SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ ] [ જૈન પ્રતિભાદર્શન માન સાથે પણ પૂરા બંદોબસ્તથી એક માસ રાજમહેલમાં રાખી અને તે તપ પ્રમાણે જ વર્તે છે તેની ખાતરી થતાં, તથા આ દરમિયાન જૈનધર્મના સિદ્ધાંતો, મંતવ્યો, રીતરિવાજો આદિ વિશે પણ તેના સાંભળવામાં આવતાં, અકબર જેવી વૃત્તિવાળા માણસને તો એક નવા સ્વતંત્ર અને વિશાલોદાર જ્ઞાન, સ્થાન અને અનુભવ સંચયની ભાળ મળી. ને તેની પૂર્તિરૂપે જ જાણે, તેને ચંપાબાઈ શ્રાવિકાના મુખેથી એ સમયના સમર્થ આચાર્યશ્રી હીરવિજયસૂરિના પ્રભાવ અને પ્રતાપની વાત જાણી, તેમનાં દર્શન કરવાની ઉત્કંઠા જાગી. બાદશાહ અકબરે આ0 હીરવિજયસૂરિને ફતેહપુર સિક્રી પધારવા વિનંતી પત્ર લખ્યો. દીર્ઘદ્રષ્ટા સૂરિજી મહારાજ પણ તેનો સ્વીકાર કરી ગંધાર-ગુજરાતથી નીકળી મારવાડ, મેવાડ થઈ સં. ૧૯૩૯ના જેઠ વદ ૧૩ના રોજ પોતાના ૬૭ મુનિવરો સાથે ફત્તેપુર સિક્રી પધાર્યા. તેમણે આ પ્રદેશમાં લગભગ ચાર વર્ષ સુધી વિચરી બાદશાહ અકબર, તેના પરિવાર અને રાજદરબારીઓને ધર્મોપદેશ આપ્યો. પછી તેઓ ગુજરાત પધાર્યા ત્યારે અહીંના લોકો, બાદશાહ, શાહી પરિવાર, અમીરો વગેરેને ધર્મોપદેશ દેવા માટે મહોઇ શાંતિચંદ્ર ગણિ, મહોઇ ભાનુચંદ્ર ગણિ વગેરે વિદ્વાન મુનિવરોને બાદશાહ પાસે રાખ્યા હતા અને ગુજરાત પહોંચ્યા બાદ પોતાના પટ્ટધર આ૦ વિજયસેનસૂરિ તથા મહોઇ સિદ્ધિચંદ્ર ગણિ વગેરેને પણ બાદશાહ પાસે મોકલ્યા હતા. મહોઇ ભાનુચંદ્ર ગણિ અને મહો, સિદ્ધિચંદ્ર ગણિ બાદશાહ દરબારમાં લગભગ ૨૩ વર્ષ સુધી રહ્યા હતા. બાળ અકબરે શ્રી હીરવિજયસૂરિ અને તેમના શિષ્યો-પ્રશિષ્યો વગેરેના ઉપદેશથી જીવદયા-અમારિપાલન, જૈનધર્મના તીર્થાદિ સ્થાનોની પવિત્રતા અને સુરક્ષા તેમજ લોકહિતનાં અનેકવિધ શુભ કામો કર્યા હતાં. તેની કેટલીક વિગતો આ પ્રમાણે છે :--- (૧) બાદશાહ અકબર જૈનધર્મના વિરલ તપ-ત્યાગ વગેરેથી પ્રભાવિત બની જૈનધર્મનો પ્રેમી અને આ0 હીરવિજયસૂરિનો ભક્ત બન્યો. (૨) પોતે પOO ચકલાંની જીભોનો કલેવો કરાવી ખાતો તેનો હંમેશ માટે ત્યાગ કર્યો. (૩) પશુ-પક્ષીઓ જે મારવા માટે બાંધી રાખેલાં તે છોડી મુકાવ્યાં. (૪) ડાબર તળાવમાં માછલાં પકડવાની જાળો બંધ કરાવી. (પ) પોતાની આજ્ઞામાં રહેતાં સર્વ રાજ્યોમાં દર વર્ષના લગભગ ૬ મહિના જેટલા દિવસોમાં ( જેમાં પર્યુષણાના દિવસો પણ આવી જાય છે ) શિકાર-જીવહિંસા અને માંસાહાર કરવા પર પ્રતિબંધ મૂક્યો. (૬) બાળ અકબરે આO હીરવિજયસૂરિને શત્રુંજયતીર્થ ભેટ તરીકે આપ્યું અને શત્રુંજય ગિરિરાજ પર જૈનોને નવાં જિનાલયો બાંધવાની રજા આપી. શત્રુંજય તીર્થના યાત્રાળુઓના બધી જાતના કરો માફ કર્યા, તથા ભારતના સર્વ જૈન તીર્થો, જિનાલયો અને ઉપાશ્રયોને પૂરું રક્ષણ આપ્યું. (૭) આગરા, ફત્તેપુર સિક્રી, લાહોર, બુરહાનપુર, માલપુર વગેરે સ્થળોમાં નવાં જિનાલયો-ઉપાશ્રયો બનાવવાની રજા આપી. આગરાના રોશનમહોલ્લાના ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના ખર્ચ માટેની પણ વ્યવસ્થા કરી આપી. બાદશાહ અકબરે જૈન તીર્થો અર્પણ કર્યાનું ફરમાન : અકબર બાદશાહ લખે છે કે, મારા તાબાના માલવા, શાહજહાંનાબાદ, લાહોર, મુલતાન, અમદાવાદ, જમેર, મેરઠ, ગુજરાત, બંગાળ વગેરે મુલકો તથા બીજા નવા તાબામાં આવે તે મુલકોના સૂબા, કરોડગીર અને જાગીરદારોને સૂચના કરવામાં આવે છે કે – - શ્વેતાંબર જૈનાચાર્ય હીરવિજયસૂરિ તથા તેમના શિષ્યો જે પવિત્ર મનવાળા સાધુપુરુષો છે તેમના / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy