SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ / [ ૩૮૯ હાથે પ્રતિષ્ઠિત કરાવી હતી. રાજા કુમારપાલને આ પ્રતિમા પર ઘણી આસ્થા હતી. શેઠ છાડા || કુમારપાલના શત્રુંજયતીર્થના યાત્રાસંઘમાં તેમજ સં. ૧૨૧૬-૧૭ના તિહુઅણપાલવિહાર'ના પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ હતો. શેઠ છાડાને હાંસીદેવ નામે પુત્રી હતી (જેની વિગત આ લેખમાં પાસિવ શ્રેષ્ઠીના પરિચયમાં આપી છે). શેઠ છાડાના વંશમાં સોળમી સદીમાં સં. ખીમો, સં. સહસા એમ બે ભાઈઓ થયા. તેઓ તપાગચ્છના આ૦ લક્ષ્મીસાગરસૂરિ અને આ૦ સોમજયસૂરિના અનુરાગી શ્રાવક હતા. તેઓએ સં. ૧૫૨૭માં પાવાગઢ ઉપર મોટા જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૩૩માં શત્રુંજય તથા ગિરનાર તીર્થનો સંઘ કાઢ્યો તથા દાનશાળાઓ સ્થાપના કરી અને સાધર્મિકોની ભક્તિ કરી. તેમ જ તેઓએ ગચ્છની પરિધાપનિકા, પ્રતિષ્ઠા, ગુરુપદસ્થાપના, પ્રવેશોત્સવ, તીર્થોદ્ધાર અને ઘણાં પરોપકારનાં કાર્યો કર્યા. ઉક્ત આચાર્યોના ઉપદેશથી તેઓએ સં. ૧૫૩૮માં સર્વ જૈન સિદ્ધાંતો લખાવ્યા. સંઘવી વત્સરાજના પુત્રો શેઠ ગોવિંદ અને વિસલ : ઈડરનગરના રાવ પૂંજાજીના માનીતા ઇડરના નગરશેઠ સંઘવી વત્સરાજ ઓસવાલનો જયેષ્ઠ પુત્ર ગોવિંદ પણ રાજમાન્ય હતો. તેણે આO સોમસુંદરસૂરિના ઉપદેશથી શત્રુંજય, ગિરનાર, સોપારક વગેરે તીર્થની સંઘયાત્રાઓ કાઢી હતી તથા તારંગા તીર્થના કુમારવિહારનો જીર્ણોદ્ધાર કરાવી ભ0 અજિતનાથની નવી પ્રતિમા ભરાવી મોટો સંઘ એકત્રિત કરી આ0 સોમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. સંઘપતિ વત્સરાજનો બીજો પુત્ર વિસલ ચિત્તોડના રાણાનો માનીતો હતો. તેણે આ0 સોમસુંદરસૂરિના ઉપદેશથી ચિત્તોડમાં ભO શ્રેયાંસનાથનું દેરાસર બંધાવ્યું હતું તથા દેલવાડામાં નંદીશ્વરપટ બનાવ્યો હતો અને બીજાં પણ અનેક સુકૃત કાર્યો કર્યા હતાં. શેઠ ગોડીદાસ અને સોઢાજી ઝાલા : - સિંધ-કીર્તિગઢના કેશરદેવ ઝાલાનો પુત્ર હરપાલદેવ ગુજરાત આવી વસ્યો અને રાજા કર્ણદેવની નોકરી સ્વીકારી. તેના ત્રણ પુત્રો–સોઢાજી વગેરે ઝીંઝુવાડા જઈને વસ્યા. એક વાર દુકાળ પડતાં ઝીંઝુવાડાના શેઠ ગોડીદાસ અને સોઢાજી ઝાલા માળવા ગયા. ત્યાંથી પાછા વળતાં સિંહ નામના કોળીએ ઓચિંતો વાર કરી શેઠ ગોડીદાસને મારી નાખ્યો. શેઠના ઘરમાં (ઝીંઝુવાડામાં) ક. સ. આO હેમચંદ્રસૂરિએ પાટણમાં સં. ૧૨૨૮માં વડોદરાના શેઠ કાનજી વસોનાં અંજનશલાકા કરેલાં ત્રણ પ્રતિમાઓમાંનાં એક ભ0 પાર્શ્વનાથનાં પ્રતિમા હતાં. ગોડીદાસ મરીને વ્યંતર થયો, અને તે આ પ્રતિમાનો અધિષ્ઠાયક દેવ બની પૂજા-ભક્તિ કરવા લાગ્યો. ત્યારથી તેના નામ ઉપરથી આ પ્રતિમા ગોડી પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધિ પામી. અધિષ્ઠાયકે સોઢાજી ઝાલાને સહાય કરી અને સોઢાજીએ ગોડી પાર્શ્વનાથ સ્વગૃહે પધરાવ્યા. તેમની પૂજા-સેવાથી તે અત્યંત સુખી થયો. ઝીંઝુવાડાનો રાજા બન્યો અને ગુજરાતનો મહામંડલેશ્વર થયો. તેને દુર્જનશલ્ય નામે પુત્ર હતો. તે પણ રાજા ભીમદેવ (બીજો), ત્રિભુવનદેવ અને વિસલદેવનો મહામંડલેશ્વર થયો. તેને કોઢ રોગ નીકળ્યો; પણ શંખેશ્વર તીર્થમાં આવી નિત્ય પૂજા-ભક્તિ કરતાં કોઢ શમી ગયો. શંખેશ્વર પધારેલ પૂર્ણિમાગચ્છના મહાન તપસ્વી આ૦ પરમદેવસૂરિના ઉપકાર અને ઉપદેશથી તેણે શંખેશ્વર પાર્શ્વનાથના દેરાસરનો મોટો જીર્ણોદ્ધાર કરાવ્યો અને દેવવિમાન જેવો જિનપ્રાસાદ બંધાવ્યો. જૈ. ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy