SearchBrowseAboutContactDonate
Page Preview
Page 879
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૦ ] [ જૈન પ્રતિભાદર્શન સહયોગ હોય છે. તેમને જોઈને રામ, લક્ષ્મણ અને ભરતની ત્રિપુટી બંધુઓની યાદ આવે છે. તેમણે સેધવા પિપલોન કલા, જલગાંવ, જામોદ તથા બિલાડામાં અંજનશલાકામાં મુખ્યરૂપે લાભ લીધો. ગુજુર, શિખરજી, સરાકના મંદિર બિલાડા, અમરાવતી, અલવર, સુજાલપુર, કામારેલી, ગોવા, નગરી, શિવપુરી, નાગેશ્વર તીર્થ, બાવરા, ખીરીયા, શોકલીયા, સેલૂ આદિ અનેક સ્થળોએ પ્રતિમાજી ભરાવી, પ્રભુ પ્રતિષ્ઠા, મંદિર, ઉપાશ્રય, ખનન, શિલાન્યાસ આદિનો અનુપમ લ્હાવો લીધો છે. તેમના હૃદયમાં માતૃભૂમિ બિલાડામાં શ્રીસુમતિનાથ ભગવાનના મંદિરનો જિર્ણોદ્ધાર કરાવવાની ઘણા સમયથી ભાવના હતી તેને પુર્ણ કરવામાં તન-મન-ધનથી સહયોગ આપી અલ્પ સમયમાં જ વિશાળ જૈન મંદિર તૈયાર થઈ ગયું જેની તા. ૬-૨-૬૮ ના પૂ. ગણિશ્રી મણિપ્રભસાગરજી મ.સા.ની શુભ નિશ્રામાં ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેમણે નાગેશ્વર મહાતીર્થમાં ૫00 આરાધકોની મૈત્રી ઓળી, ૧૦0 તપસ્વીઓ દ્વારા અઠ્ઠમતપની આરાધના ધૂમધામપુર્વક કરાવી સાથે સાથે મક્ષીજીથી દેવાસનો પૂ.આ.શ્રી રાજતિલકસૂરિજી મ.સા.ની નિશ્રામાં સંઘ કાઢી સંઘમાળ પહેરી. આવા વ્યકિતત્વ ધરાવનાર શ્રી ચોપડાજીનું પૂ.આ.શ્રી નવરત્નસાગરસૂરિજી મ.સા.ની નિશ્રામાં પિપલોન નગરમાં આયોજિત પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અભિવાદન સમારોહ યોજાયો હતો. શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ કે ભવિષ્યમાં તેમના હસ્તે અનેક શાસનના કાર્યો થાય એવી શુભકામના. ( ધર્માનુરાગી શ્રી પ્રકાશચંદ ચોપડા–બિલાડાવાળા (હૈદરાબાદ) ) નિર્મળ મન અને ધર્મ સંસ્કારોના સ્વામી, સુવાસિત વ્યકિતત્વ ધરાવતા શ્રીમાન રત્નચંદજી બિલાડાનગરના વતની છે. તેમના ધર્મપત્ની પરસીબાઈના સંસ્કારોથી સંચિત શ્રીમાન પ્રકાશચંદજી ચોપડાજી જેઓએ સ્વયં બળે વ્યાપારમાં પ્રગતિ કરીને ગુજુર-આંધ્ર-મુડા-વર ગામે વ્યાપારમાં સફળતા મળતા પ્રતિદિન પ્રભુપૂજા-જાપ સ્તોત્રપાઠ ઉત્સાહથી કરનારા પ્રકાશચંદજી ચોપડાને ધર્મપત્ની સૌ. કિરણબાઈએ ધર્મમાં ઉત્સાહ વધારીને સદા પ્રાપ્ત પૂણ્યની લક્ષ્મીને સદ્વ્યય કરવામાં સદા અગ્રેસર રહીને સરાક જાતિના શિખરજી પાસેના ૧0 નગરમાં જિનબિંબો ભરાવીને તેણે જિનભક્તિનો તથા બિલાડા પિપલોન નગરો માટે નરસિંદગા સુજાલપુર, અલવર, શવપુરી, પાશ્રીતાભા વિગેરે નગરોમાં જિનબિંબ ભરાવી જિનાલયોમાં પ્રભુ પ્રતિષ્ઠાઓનો લાભ પ્રાપ્ત કર્યો છે. તેમના અભિવાદનથી સંઘ ગૌરવ અનુભવે છે. ગૌતમચંદજી ચોપડા આપના પરિવારમાં વ્રત-નિયમની દઢતા સાથે માતુશ્રી મીનાબાઈ ચોપડા અને પિતાશ્રી ઇન્દરચંદજી ચોપડાના સંસ્કારોથી સારી એવી દાન ગંગા વહાવી છે. તેઓ નામ-કીર્તિયશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy