SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | O ઉપાર્જન કર્યું છે. શત્રુંજય પર મૂલનાયકજીની ટૂકની જમણી બાજુની ભમતીની દેવકુલિકામાં શ્રી પદ્મપ્રભપ્રભુના આરસના બિંબ પર લેખ વંચાય છે : મોરબીની પ્રતિમા પર પણ એવો લેખ છે અને ઉક્ત પ્રતિમા પાસે શ્રી અભિનંદન પ્રભુના બિંબ પર આ પ્રમાણે ખંડિત લેખ છે. श्री अंचलगच्छे श्री कल्याणसागरसूरि उपदेशेन । लाछी श्रीमल्ल..... સં. ૧૬૮૩ના જેઠ સુદ ૬ના ગુરુવારે ઓશવાળ ગોખરૂગોત્રીય ઉક્ત શ્રેષ્ઠી પદ્ધસિંહે અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવેલી. એ પ્રસંગે અન્ય શ્રેષ્ઠીઓએ પણ બિબ પ્રતિષ્ઠાદિ કાર્યો કરેલાં. ઉદાહરણાર્થે શ્રીમાલી પરીખ સોનજીએ શ્રી ચંદ્રપ્રભુ બિંબની કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી એ દિવસે પ્રતિષ્ઠા કરાવી. એ બિંબ પર સ. પસંદડ્યાતિ પ્રતિકાયાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. (જુઓ–“અંચલગચ્છીય લેખ સંગ્રહ,' લે. ૩૧૪.) શ્રી સુવિધિનાથ બિબની પ્રતિષ્ઠા પણ એણે એ દિવસે કરાવી હતી. મીઠડિયા શાહ શાંતિદાસ ઓશવાળ વૃદ્ધશાખીય મીઠડિયા શાહ શાંતિદાસે સં. ૧૯૭૬માં હાલરાના શ્રીકરી-છીકારીમાં શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી બંધાવ્યું હતું. ગામમાં શ્રાવકોની વસ્તી ન રહેતાં જિનાલયની ઉત્થાપના કરવામાં આવી. શાહ જીવાક - સં. ૧૬૯૬માં શાહ જીવાકે માડીમાં કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શિખરબિબ જિનપ્રાસાદ બંધાવ્યો હતો. (જુઓ “મોટી પટ્ટાવલી” પૃ. ૩૫૩. પ્ર. સોમચંદ ધારશી.) શ્રાવિકા હીરબાઈ કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શ્રાવિકા હીરબાઈએ પણ અનેક ધર્મકાર્યો કર્યા છે. શત્રુંજયગિરિ પર હાથીપોળ અને વાઘણપોળની વચ્ચે આવેલી વિમલવસતિ ટ્રકમાં ડાબા હાથે રહેલા શ્રી ચંદ્રપ્રભજિનાલયનો હીરબાઈએ સં. ૧૬૮૩ના મહા સુદિ ૧૩ના સોમવારે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ જિનાલય અમદાવાદના મંત્રીવર્ય ભંડારીજીએ બંધાવ્યું હતું. ભંડારીજીના વંશમાં હીરબાઈ છઠ્ઠી પેઢીએ થયાં. જીર્ણોદ્ધારનો ૪૦ પંક્તિનો શિલાલેખ ઉક્ત જિનાલયના ડાબા હાથના ગોખલામાં છે. એ શિલાલેખનો થોડો ભાગ ગદ્યમાં છે :---જે આ પ્રમાણે, શ્રીશ્રીમાળી જ્ઞાતિના મંત્રીશ્વર ભંડારી થયા, તેના પુત્ર મહ. અમરસી, તેના પુત્ર મહં. શ્રીકરણ, તેના પુત્ર સાત ધન્ના, તેના પુત્ર સાત સોપા, તેના પુત્ર સાત શ્રીવંત થયા. શ્રીવંત શ્રેષ્ઠીના શ્વસુર અને પિયર એમ બન્ને પક્ષોમાં આનંદ આપનારી સોભાગદે નામની સ્ત્રી હતી. તેનો રૂપ નામનો પુત્ર અને હીરબાઈ નામની પુત્રી થઈ. હીરબાઈ બન્ને પક્ષોમાં આનંદ આપનારી પરમ શ્રાવિકા હતી. તેણીએ પોતાના પુત્ર પારિખ સોમચંદ્ર આદિ પરિવાર સહિત સં. ૧૬૮૩ ના મહા સુદિ ૧૩ના સોમવારે શ્રી ચંદ્મભજિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. રાજનગરના વતની મહં. ભંડારીજીએ પ્રથમ આ જિનમંદિર બંધાવ્યું હતું. ભંડારીજીની છઠ્ઠી પેઢીએ હીરબાઈ થયાં. શિલા-પ્રશસ્તિમાં વિશેષમાં જણાવવામાં આવ્યું છે કે હીરબાઈએ નવ્વાણુંવાર સંઘ સહિત શત્રુંજય તીર્થની યાત્રા કરી. તેણીના શ્વસુરપક્ષમાં પારિખ ગંગદાસ થયા. તેને ગુરદે નામે સ્ત્રી હતી. તેના પુત્ર પારિખ કુંવરજી થયા. તેને કમલાદે નામે સ્ત્રી ૭૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy