SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ ] [ જૈન પ્રતિભાદર્શન જૈનધર્મપ્રેમી દિલ્લીના સુલતાનો : બાદશાહ મોઈઝુદ્દીન બહેરામનો મંત્રી સહણપાલ અને બા. અલ્લાઉદ્દીન ખિલજીનો સર્વસત્તાધારી મંત્રી નેણો જાલોરના આભૂ શ્રીમાલીના વંશજ હતા. મંત્રી નેણાએ ખરતરગચ્છના આ૦ જિનચંદ્રસૂરિના ઉપદેશથી શત્રુંજયતીર્થ અને ગિરનાર તીર્થનો છ'રી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો. અલ્લાઉદ્દીન આ૦ વજ્રસેનસૂરિને બહુ માનતો. બાળ ગ્લાસુદ્દીન તઘલખે આભૂ શ્રીમાળીના વંશજ દુઃસાજુને મેવાડ કે મો૨વાડાનો સુબો બનાવ્યો હતો. અગાઉ તે ચંડાવલ (ચંદ્રાવતી)નો પ્રધાન હતો. બાળ મહમ્મદ તઘલખ આ૦ જિનપ્રભસૂરિનો ભક્ત બન્યો હતો. તેમના ઉપદેશથી બાદશાહે જ્યાં ત્યાં જિનપ્રતિમાઓ પડી હતી એ તેમને પાછી આપી હતી. બાદશાહે કલ્યાણી નગરના ભ૦ મહાવીરસ્વામીના જિનાલયની પૂજા (આદિ ખર્ચ) માટે બે ગામ ભેટ આપ્યાં હતાં. વડગચ્છના મોટા કવિ આ ગુણભદ્રસૂરિના ઉપદેશથી તે વિશેષ જૈનધર્મનો પ્રેમી બન્યો. આ મદનસૂરિ અને આ મહેન્દ્રસૂરિને પણ તે બહુ માનતો. બા૦ ફિરોજશાહ તઘલખે પણ અનેક જૈનાચાર્યોના આદર-સત્કાર કર્યા હતા. બાદશાહ બાબરે મહો. સહજકુશલગણના ઉપદેશથી જજિયાવેરો માફ કર્યો હતો. મંત્રી આભૂ શ્રીમાળી અને તેના વંશજો ઃ તે રાજા સોમેશ્વર ચૌહાણનો મંત્રી હતો. સ્વર્ણગિરિ (જાલોર)નો હોવાથી સોનગરા શ્રીમાળી તરીકે પ્રસિદ્ધિ પામ્યો. તેનો વંશજ (૬) ઝાંઝણ રાજા ગોપીનાથનો મુખ્યમંત્રી હતો. તે બહુ ધર્મપ્રેમી હતો. તેણે સં. ૧૫૦૩ લગભગમાં પાલનપુરમાં ભ૦ શાંતિનાથનો જિનપ્રાસાદ કરાવ્યો, યાત્રાસંઘો કાઢ્યા, ઉજમણાં કર્યાં, ધર્મશાળા, ઉપાશ્રયો અને દાનશાળા બંધાવ્યાં. તે માંડવગઢ જઈને વસ્યો. તેને ૬ પુત્રો હતા. આ સહુ માંડવગઢમાં બાદશાહ આલમશાહના રાજ્યમાં પદાધિકારી બન્યા હતા. તે સૌએ જીરાવલા, આબૂ વગેરે તીર્થોના જુદા જુદા સમયે યાત્રાસંઘો કાઢ્યા હતા. આ રીતે તેઓ સંઘપતિ બન્યા હતા. ઝાંઝણના ચોથા પુત્ર પદ્મને બા૦ અલ્લાઉદ્દીને માંડવગઢ જીતી લઈ ત્યાંનો દીવાન બનાવ્યો. ઝાંઝણના બીજા પુત્ર સં. બાહડને બે પુત્રો હતા. મોટો પુત્ર સમધર સંભવતઃ મેવાડનો મહામાત્ય હતો. તેના કુટુંબે આજ ધર્મઘોષસૂરિના ઉપદેશથી ગ્રંથો લખાવ્યા હતા. બાહડનો નાનો પુત્ર સં. મંડન બુદ્ધિવાન, ધનવાન, વિદ્વાન અને કવિ હતો. તેણે સરસ્વતીમંડન, કાવ્યમંડન, ચંપૂમંડન, કાદંબર મંડન, અલંકારમંડન, ઉપસર્ગમંડન, ચંદ્રવિજય ગ્લો. ૧૪૧, કવિકલ્પદ્રુમ વગેરે ગ્રંથો રચ્યા છે. સં. ઝાંઝણો ત્રીજો પુત્ર સં. દેહડ ભોજદેવ પરમારનો મંત્રી તથા માંડવગઢના બા૦ આલમશાહનો દીવાન હતો. નના પુત્ર કવિ ધનદે સં. ૧૪૯૦માં માંડવગઢમાં (૧) શૃંગારધનદ, (૨) નીતિધનદ અને (૩) વૈરાગ્યધનદ—--એમ શતકત્રયી બનાવી છે. કવિ મંડન અને કવિ ધનદ તેમજ તેના પુત્રોએ સં. ૧૫૦૩માં માંડવગઢમાં ખરતરગચ્છના આ૦ જિનભદ્રસૂરિના ઉપદેશથી સર્વ સિદ્ધાંતો લખાવ્યા હતા. શેઠ પૂના અને તેના વંશજોના ધર્મકાર્યો : ચંદ્રાવતીના રાજા ધારાવર્ષના રાજ્યના અધિકારીઓ શેઠ પૂના, આશા વગેરેએ થારાપદ્રગચ્છના આ ચક્રેશ્વરસૂરિ, આઠ પરમાનંદસૂરિ અને આ યશઃપ્રભસૂરિના ઉપદેશથી ‘નાયાધમ્મ કા' અને ‘રત્નચૂડ કથા'ની પ્રતિ લખાવી. શેઠ પૂનાના વંશના વિક્રમાદિત્યે તિવરીમાં ભ૦ પાર્શ્વનાથનું જિનાલય બનાવ્યું. માલદેવે શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોના છ'રી પાળતા યાત્રાસંઘો કાઢ્યા. ખંભાતના શેઠ હરપતિએ સં. ૧૪૪૨ના દુકાળમાં જનતાને અનાજ-પાણી, કપડાં વગેરે આપી મોટી મદદ કરી. સં. ૧૪૪૯માં તપગચ્છની વૃદ્ધપોષાળના ૫૬મા આ∞ જયતિલકસૂરિના ઉપદેશથી તેણે ગિરનાર તીર્થમાં ભ૦ નેમનાથના જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને શત્રુંજય, ગિરનાર વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy