SearchBrowseAboutContactDonate
Page Preview
Page 876
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૮૨૭ કાવ્ય ચમત્કાર કે સિયે અલંકાર ચાહિયે, વિદ્યુત ચમત્કાર કે લિયે અંધકાર ચાહિયે, ધર્ણોદ્ધાર ઔર સમાજ ઉદ્ધાર કે લિયે, મનોજ હરણ જૈસા વ્યકિત ઔર ઉંચ વિચાર ચાહિયે. નાના એવા શુભારંભથી સિદ્ધિની ચરમ શિખર સુધી મનોજભાઈ હરણ સહેલાઈથી પહોંચી ગયા છે. તેમના માટે નિઃસ્વાર્થ પ્રભુભક્તિ, સેવાનું લક્ષ તેમ જ તેમની વાણીના જાદુનો ચમત્કાર છે. યુવાવસ્થાના મહત્વપૂર્ણ વર્ષ પરમાર્થમાં વિતાવી દેનાર અને ઉજજવળ ભવિષ્યની સંરચના માટે સમર્પણ કરનાર વ્યકિત મનોજભાઈ હરણે એક અનુકરણીય આદર્શ યુવાનોની સામે રાખ્યો છે. તેમની પ્રવચન શૈલીમાં એવી આદર્શવાદી પ્રેરણા રહેલી છે કે સાંભળનાર સહજમાં જ આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ કરી લે છે. આ અનુદાનના બદલા પ્રતિદાનની ઇચ્છા કર્યા વગર તેઓ લોકોના લાખો-કરોડો રૂપિયા ધર્મક્ષેત્રમાં સદ્વ્યય કરાવી દે છે. દેશ, ધર્મ, સમાજ, સંસ્કૃતિની સેવા કરનાર ઉદાર મનના વ્યકિત છે જ કેટલા? જિનશાસનની ઉત્કૃષ્ટ સાધનામાં મગ્ન મનોજભાઈ હરણ પોતાના સકાર્યોથી લોકોનો જે કાયાકલ્પ કરી દરેકને માટે મુકિતનો પથ પ્રશસ્ત કરી રહ્યા છે. તેમાં એ લોકો આગળ વધે અને પોતાના જીવનમાં સુકૃતોની શ્રેણીઓ ઊભી કરે એ જ મંગળકામના. તેમના દ્વારા દેવામાં આવેલ પ્રેરણા માટે કહી શકાય કે પ્રેરણા અગતિ કો અભિયાન બના સકતી હૈ, પ્રેરણા મનુજ કો ભગવાન બના સકતી હૈ. શ્રી મનોજજી હરણના સત્કાર્યોની ઝલક : ૧. તેઓશ્રી દ્વારા મધ્યપ્રદેશમાં ૨૨, રાજસ્થાનમાં ૬, આંધ્રપ્રદેશમાં ૨૦, બિહારમાં ૨૨, મહારાષ્ટ્રમાં ૬, કર્ણાટકમાં ૪, ગુજરાતમાં - ૮, તામિલનાડુમાં ૬, બંગાળમાં ૪, તથા પોંડીચેરી, ગોવા, અમૃતસર, પોરીસા, દિલ્લી આદિમાં ૮, આસામમાં ૪ મંદિરોના નિર્માણ તેમ જ જિર્ણોદ્ધાર થયા છે. ૨. બેંગકોક (થાઈલેન્ડ), ખટમંડ (નેપાલ) આદિમાં મંદિર નિર્માણમાં યોગદાન. ૩. લેસ્ટર (લંડન), બેંગકોક (થાઈલેન્ડ), ખટમંડ (નેપાલ)માં પ્રભુ મંદિરની પ્રતિષ્ઠા કરાવી. ૪. બેંગકોંક, હોંગકોંગ, લેસ્ટર, ખટમંડુ, સિંગાપુરમાં પ્રભુ ભક્તિના કાર્યક્રમો કરાવ્યા તેમ જ પ્રવચનોનાં આયોજનો થયા. ૫. દેશ-વિદેશમાં ૩૦૧ જિનમંદિરોની પ્રાણપ્રતિષ્ઠાઓનું વિધિવિધાન કરાવ્યું ૬. દેશભરમાં ૨૫ જગ્યાએ ઉપાશ્રય, ૨૫ ધર્મશાળા, ૨૦ દાદાવાડી આદિનું નિર્માણ તેમની પ્રેરણાથી થયા. ૭. તેમની પ્રેરણાથી અનેક જગ્યાએ ધાર્મિક પાઠશાળાઓ ખુલી છે. ૮. તેમની પ્રેરણાથી માનવસેવા હેતુ હોસ્પિટલ, સ્કૂલ, પાણીની પરબોનું નિર્માણ થયું છે. ૯. તેમની પ્રેરણાથી માનસિક શાંતિ હેતુ ભારતભરમાં ૮ તીર્થોની સ્થાપના થઈ છે. સાથે સાથે જ્ઞાન ભંડાર પણ બન્યા છે. ૧૦. તેમની પ્રેરણાથી ઘણા પદયાત્રા સંઘ નીકળ્યા છે. ૧૧. તેમની પ્રેરણાથી અનેક સંસ્થાઓ ખુલી છે જે જરૂરિયાતમંદ લોકોને સહાયતા તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી રહી છે. આ રીતે તેમના દ્વારા અનેક લોકોપયોગી કાર્યો થઈ રહ્યા છે. આ બધા કાર્યોના ફળ સ્વરૂપે વિશ્વ | હિંદુ પરિષદ-ખટમંડ (નેપાલ) તેમને વિશ્વમાં જૈન ધર્મના ઉલ્લેખનીય સેવાઓ માટે નેપાલ-ખટમંડ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy