SearchBrowseAboutContactDonate
Page Preview
Page 877
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૮ ] [ જૈન પ્રતિભાદર્શન મહારાણીના હસ્તે તીર્થ પ્રદત્ત પ્રશસ્તિ પત્ર, નાગેશ્વર તીર્થે ચૈત્રી પૂર્ણિમાએ પૂ.આ.શ્રી નવરત્નસાગર સૂરિજી મ.સા.ની નિશ્રામાં ભવ્ય સમારોહમાં પ્રદાન કરવામાં આવેલ. આ સુઅવસરે નેપાલ સંઘના શ્રી કંવરલાલજી ગુલેછા પધાર્યા હતા. પિપલોનમાં તેમના હસ્તે ૩૦૧ પ્રતિષ્ઠાઓ પૂર્ણ થઈ અર્થાત ત્રણ સેન્ચ્યુરી પૂરી થઈ ચોથીમાં પ્રવેશ કર્યો છે. પિપલોનમાં તેમની પ્રેરણાથી આયોજિત ૨૦૮ જિનબિંબોની અંજનશલાકા પ્રતિષ્ઠા, ૧૦૮ છોડનું ઉદ્યાપન ઐતિહાસિક રહ્યું છે. લક્ષ્મીને સાર્થક કરી સુકૃતમાં લાભ લેનાર દાનગંગાના વાહક શ્રીમાન રતનલાલ મગનલાલ દેસાઈ સૌરાષ્ટ્રની ધરતી પર છત્રાસાનગરમાં જન્મ પ્રાપ્ત કરનાર શ્રી મગનભાઈ દેસાઈ તથા માતુશ્રી મંગળા દેવીના લાડકવાયા રતનસમાં રતનલાલભાઈ વ્યાપાર્થે મહાનગરમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું. વ્યાંપાર અર્થે દેશ-વિદેશમાં વ્યસ્ત રહેવા છતાં જીવનમાં ધાર્મિકતાને સદા મહત્વ આપ્યું છે. કલકત્તા-કેનીંગ સ્ટ્રીટ જૈન ગુજરાતી તપાગચ્છ સંઘના પ્રમુખપદે રહીને સંધની અનેક રીતે પ્રગતિ સાધી છે. ઉપરાંત ૐ શાંતિ ટ્રસ્ટ-પાલીતાણા, પૂર્વ ભારત શરાક જિણોદ્ધાર જૈનોદ્વાર સંઘ, વિમલનાથ જૈન મૂ. પૂ. સંઘ-દુર્ગાપુર, પદ્મજૈન ફાઉન્ડેશન અજીમગંજ આદિમાં અધ્યક્ષપણે સેવા આપી રહ્યા છે. સમવસરણ દહેરાસર- પાવાપુરી, પાર્શ્વનાથ જન્મસ્થાન-બનારસ, ઉવસગ્ગહેર તીર્થ-દુર્ગ, શ્રી વિમલનાથ સંઘ-રાયપુર, શ્રી ગોડીજી પાર્શ્વનાથ ટ્રસ્ટ કારવાન-હૈદ્રાબાદ, મહાવીર પૂરમ-રાજકોટ આદિમાં ટ્રસ્ટી તરીકેની અમૂલ્ય સેવા આપેલ છે. તેમના ધર્મપત્ની શ્રીમતી ઉર્મિલાબેન દેસાઈ, પુત્ર મલ્લીકભાઈ દેસાઈ તથા પુત્રી હેમાબેન ભણસાલી પોતાના પરિવારના સભ્યો છે. આ સભ્યો આદિ દ્વારા તેમની ધર્મભાવનામાં અને ઉત્સાહમાં વધારો કરી રહ્યા છે. જિનવાણીના શ્રવણથી આ પ્રાપ્ત થયેલી લક્ષ્મીનો સર્વ્યય સદા કરતાં રહે છે અને જયાં પણ સુવર્ણ તક મળે ત્યાં સ્વતઃ પહોંચીને પણ લાભ લઈ રહ્યા છે. શ્રી રતનલાલ મગનલાલ દેસાઈ પરિવાર દ્વારા થયેલ સુકૃતો : કલકત્તાનગરમાં કેનીંગ સ્ટ્રીટમાં ભાઈ રોહિત સ્મૃતિ ભવનનું નિર્માણ, જિનેશ્વર સૂરીભવન ભવાનીપુરમાં જિનબિંબ ભરાવી પ્રભુ પ્રતિષ્ઠાનો લાભ. * સમેત શિખરજી તીર્થ ૫૨ શામળીયા પાર્શ્વનાથ મંદિરમાં પ્રભુ પ્રતિમા ભરાવીને પ્રતિષ્ઠાનો લાભ. ભોમિયાજી ભવન - શિખરજીમાં ભકતામર મંદિર તથા શાંતિનાથ મંદિરમાં પ્રતિષ્ઠાનો તથા તે દિવસે મોટી નવકારશીનો લાભ. * ઉવસગ્ગહંર તીર્થમાં પ્રભુ પ્રતિમા ભરાવવાનો અને પ્રતિષ્ઠાનો ખનન, શિલા સ્થાપન, ધર્મશાળા, હૉસ્પિટલ, દાદાવાડી આદિ અનેક કાર્યોમાં યોગદાન કરેલ. ** કુંડલપુર તીર્થમાં સુધર્મા સ્વામીજી પ્રતિમા ભરાવીને પ્રતિષ્ઠાનો લાભ તેમ જ અજીમગંજમાં પ્રભુ પ્રતિષ્ઠાનો લાભ. * બલિપુર બંગલોમાં શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા ભરાવી. મૂળનાયકશ્રી સંભવનાથ પ્રભુની પ્રતિષ્ઠા મુખ્ય શિલાન્યાસ કરેલ. દુર્ગાપુર (બંગાલ)માં મૂખ્ય જિનમંદિરમાં મુખ્ય શિલાન્યાસનો લાભ. * શત્રુંજય તીર્થ (પાલીતાણા) ઘેટી પગલા ૫૨ શ્રી ગૌતમ સ્વામી પ્રતિમા ભરાવી અને પ્રતિષ્ઠાનો લાભ. ૐ શાંતિ ભવનનો ભૂમિપૂજનનો લાભ મળેલ. * પાટણમાં મૂળનાયક ભરાવવાનો તથા મોટી નવકારશી લાભ. * કૈવલ્યધામ (રાયપુર), સુજાનપુર, કાલાકવા. અલવર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy