SearchBrowseAboutContactDonate
Page Preview
Page 874
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 / ૮ર૫ ' | પહોંચે છે. ભાઈશ્રી મનોજકુમાર હરણ ઉપરોકત પંકિતઓને સાર્થક કરે છે. પરિષ્કૃત દૃષ્ટિકોણ, ઉજજવલ ચારિત્ર, ધર્મ અને સેવા-સાધનાથી ભરપુર જીવન જીવનારા મનોજભાઈ ધરતીના દેવતા જેવી સ્થિતિ પ્રાપ્તિ કરી પોતાની ચારે તરફ ધર્મનું સ્વર્ગ બિછાવું દીધું છે. જોવામાં આવે તો જીવનનું લક્ષ અને આનંદ આ જ છે, આ વિભૂતિવૈભવ તેમને જ પ્રાપ્ત થાય છે જેઓ આદર્શો માટે સમર્પિત થઈને ધર્મધરણા અને લોકસાધનાની ગતિવિધિઓને અપનાવે છે. આ ઉત્કર્ષ, અભ્યદય પ્રાપ્ત કરવો એ દરેકના વિશની વાત નથી. વિભૂતિઓ દ્વારા સર્જિત વિશ્વ વિધાનને ધર્મના ફૂલ શ્રી મનોજકુમારજી હરણ વિકસિત કરી સુરમ્યતા પ્રદાન કરનાર ભાઈ મનોજકુમારજી હરણ (આંતર રાષ્ટ્રીય વિધિકારક) નું આ ધરતી ઉપર પર્દાપણ ૨૩ જુન ૧૯૫૬ના અરાવલી પર્વત શૃંખલાના કિનારે વસેલું ભારતના રાજસ્થાન રાજયના અર્ધ શત્રુંજય તીર્થના નામથી વિશ્વ વિખ્યાત આબૂ-દેલવાડા તીર્થની નજીક સિરોહી નગરમાં થયું હતું. જન્મદિન જેઠ સુદ ૧૪ હતો. માતુશ્રીને તે દિવસે ઉપવાસ હતો. પ્રખર પ્રતિભા ધરાવતા ભાઈ મનોજજી હરણનો જન્મ ધર્મક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રયોજનોને પૂર્ણ કરવા માટે જ થયો છે. આત્મકલ્યાણ સાથે લોકકલ્યાણની ભૂમિકા ભજવનાર ભાઈ મનોજજી હરણે જે ઉપલબ્ધિઓનું ઉપાર્જન કરેલ છે તેને પ્રાપ્ત કરવા માટે ભાઈ મનોજજીએ પોતાની જે જીવન સંપદાનો ઉપયાગ કર્યો તેને પરિપૂર્ણ કરવામાં તેમના માતુશ્રી દિવાળીબહેન તથા પિતાશ્રી બાબુલાલજી હરણના સુસંકત્કારોનો ઊંડો પ્રભાવ છે. અનુકરણીય અને અભિનંદનીય કાર્યો કરી પરલોકની દૃષ્ટિથી અનંતકાળ સુધી સદ્ગતિ પ્રાપ્ત કરતા રહેવાની પરમ મંગળમય પરિસ્થિતિઓ પોતાના સુકૃત્યોથી બનાવનાર ભાઈશ્રી મનોજજી હરણના ચાર ભાઈ અને પાંચ બહેનોને સંસ્કારોથી ભરપુર સમૃદ્ધ પરિવાર છે. જીવનના ઉદેશની પૂર્તતા માટે તેમણે પ્રાથમિક સ્તરનું શિક્ષણ સિરોહીમાં પ્રાપ્ત કરી. સિરોહીમાં રહીને તેમણે રાજસ્થાન વિશ્વ વિદ્યાલયમાં એમ.કોમ. સુધીનો અભ્યાસ કર્યો. આજે જીવનદ્ધારામાં પરિવર્તન આવ્યું છે વ્યાપાર દ્વારા ઉત્કૃષ્ટતાના શિખર ઉપર પહોંચવા માટે તેમણે પોતાનું કાર્યક્ષેત્ર મંડગાંવ (ગોવા) ને બનાવ્યું. ઉષા ફાઈનાન્સના નામથી જીવન કાર્યની શરૂઆતનો આરંભ કર્યો. દેવ-ગુરુ-ધર્મની કૃપાથી એમને આમાં ઘણી જ સફળતા મળી. સંયુકત પરિવારમાં રહેવાવાળા મનોજજી હરણના અન્ય ભાઈ ઉજજૈન તેમજ ગોવામાં વ્યાપાર કરી રહ્યા છે. ધર્મધારણા અને સેવાભાવનાને ચરિતાર્થ કરવાથી પૂર્વ જન્મના સુસંસ્કાર તેમજ જન્મભૂમિના ધાર્મિક વાતાવરણે એમના જીવન ઉપર ઊંડો પ્રભાવ પાડયો. અંતઃકરણમાં છૂપાયેલા આદર્શવાદી સંસ્કારોને જીવંત કરનાર નિમિત્તની જરૂરિયાત હતી. પુણ્યોદયનો સમય આવી ગયો હતો. પૂ. આચાર્યશ્રી સુશીલસૂરીશ્વરજી મ.સા.ના વિ.સં.૨૦૨૩માં સિરોહી ચાતુર્માસે તેમના જીવનની ધારાને ધર્મથી પૂર્ણરૂપે જોડી દીધા. સ્વાધ્યાય સત્સંગનું વાતાવરણ પ્રાપ્ત થતાં જ અંતઃકરણની પ્રેરણાઓ ઉભરીને બહાર આવી ગઈ. પૂજયશ્રીને ગુરુદેવના રૂપે સ્વીકારી તેમણે આ સુદુર્લભ અવસરનો લાભ ઉઠાવી પોતાના અંતરને ધર્મથી તરબોળ કરી દીધું. જોધપુર (રાજ.)માં જિનમંદિરની પ્રતિષ્ઠાનો પ્રસંગે ઉપસ્થિત થતાં ગુરુદેવે આજ્ઞા આપી કે આ સમારોહના દરેક વિધિવિધાન તમારે કરવાના છે. ગુરુઆજ્ઞા મુજબ તેમણે હૃદયથી દરેક કાર્યોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy