SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૬ ] [ જૈન પ્રતિભાદર્શન મહિમા પ્રકટ થયો. ધૃતકલ્લોલ પાર્શ્વનાથજીની પ્રભાવક પ્રતિમાજીથી સુથરી તીર્થધામ તરીકે પ્રસિદ્ધ થયું અને અબડાવાસની પંચતીર્થીનું કેન્દ્ર ગણાયું. ઓસવંશીય ગાંધી ગોત્રીય, પારકરમાં થયેલા તિલાશાહ નામના અંચલગચ્છીય શ્રાવકે સં. ૧૭૫૩ માં જ્ઞાનપંચમીનું ઉજમણું કરી ઘણું ધન ધર્મકાર્યોમાં ખરચ્યું. બીકાનેરમાં થયેલા શ્રેષ્ઠી ખેનદાસ ઘણા દાનવીર થઈ ગયા. તેમણે ૯૦૦૦૦ પીરોજીનું દાન કરી દીક્ષા લીધી હતી. આ વંશમાં ગોલકંડામાં થયેલા ધનાશેઠે ચારિત્ર્ય લઈ, શત્રુંજય પર પચીસ દિવસોનું અનશન કરી દેહત્યાગ કર્યો. કાલુ ગામમાં થયેલા પોમા શેઠે પોતાની સ્ત્રી સહિત દીક્ષા લેતી વેળાએ ઘણું દ્રવ્યદાન કર્યું. ઉદેપુરમાં થયેલો સાફૂલ સન્યસ્ત લઈ પચીસ દિવસનું અનશન કરી શત્રુંજય પર ધર્મારાધનપૂર્વક દિવંગત થયો. (જુઓ ‘જૈન ગોત્ર સંગ્રહ' પૃ. ૯૬.) ઓસવંશીય દેવાણંદસખા ગોત્રીય, ભણાગોલવાસી નાગાજણે અમરસાગરસૂરિના ઉપદેશથી ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું છે. આ વંશમાં માંઢાનિવાસી વીસાએ તથા ખેતાએ ત્યાં વાવો બંધાવીને સ્વામિવાત્સલ્યાદિ કાર્યોમાં ઘણું ધન ખરચ્યું. કચ્છ-નલિયાના રહીશ મૂલાશાહે મૂલાસર નામનું તળાવ બંધાવ્યું. કચ્છ સાભરાઈમાં થયેલા ભાવડના પુત્ર પદમસીએ સં. ૧૭૪૫માં ત્યાં શ્રી સુવિધિનાથજીનો શિખરબદ્ધ પ્રાસાદ બંધાવ્યો. સં. ૧૭૩૧માં સાભરાઈના શાહ કાનડે શત્રુંજય તથા ગોડજીના સંઘો કાઢી ઘણું દ્રવ્ય ખરચ્યું તથા સદાવ્રતો બંધાવ્યાં. સં. ૧૭૪૩માં કચ્છ-ગોધરાના રહીશ ગોવર, લખા તથા નરસીએ ઘણું દ્રવ્ય ખરચી સ્વામિવાત્સલ્યાદિ કાર્યો કર્યાં. સં. ૧૬૫૧માં ધ્રોલના રહીશ દેરાજે ત્યાં સેલરવાવ બંધાવી, સં. ૧૭૩૭માં કચ્છ વારાહીના રહીશ આસગે ત્યાં વાવ બંધાવી, તે લઘુસજનીય થયો. (જુઓ જૈ. ગો. સં. પૃ. ૧૦૧-૨) ઓસવંશીય રિયા ગોત્રીય અમરકોટના રહીશ આસરશાહે આસરવસહી નામનો જિનપ્રાસાદ તથા એક વાવ બંધાવ્યાં. સં. ૧૭૨૮માં આ વંશના લઠેરડીના રહીશ સાભભાઈ અને ડુમરા વચ્ચે આસરાઈ તલાવ બંધાવ્યું. હરિયાના કુલમાં પાસવીર પણ પ્રધાન પુરુષ થયા. તેમણે અમરકોટમાં યશોપાર્જન કર્યું. તેઓ રાજમાન્ય હતા. મરુસ્થલી મારવાડમાં પણ તેમની ઘણી પ્રસિદ્ધિ હતી. (જુઓ ‘હરિયાશાહ રાસ') ઓસવંશીય દેઢિયાગોત્રીય, ભોરાલામાં થયેલા ભાણા વગેરે ત્રણ ભાઈઓએ કુલદેવીની શિખરબદ્ધ દેરી બંધાવી, દેશતેડું કરી બસો મણ ધૃતનું ખરચ કર્યું, સંઘ કાઢી શત્રુંજયયાત્રા કરી. દેશલપુરમાં થયેલા દેવને ત્યાં ઉપાશ્રય કરાવ્યો. સં. ૧૭૫૮માં દેશપુરમાં જેતાશાહે શત્રુંજયની યાત્રા કરી, ઘેર આવી વાવ બંધાવી, ભૂજપુરમાં સાગરના પુત્રો જગા તથા કાલાએ દેશતેડું કરી સજ્જન સારણા કરી, વાવ બંધાવી, તથા યાત્રાઓ કરી ઘણું ધન ધર્મકાર્યોમાં ખરચ્યું. સં. ૧૭૬૪માં ભૂજપુરમાં લુંભાના પુત્ર રણમલ્લે ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચી દેશતેડું કર્યું, તેમાં સાતસો મણ ધૃત વાપર્યું. રણમલ્લને મહારાવ દેશળજી તરફથી ઘણું સન્માન મળ્યું હતું. સં. ૧૬૪૭માં ભોજાએ વલાહિયાથી માડીની વાટે ભોજા વાવ બંધાવી છે. સં. ૧૭૩૭માં દેવન તથા સોજાએ લુઅડીમાં મેળા કરી ઘણું ધન ધર્મકાર્યોમાં ખરચ્યું. કચ્છી દશા ઓશવાળ જ્ઞાતીય નાગડા ગોત્રીય એ બન્ને બાંધવો નલિયામાં થઈ ગયા, જેમની ગુરુભક્તિની વાતો ખૂબ જ સંભળાય છે. પસાઈયો મોટો અને રામઈયો નાનો. એમના પિતાનું નામ મેરગ હતું. રામઈયો દેવ-ગુરુનો પરમ ઉપાસક હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy