SearchBrowseAboutContactDonate
Page Preview
Page 878
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૨૯ ફાફરડીહ, રાયપુર, કારવાન, શાહ, આલોટ (મ.પ્ર.) નાકોડા, અવંતિ તીર્થ, દેવનહલ્લી આદિ અનેક સ્થળોએ મુખ્યશીલા અને શિલા સ્થાપનનો અમૂલ્ય લાભ મળેલ. * કુલપાકજી તીર્થમાં શ્રી સુધર્માસ્વામી પ્રતિષ્ઠા અને ભદ્રાવતી તીર્થમાં ધર્મશાળા નિર્માણનો લાભ મળેલ. * મડગાંવ (ગોવા), માંગડી રોડ – બેંગલોર, કાલાકુઆ, અલવર, શિવપુરી, શોકલીયા, ખીરીયા, આદિ સ્થળ ઉપર ઉપાશ્રય નિર્માણમાં મુખ્ય સહયોગ આપેલ. * ખીરીયા, શોકલીયામાં પ્રભુ પ્રતિષ્ઠાનો, સુજાનપુર, અલવરમાં ભકતામર મંદિરમાં એક દેરી નિર્માણ. * રાજકોટ, નગરી રાયપુર (મ.પ્ર.), નરસિંહ ગઢ, કલમનુરીમહા સરાકક્ષેત્રમાં મંદિરમાં પ્રભુ પ્રતિમા પરિકર ભરાવીને. * પેહરી (મ.પ્ર.) માં દાદાવાડી નિર્માણમાં સહયોગ અને ગુરુમૂર્તિ ભરાવવાનો લાભ. * શૌરીપુર તીર્થ પર ચ્યવન કલ્યાણક મંદિરમાં મૂળનાયક પ્રભુજી ભરાવવાનો લાભ * પૂ.આ.શ્રી રાજયશસૂરીજી મ.સા. સંપાદિત ભકતામર ગ્રંથમાં સહયોગ મદ્રાસ જૈન ફેરમાં પણ લાભ મળેલ. * પૂ.આ.શ્રી પાસાગરસૂરિજી મ.સા.ની નિશ્રામાં ખટમંડ (નેપાલ) માં ગુરુવાણી ગ્રંથને ગુરુ મહારાજને સમર્પિત. * ઔરંગાબાદ – શિખરજી છ'રી પાલિત સંઘ, ધનબાદ - શિખરજી સંઘયાત્રામાં સંઘપતિ બનવાનો લાભ મળેલ. * જયપુર (રા.જ.) જવાહરનગરમાં મૂળનાયક પ્રભુ ભરાવવાનો. રાજગૃહીમાં પહાડપર મંદિરમાં પ્રભુ પ્રતિમા ભરાવવાનો લાભ મળેલ. * રાજકોટમાં પૂ. આ.શ્રી વારિષણસૂરિજી મ.સા.ની નિશ્રામાં ચૈત્રી ઓળીની આરાધના. નાગેશ્વર તીર્થમાં ૫૦૦ આરાધકોને ચૈત્રી ઓળી કરાવવાનો લાભ મળેલ. નાગેશ્વર તીર્થમાં પ્રાચીન મહાવીર પ્રભુની પ્રતિષ્ઠાનો. પાલીતાણામાં પૂ.આ.શ્રી વારિષેણસૂરિજી મ.સા.ના ચાલુ વર્ષના ચાતુર્માસમાં મૂખ્ય લાભ. ઉપધાનમાં, નવાણું યાત્રામાં, હિમત વિહાર અંજનશલાકા પ્રતિષ્ઠામાં (આ.શ્રી પ્રધુમ્નસૂરીજી મ.સા.ના શુભાશિષથી). * પૂ.આ.શ્રી અશોકચંદ્રસૂરિ આરાધના ભવનમાં તથા હિમત વિહાર પ્રતિષ્ઠામાં તેમજ લાઠી અંજનશલાકામાં મૂખ્ય સહયોગ પ્રાપ્ત થયેલ. * * * * * * ( શ્રી ગૌતમચંદજી ચોપડા પરિવાર-હૈદ્રાબાદ ) નિર્મળ મન તથા ધર્મ સંસ્કારોથી સુવાસિત વ્યકિતત્વ ધરાવનાર બિલાડાનગરના સુપુત્ર, બહુમુખી પ્રતિભાથી સંપન્ન શ્રી ગૌતમચંદજી ચોપડાનો જન્મ કોસાણી (રા.જ.)માં થયેલ. તેમના પિતાશ્રી ઈદરમલજી ચોપડા તથા માતુશ્રી સૌ. મીનાબાઈ ચોપડાના સુસંસ્કારોથી બાલ્યાવસ્થાથી જ જીવનમાં ધાર્મિકતાએ રંગ લાવ્યો. તેઓ વ્યવસાય હેતુ ગુન્ટર (એ.પી) હૈદ્રાબાદમાં આવી વસવાટ કર્યો. પોતાની પ્રતિભા અને કાર્ય સૂઝથી તેમણે વ્યાપારમાં અગ્રસ્થાન પ્રાપ્ત ક્યું. તેઓશ્રી નામ, કીર્તિ, યશ, બહુમાનથી કાયમ માટે દુર રહે છે. તેમના મનમાં એક જ ભાવના રહે છે કે, જયાં આગળ કોઈ પણ કાર્ય કરનાર ન હોય તે કાર્ય પૂર્ણ કરવામાં પોતાની લક્ષ્મીનો સદ્વ્યય કરવો. તેમની સરળતા અને સાદગી આજના યુવાનો માટે આદર્શરૂપ છે. તેઓશ્રી પોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોવા છતાં નિયમિત પરમાત્માની પૂજા અને રાત્રિ ભોજનના ત્યાગનો નિયમ પાળે છે. તેમના દરેક કાર્યમાં તેમના ધર્મપત્ની સૌ. પુષ્પાબાઈનો સંપૂર્ણ સહકાર હોય છે. તેણી પણ એક ધર્મપરાયણ સુસંસ્કારી નારી છે. તેમના ભાઈશ્રી મહાવીરચંદજી તથા સુરેશચંદજી ચોપડાનો તેમને દરેક ધાર્મિક કાર્યમાં સંપૂર્ણ | દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy