SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ બજાવી છે. વિક્રમની સત્તરમી સદી જૈન ધર્મની પરંપરા અને ગૌરવ વધારનારી સદી હતી. રાજનગરના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી, આગ્રાના કુમારપાળ સોજપાળની બાંધવ બેલડી ભદ્રેશ્વરના વર્ધમાન શા અને પાસિંહ શા એ બે ભાઈઓ, બીકાનેરના કરમચંદ, જેસલમેરના પીરૂ શાહ વગેરે શ્રાવકરત્નોએ એ સદીમાં ગૌરવભર્યા ઈતિહાસ રચી ગયાં. વર્તમાન સમયના શ્રેષ્ઠિઓ આપણુ વર્તમાનચિત્ર પણ ઉજળુ રહ્યું છે. શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈની સત્યપ્રિયતા કે ગુલાબચંદજી ઢઢ્ઢાની કર્તવ્યપરાયણા યાદ કરવા જોઈએ. ઉત્તમધર્મ અને અનુપમ વારસો ધરાવનાર શેઠ અરવિંદ પન્નાલાલની તીર્થરક્ષા માટેની ધગશ અગરચંદજી હાટા કે રાવતમલ જૈન મણિને અને બેરીસ્ટર દીપચંદભાઈ ગાર્ડની શાસનનિષ્ઠા ભારોભાર ઉત્તમ કોટિના ગણાયા છે. જયભિખુ અને રતિલાલ દીપચંદ દેસાઈની શ્રુતપાસના ખરેખર પ્રશંસાપાત્ર બન્યા છે. તન મન ધન સર્વસ્વનું સમર્પણ કરનાર કાન્તિભાઈ સાચેજ હસ્તગિરિ તીર્થના સર્જક શિલ્પીનું માન ખાટી ગયા. જૈન સાહિત્યમાં શ્રાવક ભીમસિંહ માણેક, દલસુખભાઈ માલવણિયા, કાન્તિભાઈ કોરા, પરમાનંદ કાપડીયા, ભોગીલાલ સાંડેસરા આ બધા જૈન શાસનના ભૂષણ રૂપ નિધિ સ્વરૂપો રહ્યાં. કલકત્તાના ગણેશ લલવાણી પણ સાચા અર્થમાં ઋષી જેવા હતા. સંપ્રદાયની સંકીર્ણતાથી ઉંચે ઉઠીને એમણે ધર્મને ખરેખર પચાવી જાણ્યો હતો. થોડા સમય પહેલા જ ગિરિરાજ ઉપરના ઐતિહાસિક અભિષેક પ્રસંગે શેઠ શાંતિ બાલ અને રજનીભાઈ દેવડીના ભક્તિભાવનો સાગર લોક હૃદયમાંથી ક્યારેય ભૂંસાશે નહી. કે.પી. સંઘવી, ભેરૂમલજી કે ગાર્ડ સાહેબ આ કાળના જગડુશા ગણી શકાય. જીવનભર સાધુ સાધ્વીઓની વૈયાવચ્ચ કરનાર જીવતલાલ પ્રતાપશી કે જામનગરના ફુલચંદ તંબોળી આપણા જૈન શાસનના મૂલ્યવાન રત્નો હતા. શમણ સાકાર થયું આ ગ્રંથના વણાટ અને વ્યાપ સાથે એક આકરગ્રંથની સુભગ ઝાંખી કરાવવાનો લાંબા સમયથી જે એક સંકલ્પ હતો - મારા ઉપર વાત્સલ્ય અને અનુગ્રહના મંગલમેઘ વરસાવીને મારી જીવનયાત્રાને અને મારા સંકલ્પોને યોગ્ય દિશા તરફ વાળવામાં સમર્થ સાર્થવાહ સમા પૂ. આચાર્યભગવંતો જેઓની સ્નેહસાગરની ઝલકે છેલ્લા બે દશકામાં જૈન સંદર્ભ સાહિત્યનું ઘણું મોટું અદ્દભૂત કામ થયાનો પરમ સંતોષ અને આનંદ અનુભવું છે. પ્રતાપી પૂર્વજોએ ગુણાનુરાગની ગંગા વહાવી જેનું આચમન, જિજ્ઞાસુજગતને દીર્ધકાળ સુધી ભારે મોટું પ્રેરક બળ આપી રહેશે. મૃત્યુને પણ મહામહોત્સવ માનનારાપૂર્વકાલીન મહાપુરુષો ભલે આજ દેહરૂપથી અસ્ત હોય પણ એ પ્રતિભાઓની કીર્તિનો સૂર્ય જૈન શાસનના ગગન મંડળમાં હંમેશ માટે ઝળહળતો રહેશે. આ ગ્રંથમણિ લબ્ધિવંતોનો અનુગ્રહ પ્રાપ્ત કરાવશે. એનું વાંચન મનન જીવન તારનાર બનશે. આ સર્વગ્રાહી પ્રકાશનમાં જિન શાસનની યત્કિંચિત સેવા દ્વારા અમે જો કાંઈ પુણ્ય ઉપાર્જન કર્યું હોય તો તેના ફળસ્વરૂપે અમને ભવોભવ જિન શાસનની સેવા દ્વારા ભગવાન પાર્શ્વનાથનું શરણુ મળજો. અને માતા પદ્માવતીજીની કપાદૃષ્ટિ હંમેશા અમારા ઉપર મંડાયેલી રહે એટલી જ અભ્યર્થના. જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી સદાચારી ગુણવાન પુરુષોનો સંગ મળતો રહે. આત્મતત્વની ભાવના બળવત્તર બનતી રહે છેવટે અજન્મપદના સ્થાન માટે આ જીવની અદમ્ય તાલાવેલી છે. ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં અપૂર્વ ભક્તિભાવનું પ્રતિભાદર્શન) ઈતિહાસએ એક અરીસો છે, જેમાં ભૂતકાળમાં બનેલા બનાવોનું પ્રતિબિંબ ઝીલાતુ હોય છે. એજ રીતે વર્તમાનનું સમજવું એ એની એક આગવી વિશેષતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy