________________
અભિવાદન ગ્રંથ ]
[ ૬૬૫
૫૦૭, ૫૦૮.) આ પ્રતિષ્ઠા વખતે અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ. આ જિનબિંબો શત્રુંજ્યગિરિની મૂલ ટૂકની ભમતીની દેરીઓમાં પણ ઘણી જગ્યાએ છે, જામનગરનાં જિનાલયોમાં સવિશેષ છે.
સં. ૧૬૮૧ (૧) આષાઢ સુદિ ૭ના રવિવારે દ્વીપ બંદરવાસી ઉપકેશ જ્ઞાતીય સાહ સહસિકરણ સુત સાહ સહજમલ સુત તેજપાલે (ખંભાતના) અકબરપુરના ઉપાશ્રયમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી, એમ ખંભાતના શ્રી મુનિસુવ્રત જિનાલયની ધાતુ પ્રતિમાના લેખ દ્વારા જાણી શકાય છે.
સં. ૧૬૮૩ (૧) મહા સુદિ ૧૩ના સોમવારે શ્રીશ્રીમાલી જ્ઞાતીય, અમદાવાદના મંત્રીશ્વર ભંડારીજીના વંશમાં છઠ્ઠી પેઢીમાં થયેલી સુશ્રાવિકા હીરબાઈએ શત્રુંજયગિર ૫૨ ભંડારીજીએ બંધાવેલા શ્રી ચંદ્રપ્રભુ જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. (એ જીર્ણોદ્વારની પ્રશસ્તિ માટે જુઓ ‘અંચલગચ્છીય લેખ સંગ્રહ' લેખાંક ૩૧૫. આ પ્રશસ્તિ વિષે આગળ સપ્રમાણ ઉલ્લેખ કરી ગયા છીએ.) (૨) જેઠ સુદિ ૬ના ગુરુવારે, પુષ્યનક્ષત્રે, સાંભરપુરવાસી, ઓસવંશીય ગોખરૂ ગોત્રીય શ્રીરાજ પુત્ર રાંકા પુત્ર શ્રીવંત પુત્ર પદ્મસિંહે, ભાર્યા શાતાગદે, પુત્ર કીકા પુત્ર શ્રીપતિ, અમરદેવ, શ્રીપતિ ભાર્યા સાહિજદે પુત્ર ઉભયતંદ્રાદિ સહિત શ્રી પદ્મપ્રભ જિનબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. આ મૂર્તિ શત્રુંજયગિરની મૂળ ટૂકની ભમતીમાં વિદ્યમાન છે. લેખના શિરોભાગ પર મોટા અક્ષરે ‘શ્રી અંચલગચ્છે’ એમ લખ્યું છે. (૩) એ જ દિવસે સા. પદ્મસિંહ કારિત પ્રતિષ્ઠા વખતે શ્રીશ્રીમાળી પરીખ સોનજીએ શ્રી ચંદ્રપ્રભ બિંબ ભરાવ્યું. સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી એમ ખેડાના શ્રી ભીડભંજન પાર્શ્વજિનાલયની ધાતુપ્રતિમાના લેખ દ્વારા જાણી શકાય છે. (૪) સંભવિત રીતે એ જ પ્રતિષ્ઠા વખતે શ્રીશ્રીમાળી શ્રી અભિનંદન જિનબિંબ ભરાવ્યું. આ પાષાણમૂર્તિ શત્રુંજયગિરિ પર મુખ્ય ટૂંકની ઉત્તર દિશા તરફની ભમતીની દેરીમાં વિદ્યમાન છે.
સં. ૧૬૮૬. (૧) ચૈત્ર સુદિ ૧૫ના દિવસે દક્ષિણ દેશમાં આવેલા દેવગિર નગરના રહેવાસી, શ્રીમાળી જ્ઞાતીય, લઘુશાખીય સા. તુકજી ભાર્યા તેજલદેના પુત્ર સા. હાસુજીએ પોતાની સ્ત્રી હાસલદે ભાઈ સા. વજ્જુજી ભાર્યા વચ્છાદે, સા. દેવજી ભાર્યા દેવલદે, પુત્ર ધર્મદાસ અને ભગિની બાઈ કુંઅરી પ્રમુખ સકલ કુટુંબ સમેત સિદ્ધાચલની યાત્રા કરી અને અબદ્-આદિનાથના મંદિરના મંડપનો કોટ સહિત પુનઃ ઉદ્ધાર (પ્રાયઃ કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી) કરાવ્યો.
સં. ૧૭૦૨ (૧) માગશર સુદિ ૬ના શુક્રવારે દીવાબંદરવાસી પ્રાગ્ધા જ્ઞાતીય, નાગરગોત્રીય, મંત્રીશ્વર વિમલ સંતાનીય મંત્રી કમલસી પુત્ર મંત્રી જીવા પુત્ર મંત્રી પ્રેમજી, મંત્રી પ્રાગજી, મંત્રી આણંદજી પુત્ર કેશવજી પ્રમુખ પરિવાર સહિત પોતાના પિતા મંત્રી જીવાના શ્રેયાર્થે શ્રી આદિનાથ જિનબિંબ ભરાવ્યું, ચતુર્વિધ સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. આ લેખ પાલીતાણામાં માધવલાલ ધર્મશાળાના શ્રી સુમતિનાથ જિનાલયની ધાતુમૂર્તિ પર છે.
૧૯. પૂ. આ. ભ. શ્રી અમરસાગરસૂરિ મ. સા.
પ્રકીર્ણ પ્રસંગો
આ અરસામાં અચલગચ્છીય શ્રમણોનો કચ્છમાં સવિશેષ વિહાર રહ્યો, ધૃતકલ્લોલ પાર્શ્વનાથજીનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org