________________
રસિક અને રોમાંચક, પ્રેરક અને પ્રભાવક
[પ્રાસ્તવિક નોંધ]
rદL
(ડૉ. રમણલાલ ચી. શાહ)
[તંત્રી : “પ્રબુદ્ધ જીવન'].
મારા મિત્ર શ્રી નંદલાલદેવલુક માહિતી સભર, દળદાર સમૃદ્ધ ગ્રંથશ્રેણીના પ્રકાશન માટે સુવિદિત છે. એમણે અગાઉ પ્રગટ કરેલા વિશિષ્ટ મોટા ગ્રંથો ઉપરાંત છેલ્લાં થોડાં વર્ષોમાં “શાસન પ્રભાવક શ્રમણ ભગવંતો', “જિનશાસનનાં શ્રમણીરત્નો', “શ્રી ગુરુ ગૌતમસ્વામી’, યક્ષરાજ શ્રી માણિભદ્રદેવ', “શાસનદેવી શ્રી પદ્માવતી માતા' જેવા અમૂલ્ય, માહિતીકોશ જેવા અધિકૃત ગ્રંથો પ્રકાશિત કરીને જૈન શાસનની મૂલ્યવાન સેવા બજાવી છે. અખૂટ સાહિત્યરસ, ઊંડી ઉપાસના અને મિશનરી ઉત્સાહ વગર આવાં કાર્યો થઈ ન શકે. વિશેષ આનંદની વાત એ છે કે જે કાર્ય કોઈ સંસ્થા મોટા બજેટ સાથે અને પાંચ સાત માણસોનો સ્ટાફ રોકીને કરે તેવું કાર્ય એમણે એકલે હાથે કર્યું છે. એ માટે એમને સુપ્રતિષ્ઠિત લેખકોનો અને સાધુ-સાધ્વી ભગવંતોનો સુંદર સહકાર હંમેશાં સાંપડતો રહ્યો છે. આવી ખર્ચાળ યોજનાઓ પાછળ એમણે પોતાની જાત ઘસી નાખી છે. આવાં સમર્થ ગ્રંથરત્નો તૈયાર કરવા માટેનું એમનું સ્વૈચ્છિક સ્વાર્પણ સરાહનીય છે.
શ્રી નંદલાલભાઈ હવે “જૈન પ્રતિભાદર્શન' નામના દળદાર ગ્રંથ સાથે આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. જૈન શાસનના શ્રમણ ભગવંતો અને શ્રમણી ભગવંતો વિશે અઢળક માહિતી પૂરી પાડનાર શ્રી નંદલાલભાઈને એમ લાગ્યું કે જૈન શાસનની પરંપરાની શોભા વધારનાર ગૃહસ્થોએ શ્રાવક-શ્રાવિકાઓએ વિવિધ ક્ષેત્રે જે અનેરું યોગદાન આપ્યું છે તેની માહિતી વિના શાસનની પરંપરાનો ઇતિહાસ અધૂરો જ ગણાય. એ દૃષ્ટિએ એમણે આ ગ્રંથનું કાર્ય કરી યથાર્થ રુચિ અને શક્તિ દાખવી છે. પરંતુ શ્રમણ ભગવંતો અને શ્રમણી ભગવંતો વિશે માહિતી જેટલી સરળતાથી ઉપલબ્ધ થાય તેટલી ગૃહસ્થો વિશે ન થાય એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org