SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૨ ] | જૈન પ્રતિભાદર્શન હતી. તેના પારિખ વીરજી અને રહિયા નામે બે પુત્રો થયા. પારિખ વીરજીની સ્ત્રી હીરબાઈ થયાં. હીરબાઈના પુત્ર પારિખ સોમચંદ્ર થયા, જેમના નામે શ્રી ચંદ્રપ્રભજિનબિંબ ભરાવવામાં આવ્યું તથા પ્રતિષ્ઠા કરવામાં આવી. “જેમણે પોતાના પ્રતાપરૂપી સૂર્યની કાંતિથી સમસ્ત ભૂમંડલને દીપાવ્યું હતું, એવા કાંધુજી તથા રાજ્યની શોભાવાળા તેમના પુત્ર શિવાજીના વિજયવંત રાજ્યમાં પ્રતિષ્ઠા થઈ. હીરબાઈએ પોતાની ભાગ્યશાળી પુત્રી કીઈબાઈ તથા ભ્રાતા પારિખ રૂપજી અને તેના પુત્ર પારિખ ગોડીદાસ સહિત સં. ૧૯૮૩ના મહા સુદિ ને સોમવારે પ્રતિષ્ઠા કરી. શત્રુંજયગિરિ ચડતાં છાલા કુંડ પછી અને ભૂખણ કુંડ પહેલાં જમણી બાજુએ હીરબાઈનો કુંડ આવે છે. આ કુંડ પણ હીરબાઈનાં સુકૃત્યનું જ પરિણામ છે. (જુઓ જિનવિજયજીનો લેખ સંગ્રહ, ભા. ૧, પૃ. ૪૫.) ખીમજી અને સુપજી અમદાવાદમાં શ્રીશ્રીમાળી જ્ઞાતીય ભવાન ભાર્યા રાજમલદેના પુત્રો ખીમજી અને સુપજીએ સં. ૧૬૭૩માં કલ્યાણસાગરસૂરિની ભક્તિ કરી હતી એવો પટ્ટાવલીમાં ઉલ્લેખ છે. તેમણે સં. ૧૬૭૫ના વૈશાખ સુદિ ૧૩ના શુક્રવારે આચાર્યના ઉપદેશથી શત્રુંજયની મૂલ ટૂકમાં ઇશાન ખૂણામાં ચૌમુખ જિનાલય બંધાવ્યું અને જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. એની શિલા-પ્રશસ્તિ હેન્રી કાઉન્સેસે નોંધેલી અને ડો. બુલરે એપિઝાફિયા ઇન્ડિકા', વો. ૨ માં. પ્રકટ કરેલી. મંત્રી વોરા ધારસી પ્રમુખ ભૂજના શ્રાવકો કચ્છ અંચલગચ્છની પ્રવૃત્તિઓનું મહત્ત્વનું કેન્દ્ર હોઈને, તેનું પાટનગર આ ગચ્છ પ્રત્યે સવિશેષ ભક્તિ દર્શાવે એ સ્વાભાવિક છે. વા. વસાગરે સં. ૧૬૭૭માં લખેલા ઐતિહાસિક પત્રમાં તત્કાલીન કચ્છનું, ભૂજનું, મહારાવ ભારમલ્લનું તથા ત્યાંના જૈનસંઘનું ભાવભર્યું વર્ણન આપ્યું છે. ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિના અને મહારાવ ભારમલજીના સમાગમ વિષે પાછળથી ઉલ્લેખ કરીશું. અહીં માત્ર શ્રાવક સંબંધમાં અલ્પ ઉલ્લેખ જ પ્રસ્તુત છે. સં. ૧૯૭૭માં ભારમલ્લજીના રાજ્યાધિકારી વોરા ધારસીએ ગુરુના ઉપદેશથી ભૂજમાં એલગચ્છનો ઉપાશ્રય બંધાવ્યો તથા પોતાના દાદા વીરજી શાહની દેરી કરાવી તેમાં પગલાં સ્થાપ્યાં અને ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. ભૂજમાં બંધાયેલા શ્રી ચિન્તામણિ જિનાલયના ખર્ચમાં પણ તેમણે ચોથો ભાગ આપેલો. પ્રતિષ્ઠા લેખો કલ્યાણસાગરસૂરિના અનેક પ્રતિષ્ઠાલેખો ઉપલબ્ધ થાય છે. એમના ઉપદેશથી દક્ષિણાપથને બાદ કરતાં સમગ્ર ભારતવર્ષમાં હજારો જિનબિંબોની પ્રતિષ્ઠાઓ થઈ હતી. ઉપલબ્ધ લેખોનો ટૂંકસાર અહીં વિવક્ષિત છે : સં. ૧૬૬૭ ઃ (૧) વૈશાખ વદિ રના ગુરુવારે સુધર્માગચ્છીય ભટ્ટારક જયકીર્તિસૂરિના ઉપદેશથી બુરહાનપુરવાસી શ્રીમાલ જ્ઞાતીય સો. કાકો સુત સો. નાપા સંભાર્યા હીરબાઈ સુત હમજી ભા. અમરાદે સુ. સોની વિમલે સ્વપરિવાર સહિત શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, અંચલગરછેશ આચાર્ય કલ્યાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy