SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૮૧ દર્શનથી મને ઘણો આનંદ થયો છે. તેમની માંગણી છે કે, અમારાં તીર્થ સિદ્ધાચલજી, ગિરનારજી, તારંગાજી, કેશરિયાનાથજી, આબૂજી, રાજગૃહીની પાંચ પહાડીઓ, સમેતશિખરજી વગેરે શ્વેતાંબર તીર્થસ્થાનો છે. તેમાં તથા તેની આસપાસની ભૂમિમાં કોઈ જીવની હિંસા થાય નહીં એવો હુકમ કરવો જોઈએ. મને આ માંગણી વ્યાજબી લાગે છે. તપાસ કરતાં નક્કી થયું કે આ સ્થાનો શ્વેતાંબર જૈનોનાં છે. હું આ બધા સ્થાનો શ્વેતાંબર આચાર્ય હીરવિજયસૂરિને અર્પણ કરું છું. તેઓ એ પવિત્ર સ્થાનોમાં શાંતિથી પ્રભુની ઉપાસના કરે. આ સ્થાનો શ્વેતાંબર સમાજનાં છે, તેમની માલિકીનાં છે. જ્યાં સુધી સૂર્ય, ચંદ્ર તપે ત્યાં સુધી આ ફરમાન જૈન શ્વેતાંબરોને માટે આમર રહે. આ ફરમાનના અમલમાં કોઈએ દખલ કરવી નહીં. આ તીર્થોના પર્વતોની ઉપર, નીચે કે આસપાસ યાત્રાધામોમાં કોઈએ કોઈ જાતની જીવહિંસા કરવી નહીં. આ હુકમનો પાકો અમલ કરવો. કોઈએ ઊલટું વર્તવું નહીં. બીજી સનદ માગવી નહીં. [ નોંધ : આ ફરમાન અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં છે. તેની લંબાઈ બે ફૂટ, પહોળાઈ એક ફૂટ અને પાંચ ઇંચ છે. ધોળા કપડા ઉપર સોનેરી શાહીથી લખેલું છે. ] (૯) બા. અકબરે આ. હીરવિજયસૂરિને મોટો ગ્રંથભંડાર ભેટ આપ્યો. (૧૦) આચાર્યશ્રીને સં. ૧૬૪૦માં ફત્તેપુર સિક્રીમાં “જગદ્ગુરુ' તરીકે ઓળખાવ્યા તથા સં. ૧૬૪૯માં લાહોરમાં આ. વિજયસેનસૂરિને “સવાઈહીર', પં. ભનુચંદ્રને “મહોપાધ્યાય અને પં. નંદિવિજય અને પં. સિદ્ધિચંદ્ર ગણિને “ખુશફહમ'ના ખિતાબો આપ્યા. (૧૧) બા. અકબરે નિર્વશીયાનું ધન લેવાનું બંધ કર્યું. (૧૨) જજિયાવેરો (યાત્રાકર) માફ કર્યો. બિકાનેરના મંત્રી કર્મચંદ્ર બચ્છાવતના પ્રયત્નથી ખરતરગચ્છના પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી જિનચંદ્રસૂરિ લાહોરમાં બા. અકબરના દરબારમાં પધાર્યા ત્યારે બાદશાહે તેમને એક અઠવાડિયાનું અહિંસાનું ફરમાન આપ્યું કે- દર વર્ષે આષાઢ શુક્લ નોમથી પૂર્ણમાસી સુધીના સાત દિવસ કોઈએ કોઈ જીવની હિંસા કરવી નહિ અને સતાવવા નહિ. બાદશાહ બાબરે ભટ્ટારક શ્રી હેમવિમલસૂરિની પરંપરાના મહો. સહજકુશલગણિને અહિંસાનું ફરમાન આપ્યું હતું તેમજ જજિયાવેરો માફ કર્યો હતો. બાદશાહ જહાંગીર : તે આ. હીરવિજયસૂરિ અને તેમના શિષ્યો-પ્રશિષ્યોના વધુ પરિચયમાં આવ્યો, તેમની નાની-મોટી બાબતોમાં વિશેષ રસ લેતો અને તેમના પ્રત્યે અત્યંત સ્નેહભાવ ધરાવતો. તેણે તથા શાહજાદા ખુશરૂએ મહો. ભાનુચંદ્રગણિ પાસેથી ધર્મજ્ઞાન મેળવ્યું હતું. (૧) બા. જહાંગીરે પોતાના પિતા અકબર બાદશાહના દરેકે દરેકે ફરમાનોને અવસર આવતાં પોતાની મહોર મારી સમર્થન આપ્યું હતું. સં. ૧૬૬૨ (કે ૧૬૬૩)માં આ. વિજયસેનસૂરિને શા. હરખચંદ પાનાચંદજીની અરજ/માગણીથી જૈન ધર્મસ્થાનોની પવિત્રતા અને રક્ષા, યાત્રાકરની માફી તથા અમારિ પાલન વગેરે માટેનું ફરમાન લખી મોકલાવ્યું હતું. ઉપરાંત, સં. ૧૯૭૬માં મહો. ભાનુચંદ્રમણિને એક ફરમાન લખી આપ્યું, જેમાં બા. જહાંગીર જણાવે છે કે, “બાદશાહ અકબરે પળાવેલ ૬ મહિનાની અહિંસાનું પાલન કરવું તથા મારા જન્મનો એક મહિનો વધારે અહિંસા પાળવી. શત્રુજ્યતીર્થમાં યાત્રાવેરો અને આ. હીરવિજયસૂરિના સમાધિસ્થાન (ઉના)માં જગાતવેરો માફ કરવો. મરેલાનાં માલ-ધન લેવાનું બંધ કરવું.” (૨) આ. જૈ. ૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy