SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૪ ] [ જૈન પ્રતિભાદર્શન છે મસ્તક ભાગ પર “પાતિસાહ અકબર જલાલુદ્દીન સુરત્રાણાત્મક પાતિસાહ શ્રી જહાંગીર વિજયરાજયે એમ લખેલું છે. શ્રી ઋષભજિનબિંબ, શ્રી વિહરમાન પ્રભુબિંબ, શ્રી પ્રભુબિંબ પર પણ વિસ્તૃત લેખો છે, જેમાં તેમના કુટુંબીજનોના નામોના ઉલ્લેખો છે. એ બધાં બિંબો પર મસ્તક ભાગ પર જહાંગીરના નામનો ઉલ્લેખ છે. (૯) જયપુરના નવા મંદિરની પાષાણ પ્રતિમા પર આવા મતલબનો લેખ છે : સં. ૧૬૭૧ ના વૈશાખ સુદિ ૩ના શનિવારે રોહિણી નક્ષત્રે આગરાવાસી, ઉપકેશ જ્ઞાતીય, લોઢાગોત્રીય, ગા વંશીય સં. કુંવરપાલ અને સોનપાલે પોતાના નોકર હરદાસના પુણ્યાર્થે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શ્રી આદિનાથ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. (૧૦) આગરાના ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયની પાષાણમૂર્તિ પર આ મતલબનો લેખ છે : સં.૧૬૭૧ના વૈશાખ સુદિ ૩, આગરાવાસી ઉસવાલ જ્ઞાતીય ચોરડિયા ગોત્રીય સાહ..પુત્ર સા. હીરાનંદ ભાર્યા હીરાદે પુત્ર સા. જેઠમલે જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. આ લેખમાં કહેલો હીરાનંદ એ જ સંઘપતિઓનો નોકર હરદાસ સંભવે છે. (૧૧) જયપુરના શ્રી સુપાર્શ્વનાથ જિનાલયની મૂલનાયકની પ્રતિમા પર પ્રેમન અને તેના પુત્રો, પૌત્રોનો ઉલ્લેખ છે. (૧૨) અજમેરના શ્રી ગોડીપાર્થ જિનાલયની પંચતીર્થી પર સંઘપતિ કુંવરપાલ-સોનપાલના માતા-પિતા ઉપરાંત કુંવરપાલના પુત્ર દુર્ગાદાસ અને તેની ત્રણ પત્નીઓ સીલા, નકા, રથાનો પણ નામોલ્લેખ છે. શ્રી મુનિસુવ્રત ભગવાનની એ પ્રતિમા શ્રાવિકા કપૂરના પૂજનાર્થે પ્રતિષ્ઠિત કરાવવામાં આવી એમ પણ તે લેખમાં કહેવાયું છે. શ્રાવિકા કપૂરા એ કોણ હશે એ અનુમાનનો વિષય છે. (૧૩) ઉક્ત ઐતિહાસિક પ્રતિષ્ઠા વખતે કાંકરીઆ ગોત્રીય સા. રણધીર અને તેની ભાર્યા યાદોએ પણ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી એમ જયપુરના વિજયગચ્છીય મંદિરની પંચતીર્થીના લેખ દ્વારા જાણી શકાય છે. સં. ૧૬૭૨ (૧) વૈશાખ સુદિ ૩ના ગુરુવારે સં. સોનપાલના પુત્ર સં. રૂપચંદની રૂપશ્રી, કામા, કેસર એ ત્રણે ભાર્યાઓ પોતાના પતિ પાછળ સતી થઈ, જેનો પાળિયો અમદાવાદના દૂધેશ્વરની ટાંકી પાસેના એક કૂવાના થાળામાં મૂકવામાં આવ્યો છે. એ આરસના પાળિયા પર લેખ છે, જેમાં જહાંગીર અને કુંવરપાલ અને સોનપાલનાં નામોના પણ ઉલ્લેખ છે, જે અંગે ઉલ્લેખ થઈ ગયો છે. સં. ૧૬૭૫ (૧) વૈશાખ સુદિ ૩ના બુધવારે જામનગરના લાલન ગોત્રીય સં. પદ્મસિંહ શાહે શત્રુંજયગિરિ પર શ્રી શ્રેયાંસનાથ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી, જેની શિલા-પ્રશસ્તિ અંગે આગળ વિસ્તારથી ઉલ્લેખ થઈ ગયો છે. (જિનાલયના મૂળ લેખ માટે જુઓ “અંચલગચ્છીય લેખ સંગ્રહ લેખાંક ૩૧, મૂલનાયકજીની પ્રતિમાના લેખ માટે, લેખાંક ૩૧૧.) (૨) વૈશાખ સુદિ ૧૩ના શુક્રવારે શ્રીશ્રીમાળીના જ્ઞાતીય અમદાવાદવાસી, સાહ ભવાન ભાર્યા રાજલદે પુત્ર સાહ ખીમજી અને સુપજીએ શત્રુંજયગિરિ પર ચતુર્મુખ જિનાલય બંધાવ્યું એમ શત્રુંજયગિરિ પર મૂલનાયકની ટૂકના ઇશાન ખૂણાના ચતુર્મુખ જિનાલયના શિલાલેખ દ્વારા જાણી શકાય છે. સં. ૧૬૭૬ (૧) વૈશાખ સુદિ ૩ના બુધવારે સં. વર્ધમાન-પાસિંહ શાહે જામનગરમાં શ્રી શાંતિનાથ પ્રમુખ ૫૦૧ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી અને જામનગરના શ્રી શાંતિનાથ જિનાલયમાં તેમને પ્રતિષ્ઠિત કરી. (મૂળ શિલાલેખ માટે જુઓ “અંચલગચ્છીય લેખ સંગ્રહ' લેખાંક ૩૧૨.) સં. ૧૬૭૮ (૧) વૈશાખ સુદિ પના શુક્રવારે સં. વર્ધમાન શાહે શત્રુંજયગિરિ પર શ્રી શાંતિનાથ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. (પ્રતિષ્ઠાલેખો માટે જુઓ : “અચલગચ્છીય લેખ સંગ્રહ લેખાંક ૩૧૨, = = - - - - - -- - - - - - - -- -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy