SearchBrowseAboutContactDonate
Page Preview
Page 875
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૬ ) [ જૈન પ્રતિભાદર્શન સફળતાપૂર્વક પાર પાડ્યા, આ પ્રતિષ્ઠામાં થયેલ અમીઝરણાએ મહોત્સવને યાદગાર બનાવી દીધો. ધાર્મિકતા પોતાના લક્ષને પ્રાપ્ત કરવા જરૂર હતી. મેવાડ દેશોદ્ધારક જૈનાચાર્ય શ્રી જિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના સંપર્કમાં આવવાથી પૂજયશ્રીએ સંકલ્પ કરાવ્યો કે મનોજ તું ૨૫ વર્ષની ઉંમર સુધી અવિવાહિત રહીને દેશ-વિદેશમાં જૈનત્વનો પ્રચાર-પ્રસાર કર. તેમજ ૧OO૮ પ્રભુ પૂજન કરાવીને લોકોમાં ભક્તિભાવનો પ્રચાર કર. લક્ષ પ્રાપ્તિ સુધી સતત પ્રયત્નશીલ રહીને તેમણે ગુરુનું આપેલ લક્ષ દેશ-વિદેશ જઈને પૂર્ણ કર્યું. લોકકલ્યાણ અને આત્મકલ્યાણના આદર્શોની પૂર્તિના લક્ષની પૂર્ણાહુતિના પ્રસંગે ખાપર, નાગેશ્વર, ચાપડા તેમજ સિરોહીમાં ભવ્ય ધાર્મિક મહોત્સવસહ હજારો લોકોની ધર્મસભામાં તેમનું બહુમાનપૂર્વક અભિવાદન કરવામાં આવ્યું. સાથે સાથે શાસનરનની ઉપાધિથી અલંકૃત કરવામાં આવ્યા. ૨૫ વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ તેમના પરિવારે સાંસારિકતાની પરિપૂર્ણતા પ્રદાન કરવા માટે તેમના વિવાહ ઉદયપુર (રાજ.) ના શ્રી મંગલસિંહજી ચપલોતની સુપુત્રી સૌ. ઉષા સાથે કર્યા. ઉષા હરણને જીવનસાથી બનાવી તેમણે જીવનને આગળ વધાર્યું. સંસ્કારિત, સુશીલ, ધર્મનિષ્ઠ ધર્મપત્ની મનોજજીના દરેક ધાર્મિક આયોજનમાં પોતાનું પૂરે પૂરું યોગદાન આપી રહી છે. મનોજજી હરણે જે ઉંચાઈએ સન્માન જીવનમાં પ્રાપ્ત કર્યા છે તેમાં સૌ. ઉષા હરણનો મહત્વપૂર્ણ સહયોગ છે. સુંદર, સુશીલ, સંયમશીલ જીવન જીવવાવાળા સુસંસ્કારી સુપુત્ર પ્રવેશ હરણ તેમજ માતુશ્રીના ચરણ કમલ પર ચાલનારી સુસંસ્કારવાન સુપુત્રી ખૂબુ હરણે મનોજજી હરણને ખુશીઓથી ચકચૂર કરી દીધા. બન્ને બાળકો ગોવામાં અભ્યાસ કરી રહ્યા છે. તેમજ પિતા જેવી પ્રખર પ્રતિભા ધરાવે છે. બન્ને બાળકો માતા-પિતાના સંસ્કારો ગ્રહણ કરી જીવનને સર્વ કલ્યાણક બનાવવા પ્રયત્નશીલ છે. - દેવલોકમાંથી વિશિષ્ટ ક્ષમતા લઈને આવનાર વ્યકિત જ તે કાર્ય કરી શકે છે જે હજારો-લાખો લોકો માટે જીવન સફળ બનાવવાનું કારણ બની શકે છે. શ્રી મનોજભાઈ હરણે પોતાના સામાજિક અને ધાર્મિક જીવનમાં જે કાર્યો કર્યા છે તે આ કહાની કહે છે. તેમાંથી સહેજેય સંયમશીલ તેમજ ઉદાત્ત જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરી શકાય. ૧OO લગભગ જિનાલયોના નિર્માણ તેમજ જિર્ણોદ્ધાર કરવાની સાથે સાથે ૩૦૧ જિનમંદિરોમાં પ્રભુ પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર શ્રી મનોજભાઈ હરણે તેની સાથે સાથે ૬000 મહાપૂજનનો કાર્યક્રમ દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ કરાવી તેમજ વિશિષ્ઠ ધાર્મિક ઉપલબ્ધિ પ્રાપ્ત કરી અધ્યાત્મને ઉલ્લાસમય મહોત્સવ બનાવીને પોતાના જીવનને સફળ બનાવ્યું છે. તેમની પ્રતિભાની પ્રખરતા સાથે સાથે તેમની વિશિષ્ઠ ઉપલબ્ધિથી પ્રાપ્ત ધાર્મિક શક્તિ એ આજે ચારે તરફ અનુભવ કરી શકાય છે. બેંગકોકમાં ગૃહમંદિરની સ્થાપનાની સાથે હોંગકોંગ, સિંગાપુર, નેપાળ આદિ દેશોમાં જઈને પ્રતિષ્ઠા મહાપૂજન સંપન્ન કરાવીને જૈનધર્મની ધજાને વિદેશોમાં લહેરાવી લોકોને પ્રભુભક્તિનો સ્વાદ ચખાડયો છે. તેની સાથે કાંઠમાંડુ, બેંગકોક, હોંગકોંગ, લેસ્ટર આદિ સ્થાનોએ જઈને પ્રવચન દ્વારા લોકોની ધર્મભાવના જાગૃત કરી છે. નેપાલ દેશમાં થયેલ પ્રતિષ્ઠાનો પ્રસંગ આજે પણ લોકો યાદ કરે છે. અનેક સ્થાનોએ ઉપાશ્રય, દાદાવાડી, જૈનભવન, ધર્મશાળા, હોસ્પિટલ, સ્કૂલ આદિના નિર્માણમાં પ્રેરણાત્મક રૂપે કાર્ય કર્યા છે. નિકટના ભવિષ્યમાં તેઓશ્રી અમેરિકાની યાત્રાએ જઈ રહ્યા છે જયાં અનેક જિનશાસનના ઉદ્ધારક કાર્યો તેઓશ્રી દ્વારા કરવામાં આવનાર છે. તેઓ સહજ, સરળસ્વભાવ અને મિલનસાર સ્વભાવના પ્રતિકરૂપ છે. શ્રી મનોજજી હરણ માટે કહી શકાય કે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy