SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ 'પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા. - પ્રેરકબળ બની રહ્યાં ઇ.સ. ૧૯૬૪માં રાજકારણ છોડ્યા પછી છેલ્લા ત્રણ દાયકામાં સંદર્ભસાહિત્યનું જે કાંઈ પ્રકાશન થયું તેના પાયામાં જૈનાચાર્યોના આશીર્વાદ અને મારા તરફની અપાર લાગણીઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. વીસ વર્ષ પહેલા આ.શ્રી લબ્ધિસૂરિજી મ.સા.ને વંદન કરવા નિમિત્તે મુંબઈમાં મળવાનું બન્યું. અમિતા ગ્રંથ શ્રેણીમાં પૂજયશ્રીએ રસ લીધો અને પછી તો સંપર્કની ગાં-પ્રીતિ બંધાણી જેને હું મારુ પરમ સદ્ભાગ્ય સમજયો છું. ચારેક દળદાર ગ્રંથરત્નોના વિમોચન પ્રસંગો પૂજ્યશ્રીની નિશ્રામાં શાનદાર રીતે ગોઠવાયા, પૂજ્યશ્રીની ભાવવાહી લાગણીઓ અને વાત્સલ્યભર્યા સાનિધ્યને કારણે અમારી પ્રકાશન પ્રવૃત્તિને હમેશા વેગ મળતો રહ્યો. જૈન પાઠશાળાઓ અને પંડિતો તથા જૈન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે સતત ચિંતા સેવનાર પૂજ્યશ્રીએ આ ગ્રંથના સંપાદકની પીઠ થાબડીને આ પાંચમી વખત પ્રેરક નિશ્રા પ્રદાન દ્વારા સાહિત્યસર્જનના કાર્યમાં નવો પ્રાણ પૂર્યો છે. આ યશસ્વી કાર્યની સંપન્નતા પૂજયશ્રીને આભારી છે. શ્રાવકપરંપરાને કેન્દ્રમાં રાખીને સંપાદિત આ ગ્રંથ મારા માટે જીવનની ધન્યતાનો પર્યાય બની રહેશે. થિી ( ધૂળમાં ધરબાયેલા આપણા પંડિતરત્નોને ઓળખીએ આજુબાજુની અનેક સ્થળ ઉથલપાથલો વચ્ચે પણ પલાંઠી વાળીને શાસ્ત્રો દર્શનોના ચિંતન સ્વાધ્યાયમાં જ ખૂખ્યા રહેતા પંડિતો સર્વત્ર હોવા જ જોઈએ, છે જ. ભાવનગરમાં જેમને મળવાથી સમૃદ્ધિ વધે તેવો જ્ઞાન ભંડાર પ્રોફેસર જનાર્દનભાઈ દવે છે. ઉપનિષદો, મહાભારત અને ભાગવત જેવા વૈદિક દર્શનો સાથે જૈનદર્શન અને તંત્રોના ૬૫ વર્ષે પણ ક્ષીણ થતા આયુષ્ય સ્વાધ્યાય પ્રવચનો કરતા આ સાક્ષર મહાશય પ્રચાર પ્રસારના આડંબરથી હમેશા દૂર રહ્યાં છે. એમને મળવું એ જીવનનો એક લ્હાવો છે એવા જ સાદાઈની મૂર્તિ સમા વયોવૃદ્ધ પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈ, શ્રી માણેકલાલ, શ્રી રસિકભાઈ, શ્રી દલપતભાઈ, શ્રી ધીરૂભાઈ, શ્રી વસંતભાઈ અને શ્રી પ્રવિણભાઈ તેમજ કપુરચંદભાઈ વારૈયા છે. સંસ્કૃત-પ્રાકૃતના આ બન્ને તજજ્ઞોને આચાર્ય શીલચંદ્રસૂરિજી મ. બહુમાનથી નિહાળે છે. એવા જ બીલીમોરાના ડૉ. કવિન શાહ, મુંબઈના વસંતભાઈ દોશી, થાણાના જે કે સંઘવી વગેરે અને તમામ શ્રુતજ્ઞાનદાતા પંડિતવર્યો આપણું સાચું ધન છે. ઋણ સ્વીકાર આ સુંદર આયોજન આકાર લઈ રહ્યું--તેમાં છેક શરૂઆતથી જ ઘણા સાહિત્યરસિક પૂ. મુનિ ભગવંતોનો પ્રત્યક્ષ અને પરોક્ષ જે સહ્યોગ પ્રાપ્ત થયો તેમાં શાસનપ્રભાવક પૂ. આચાર્યદેવશ્રી લબ્ધિસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી શીલરત્નવિજયજી મ. પૂજય આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી મ. આ.શ્રી ગુણરત્નસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. પં.શ્રી રમિ-રત્નવિજયજી મ.નો સહયોગ ભૂલાય તેમ નથી. ઉપરાંત પૂ. પં.શ્રી હર્ષસાગરજી મ., તેમજ પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી પ્રેમસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. પં.શ્રી હેમચન્દ્રવિજયજી મ., પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મ., પૂ.મુનિશ્રી દેવરત્નસાગરજી મ. વગેરેના અમે અત્યંત ઋણી છીએ. આ ગ્રંથના છાપકામમાં સોનગઢ કહાન મુદ્રણાલયવાળા જ્ઞાનચંદભાઈ, અરિહંત કોમ્યુટર ગ્રાફિક્ત સોનગઢ તથા પારસ કોમ્યુટર ભાવનગરે ખૂબ જ કાળજી લઈ સુંદર સેવા આપી છે. ઉપરાંત છબીઓ અને ટાઈટલ ચિત્ર વગેરેના છાપકામમાં અમદાવાદના જયસ્કેન ગ્રાફિક્સવાળા શ્રી રમણભાઈ તથા તેમના પુત્ર ભાવેશભાઈ અને ગજ્જર ઓફસેટના સુંદર સહયોગ બદલ તે સૌના પણ અમે ઋણી છીએ. –નંદલાલ દેવલુક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy