SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૬૬૩ સાગરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી એવો લેખ ભાંડકના જિનાલયની પાષાણપ્રતિમા ઉપર છે. સં. ૧૬૭૧ : (૧) વૈશાખ સુદિ ૩ના ગુરુવારે લોઢાગોત્રીય કુંવરપાલ અને સોનપાલે આગરામાં બંધાવેલા શ્રી શ્રેયાંસનાથ જિનમંદિરની પ્રતિષ્ઠા આચાર્યના ઉપદેશથી થઈ. શ્રી વીપ્રભુના જિનાલયની પ્રતિષ્ઠા પણ એ વખતે જ થઈ પરંતુ તેનો લેખ ઉપલબ્ધ થતો નથી. (૨) વૈશાખ સુદિ ૩ના શનિવારે ઉક્ત પ્રતિષ્ઠાને દિવસે જ ઉક્ત બન્ને બાંધવોએ સાડાચારસો જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. (એ પ્રસંગના કેટલાક લેખો માટે જુઓ, ‘અચલગચ્છીય લેખસંગ્રહ.) (૩) લખનૌના શ્રી શાંતિનાથ જિનાલયના એ પ્રસંગના લેખમાં શ્રી શાહજહાં વિજય રાજયે એમ જણાવ્યું છે. સં. ૧૯૭૧માં આગરાના રહેવાસી ઓશવાળ જ્ઞાતીય લોઢાગોત્રીય અગ્રણી વંશીય સં. ઋષભદાસના પુત્રો સંઘાધિપ કુંવરપાલ અને સોનપાલે શ્રી અનંતનાથબિંબની પ્રતિષ્ઠા કરી. (૪) પટણાના વિશાલ જિનમંદિરમાં મૂલનાયકજીની પાષાણ મૂર્તિ પર પણ એવો જ લેખ છે. સં. ઋષભદાસ ભાર્યા રેખશ્રીના પૌત્રો સંઘરાજ, રૂપચંદ, ચતુર્ભુજ, ધનપાલનો તેમાં ઉલ્લેખ છે. એ જિનાલયની અન્ય પાષણમૂર્તિઓ પર પણ એવા જ લેખો છે. શ્રી પદ્મપ્રભુના જિનબિંબ પર વિશેષમાં સં. ઋષભદાસના બંધુ પ્રેમનના પૌત્ર સં. સા ક્ત સંગનો એમ ઉલ્લેખ છે. શ્રી વાસુપૂજ્યબિંબ પર પ્રેમન, તેની ભાર્યા શક્તા તથા તેમના પુત્રો ખેતસી અને નેતસીનો ઉલ્લેખ છે. શ્રી વિમલનાથબિંબ પર પ્રેમના કુટુંબનાં એ જ નામો ઉપરાંત ખેતસીની ભાર્યા ભક્તાદે નામનો પણ ઉલ્લેખ છે. શ્રી પાર્શ્વનાથબિંબ પર જણાવાયું છે કે સંઘપતિ કુંવરપાલ અને સોનપાલે પોતાની માતાના પુણ્યાર્થે એ બિંબ ભરાવ્યું. (૫) અયોધ્યાના શ્રી અનંતનાથ જિનાલયની પાષાણ પ્રતિમા પર આવા મતલબનો લેખ છે : સં. ૧૯૭૧ના વૈશાખ સુદિ ૩ના શનિવારે રોહિણી નક્ષત્રમાં આગરાવાસી, ઉપકેશ જ્ઞાતીય, લોઢાગોત્રીય, ગાણાવંશીય સા. રાજપાલ ભાર્યા રાજશ્રી. તેમના પુત્ર સં. ઋષભદાસ ભાર્યા શ્રાવિકા રેખશ્રી. તેમના પુત્રો કુંવરપાલ, સોનપાલ, તેમના પુત્રો સં. સંઘરાજ, સં. રૂપચંદ, સં. ચતુર્ભુજ, સં. ધનપાલાદિ સહિત કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શ્રી વીર જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. (૬) મિર્ઝાપુરના પંચાયતી મંદિરની શ્રી આદિનાથની ધાતુમૂર્તિ પર કુંવરપાલ અને સોનપાલના વડીલ બંધુ દુનિચંદના નામનો ઉલ્લેખ છે. (૭) આગરાના દિગંબર મંદિરની શ્રી વાસુપૂજ્ય પ્રતિમા પર પ્રેમન, તેની ભાર્યા શક્તાદે, તેના પુત્ર ભટ્ટદેવ તેની ભાર્યા મુક્તાદે તથા તેમના પુત્ર રાજાના નામનો ઉલ્લેખ છે. એ મંદિરની શ્રીસુપાર્શ્વ પ્રતિમા પર પ્રેમનના પૌત્ર કલ્યાણદાસનો ઉલ્લેખ છે. એ મંદિરની શ્રી નેમનાથ પ્રતિમા ગાંધી ગોત્રીય સાધાણી વંશીય સા. ગોલ અને સા. રાહુએ પ્રતિષ્ઠા કરી. (૮) લખનૌના શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ જિનાલયની મૂલનાયકની પ્રતિમાની ચરણચોકી ઉપર ૧૨ પંક્તિનો વિસ્તૃત લેખ છે. તેમાં કુંવરપાલ અને સોનપાલનાં માતા-પિતાનો ઉલ્લેખ છે. મસ્તકના ભાગમાં “પાતિસાહ સવાઈ શ્રી જહાંગીર સુરત્રાણ' છે. અને પ્રથમ ૮ પંક્તિઓમાં જહાંગીરનાં અનેક વિશેષણો અને ગુણોનું વર્ણન છે, જે વાંચનીય છે. આવું વર્ણન ભાગ્યે જ પ્રતિમાલેખોમાં હોય છે. એ જિનાલયની શ્રી અજિતનાથની પ્રતિમા પર સંઘપતિના વશીનાં અનેક નામો છે. શ્રી સંભવનાથ પ્રતિમા પર પણ એવો જ લેખ છે. તેમાં સે. ઋષભદાસને “વિમલદ્યાદિ સંઘકારક' અને તેના બન્ને પ્રતાપી પુત્રોને શત્રુંજય, સમેતગિંરિ આદિના સંઘકારક કહ્યા છે. એમના પુત્રો સંઘરાજ, રૂપચંદ, પૌત્રો ભૂધરદાસ, સૂરદાસ, શિવદાસ, પૌત્રી પદ્મશ્રી ઇત્યાદિનાં નામોના પણ લેખમાં ઉલ્લેખ છે. શ્રી અભિનંદન જિનબિંબ પર પણ એવો જ લેખે છે. તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy