આ પરિપાક છે. જ્ઞાનકોષનું આ એક પગરણ છે અને ભાતીગળ સર્જન છે. રસજ્ઞોના જીવનના સંદર્ભગ્રંથ જેવું છે. જૈન દર્શનની વ્યાપક વિચારણાનું આ પ્રતિબિંબ છે. કલા સદ્દગુણો ત્યાગ અને સમર્પણની હકીકતોનો રસથાળ યાને વિશિષ્ટ નજરાણું વિશાળ જનસમુહ સુધી પહોંચાડવાનો અમારો આ નમ્ર પ્રયાસ આપ સૌ જરૂર વધાવશો જ. આ બધો યશ અંતે તો પરમાત્માના અનુગ્રહ અને , માતા સરસ્વતીની કૃપાને જ સોંપીએ છીએ. વિવિધ પાસાઓનું તત્ત્વાન્વેષણ કલમને ટાંકણે, શબ્દોના ફલક ઉપર આ ગ્રંથમાં જૈન પ્રતિભાઓને આલેખવાનો તજજ્ઞોના સહયોગથી નમ્ર પ્રયાસ થયો છે. પ્રતિભાઓની મંગલજીવનયાત્રાની, ભાવધર્મની ભવ્યતાની, તપધર્મની, દાન ધર્મની, પ્રજ્ઞાની, ઉત્થાનની વિભાગવાર અત્રે ચર્ચા કરી છે. પરમ વીતરાગદશા પ્રાપ્ત કરવાના અનેક માર્ગો બતાવ્યા છે. અહિંસા ધર્મનો મહાન ઉદ્યોત કરનાર ધર્મચક્રવર્તીઓના સુમધુર જીવન માંડણીનું સુપેરે આ ગ્રંથમાં દર્શન કરાવ્યું છે. આ ધર્મશીલ પ્રતિભાઓના જીવન કવનને વાંચન મનન દ્વારા વિશ્વ મંગલકારી જીવનની ઉષા આપણા સૌના જીવનમાં પણ શુભ કંકુ પગલાં કરે. આપણા સૌ કોઈનો આત્મા અવિચલ પદનો અંતર્યામી બની રહે એવી મંગલ પ્રાર્થના - અભિલાષા. શ્રી ચતુર્વિધ સંઘની એકતામાં શ્રેષ્ઠિઓનો સિંહફાળો કાળબળે જ્યારે જયારે ચતુર્વિધ સંઘની એકતા તૂટી કે સંપ જોખમાયો ત્યારે ત્યારે સત્યના આગ્રહી બનીને શ્રાવકોએ પણ પોતાની જવાબદારી અદા કરી છે. શેઠ કરતુનાઈ લાલભાઈના પૂર્વજોએ આ દિશામાં ઘણી સારી સેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy