SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનના શ્રાવક શ્રાવિકાઓની ભક્તિ ભાવનાનો જગતમાં જોટો જડવો મુશ્કેલ છે. મંત્રીશ્વર પેથડકુમારની અજોડ ગુરુભકિત, કુમારપાળ મહારાજાની જિનભક્તિ, ગુરુ ભક્તિ, સાધર્મિક ભક્તિ વગેરે સંબંધે ઈતિહાસમાં ઠીક ઠીક પાના રોક્યા છે. બ્રિટન અમેરિકા જેવા વિશ્વના ઘણા દેશોમાં જૈન ધર્મના સ્થાનકોની રચના, સ્થાપના, આંખોને ઠારતા અને દિલમાં આશ્ચર્ય પેદા કરતાં અદ્દભૂત કલાકારીગીરીયુકત જિનમંદિરોની રચના, અદ્દભૂત જ્ઞાનભંડારો, અને તેની જાળવણી, જિર્ણોદ્ધારો આ બધુ જ શ્રાવકોની અપૂર્વભક્તિભાવની છડી પોકારે છે. આપણે પણ એમાં સૂર પૂરાવીએ. (તપ ત્યાગનો અજોડ મહિમા અકલ્પનીય તપ અને ત્યાગના આરાધકોથી ઓપતુ અને દીપતું એવું આ જૈન શાસન છે. આ જગતમાં કોઈપણ ધર્મશાસન તપ અને ત્યાગ વિના ટકી શક્યું નથી, ટકવાનું પણ નથી. સામાન્ય એવો થોડો ઘણો તપ કે ત્યાગ જ્યાં જોવા મળે છે. ત્યાં લોકો ઝૂકી પડે છે. જ્યારે આ તો લોકોત્તર જૈન શાસનનો તપ અને ત્યાગ લોકોને આશ્ચર્યચક્તિ કરે અને હૈયાના અહોભાવથી લોકો ઝૂકી જ પડે એમાં શી નવાઈ ? આ ગ્રંથમાં આપણને વિરલ એવા તપસ્વી અને ત્યાગીઓના એકાદ બે નહિ પણ અનેક દૃષ્ટાંતો મળી રહેશે. આજસુધીમાં એના કરતાં પણ કઈ ગુણા ભવ્ય ભાગ્યશાળી આત્માઓ અત્યાર સુધીમાં થઈ ગયા છે. વિચાર તો કરો છ-છ મહીનાના સળંગ ઉપવાસ, વર્ષો સુધી મા ખમણ, સામુદાયિક મા ખમણ, સિદ્ધિતપો, અઠ્ઠાઈથી વીસ સ્થાનક, વર્ષો સુધી સળંગ વર્ષીતપ, દર વર્ષે સિદ્ધિતપ, જીવનપર્યત વર્ધમાન આયંબિલ તપ, જીવનભર આયંબિલ, નવપદજીની ઓળીઓ જીવનભર એવા અનેક પ્રકારની આરાધના કરનારા ભૂતકાળની જેમ વર્તમાનમાં છે પણ જોવા મળે છે. આવા અપ્રતીમ તપ અને ત્યાગના પ્રભાવે જ મહામહિમાવંત જૈન શાસનનો યશ ચોતરફ ફેલાયેલો છે. આવા ત્યાગમય જૈન શાસનને કોટિ કોટિ નમન. ચોક પ્રશસ્ત્ર પ્રયાસ જિન શાસનની પ્રતિભા જ પ્રતિભાવંત પુરુષોને પકવવામાં હંમેશા નિમિત્ત બનતી હોય છે. ઐતિહાસિક પ્રાચીન ગ્રંથોના આધારે પવિત્રાત્મા કે પુણ્યાત્માઓના પુરા પરિચયો પાછળથી થાય છે. પ્રતિભાવંતના વ્યક્તિત્વને બીરદાવવા મન - મયુર નાચે છે, પણ વ્યકિતની જ વિદાય પછીની અભિવ્યકિત જેમ તે તે પ્રતિભાવંતનો પરોપકાર નથી કરી શકતી તેમ. - જ્યારે સાવ અર્વાચીન અને આધુનિક યુગના જીવંત વ્યક્તિઓના વ્યકિતત્વને જીવંત સ્વરૂપે રજૂ કરી જતુ પુસ્તક “બહુરત્ના વસુંધરા'' (ભાગ - ૧ થી ૪ ગુજરાતી - હિન્દીમાં પ્રગટ થયું જે આ પ્રતિમા ગ્રંથના સમર્થન સ્વરૂપ છે. ગુણાનુરાગી ગણીવર્ય પૂ. મહોદયસાગરજી મ. તથા શ્રુતપ્રેમી મુનિશ્રી જયદર્શનવિજયજી મ. ના સાંયોગિક પ્રયાસથી પ્રકાશનમાં આવેલ તે પુસ્તક વર્તમાનકાલીન પ્રતિભાવંતોની પીછાન માટે અવગાહવા જેવું તો જરૂર છે જ. પૂ. મુનિ શ્રી જયદર્શનવિજયજી મહારાજશ્રીએ આ ગ્રંથને અનુરૂપ “વિવિધ ક્ષેત્રે પ્રતિભાદર્શન' કરાવતી લેખમાળાનું સર્જન કરી આ ગ્રંથની ગૌરવતા વધારી છે. તેમના જીવનવિકાસની અનેક વાતો વિસ્મયકારી છતાંય અત્યલ્પ શબ્દોમાં વિવિધ લેખનો દ્વારા આ ગ્રંથમાં પ્રસ્તુત છે. સમાપન અને આભાર દર્શન જાણીતા સાક્ષરો અને લેખકોની કલમે આ ગ્રંથમાં લખાયેલી લેખપ્રસાદી જેનપ્રતિભાઓને જાણવા સમજવા અભ્યાસ કરનારાઓને આ બધી માહિતી ઠીક રીતે ઉપયોગી બની રહેશે તેનો અમને પરમ સંતોષ છે. ગ્રંથને સમૃદ્ધ બનાવવામાં સાક્ષરોએ આપેલા સહયોગ માટે તથા મિત્રો, સ્નેહિઓ અને વિવિધ વર્ગના શ્રેષ્ઠીવર્યોએ આપેલા પ્રોત્સાહન માટે આ સોના અમે અત્યંત ઋણી છીએ. પૂ. શ્રવણ ભગવંતોના સાંપડેલા આશીર્વાદ તથા નામી અનામી ઘણા મોટા સમૂહે આ કાર્યને જે હુંફ અને પ્રેરણા આપ્યા છે તેથી એ સૌનો ફરી ફરી આભારી છું. આ ગ્રંથ પ્રકાશનમાં જાણે અજાણે પણ જૈન ધર્મ કે જૈન પરંપરા કે જિનાજ્ઞા વિરૂદ્ધ કોઈપણ જાતનો ઉલ્લેખ થયો હોય કે ક્યાંય પણ જરા સરખો પણ અનાદર કે અવિવેક થયો હોય કે બીજી કોઈ ક્ષતિઓ હોય તો તે બદલ અંતઃકરણ પૂર્વક ક્ષમા માંગીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy