________________
અભિવાદન ગ્રંથ ]
[ ૩૭૯
તીર્થોના છ'રી પાળતા સંઘો કાઢ્યા. સં. ૧૪૫૨માં આ૦ જયતિલકસૂરિના હાથે ઉપા૦ રત્નસિંહગણિને આચાર્યપદ અને સાધ્વી રત્નચૂલાશ્રીને મહત્તરાપદ અપાવ્યું. ખંભાતના શેઠ શાણરાજને અમદાવાદનો બાદશાહ અહમદશાહ આદર-માન આપતો, તેની સલાહ લેતો. શાણરાજે પોતાની બહેન કર્મદેવીના કલ્યાણ માટે જિનપ્રાસાદ બંધાવી તેમાં ભ ઋષભદેવની ૧૨૫ મણની ધાતુ પ્રતિમા ભરાવીને પધરાવી. ડુંગરપુરમાં ધીયાવિહાર નામે જિનાલય બંધાવ્યું. સં. ૧૫૦૯માં ખંભાતમાં જિનાલય બંધાવી તેમાં ભ વિમલનાથ અને બીજી ઘણી જિનપ્રતિમાઓની આ૦ રત્નસિંહસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૫૨માં શત્રુંજય તીર્થનો છ’૨ી પાળતો યાત્રાસંઘ કાઢ્યો. સંઘ સાથે ૭ જિનમંદિરો હતાં. તેણે શત્રુંજયતીર્થમાં આ રત્નસિંહસૂરિ અને સાધ્વી રત્નચૂલાશ્રી મહત્તરાની ચરણ પાદુકાઓની પ્રતિષ્ઠા કરાવી.
હેમૂ વિક્રમાદિત્ય : તે અસલમાં જૌનપુર† (કાશીથી ૩૪ માઈલ ઉત્તરે આવેલ નગર)નો વતની હતો. તે જૈન વેપારી વાણિયો હતો, છતાં પરાક્રમી, સાહસી અને ધીર હતો. શરૂઆતમાં તે લશ્કરનો મોદી બન્યો. આગળ જતા ચૌધરી, કોટવાળ અને વડો દીવાન બન્યો. તેની ભાવના હતી કે મહમ્મદ આદિલશાહને દિલ્લીનો બાદશાહ બનાવવો; પણ એ પઠાણો સાથેના યુદ્ધમાં માર્યો ગયો, આથી પોતે જ રાજા બની બેઠો. તે જાણતો હતો કે દિલ્લીનો બાદશાહ અકબર છે, છતાં તેને પોતાને દિલ્લીના બાદશાહ બનવાની મનોકામના થઈ. તે ચુનારા અને બંગાળના વિદ્રોહને શાંત કરી દિલ્લી, આગરા તરફ ચાલ્યો. આગરાને કબજે કરી દિલ્લી ઉપર ચડી આવ્યો. દિલ્લીના હાકેમ તરાદી બેગખાનને હરાવી, પંજાબ તરફ નસાડી મૂક્યો અને પોતે-હેમૂ વિક્રમાદિત્ય દિલ્લીની ગાદીએ બેઠો. એ સમયે બાજ અકબર બહેરામખાનની દોરવણી મુજબ કાબુલ જીતવા નીકળ્યો હતો; પણ વચ્ચે વિચાર માંડી વાળી પાછો આવતાં તેને તરાદી બેગખાન રસ્તામાં મળ્યો. તેની પાસેથી ‘હેમૂ દિલ્લી જીતી બાદશાહ બની બેઠો છે' તે જાણી અકબર પાણીપતના કુરૂક્ષેત્રમાં આવ્યો. હેમૂ પણ ત્યાં તેની સામે થયો. મોગલસેના અને હેમૂ વચ્ચે યુદ્ધ થયું, તેમાં હેમૂ માર્યો ગયો.
ઇતિહાસની સૌને યાદ અપાવે એવી ઘટના છે કે, વિક્રમની બીજી સહસ્ત્રાબ્દીમાં કેવળ મુસલમાન બાદશાહો જ થયા હતા, પરંતુ તેઓની હરોળમાં તેઓની વચ્ચે દિલ્લીનો બાદશાહ બનનાર ‘આ એક જ હિંદુ વાણીયો હતો.' જે છ મહિના સુધી દિલ્લીનો બાદશાહ રહ્યો હતો.
મોગલવંશના રાજ્યકાળમાં જૈનધર્મનો પ્રભાવ અને પ્રસાર
બાદશાહ અકબર : એક દિવસ બાદશાહ અકબરે એક મોટો વરઘોડો જોયો. તેની વિલક્ષણતા ઉપરથી અકબરે પૂછપરછ કરી, અને એને કહેવામાં આવ્યું કે—ચંપાબાઈ નામની શ્રાવિકાએ છ માસના ઉપવાસનું વિરલ તપ ધારણ કર્યું, તેની અનુમોદનારૂપે એ વરઘોડો નીકળ્યો હતો. ‘લાગટ છ માસ લગી માણસ અન્ન વગર રહી શકે' એ વાત અકબરના માન્યામાં ન આવી. તેણે શ્રાવિકા ચંપાબાઈને ઘટતા
૧. પૂર્વે તેનું જૈનપુરી નામ હતું. અહીં અનેક જૈન મંદિરો હતાં. વર્તમાનમાં ખોદકામ કરતાં અનેક જૈન મૂર્તિઓ નીકળી છે. આમાંની ઘણીખરી કાશીના જૈનમંદિરમાં વિદ્યમાન છે. અહીં એક વિશાળ મસ્જીદ છે, જે પહેલા ૧૦૮ દેરીવાળું વિશાળ જૈનમંદિર હતું. તેનું શિલ્પકામ અને ઘાટ હેરત પમાડે એવાં છે. લગભગ ત્રણ માળનું જિનમંદિર હશે, એવી કલ્પના થાય છે. આ પ્રાંતમાં આવું વિશાળ મંદિર આ એક જ હતું. આગરાથી લઈ ઠેઠ કલકત્તા સુધીમાં આવું વિશાળ મંદિર અમારા જોવામાં આવ્યું નથી. અહીં હજારો જૈનોની વસ્તી હતી; આજે જૈનનું એકપણ ઘર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org