________________
૬૬૦ ]
[ જૈન પ્રતિભાદર્શન
તીર્થયાત્રા માટે નીકળ્યા. ગિરનાર, તારંગા, આબુ. સમેતશિખર, વૈભારગિરિ, ચંપાપુરી, પાવાપુરી, કાલિંદી, રાજગૃહિ, વારાણસી, હસ્તીનાપુર, શત્રુંજય ઈત્યાદિ તીર્થોની યાત્રા કરી સર્વ મળી ૧૫OOOOO કોરી ખરચી જીર્ણોદ્ધાર, ધ્વજારોપણાદિ કાર્યો કર્યા. બે વર્ષ બાદ તેઓ સૌ ભદ્રાવતીમાં પાછાં આવ્યાં. તેમણે જામનગરમાં બંધાવેલા જિનાલયનું થોડું કામ અપૂર્ણ રહ્યું હતું તે પૂર્ણ કરાવવા બંધુ ચાંપસિંહ શાહને બે લાખ કોરી મોકલાવી, પરંતુ ભાવિભાવના યોગથી તે કાર્ય પૂર્ણ થયું નહીં. ત્યાંના જિનાલયના નિભાવાર્થ તેમણે નવ વાડીઓ, ચાર ક્ષેત્રો તથા દુકાનોની શ્રેણી અર્પણ કરી. મીઠડિયા મુહણસિંહ શાહ
અંચલગચ્છીય શ્રાવકોમાં મીઠડિયા વહોરા મુહણસિંહનું નામ પણ ઉલ્લેખનીય છે. આ ઓશવાલ શ્રેષ્ઠી પણ નવાનગરના વતની હતા. શ્રેષ્ઠી નાગજી
ખંભાતના ઓશવાળ રાજમાન્ય શ્રેષ્ઠી નાગજી વિષે અનેક ગ્રંથોમાંથી ઉલ્લેખો મળે છે. સ્થાનસાગરે એમના આગ્રહથી સં. ૧૬૮૫ના આસો વદિ ૫ ને મંગળવારે ખંભાતના ‘અગડદત્ત રાસ” રચ્યો. જુઓવડવ્યવહારી જાણીઈ, ભૂપ દીઈ જસ માંન; સા વત્યા સુત નાગજી, ઉત્તમ પુરુષ પ્રધાન. દઢ સમકિત નિત ચિત્તધરઈ, સારઈ જિણવર સેવ; ભક્તિ કરઈ સાતમી તણી, કુમતિ તણી નહીં ટેવ. રૂપવંત સોહઈ સદા સુંદર સુત અભિરામ; સકલ કલા ગુણ આગરૂ, સોહઈ જિસ્યો કામ.
સાવત્થાના પુત્ર નાગજીને સુંદરજી નામે પુત્ર હતો, એમ જણાય છે.
દેવસાગરજીએ લખેલ ઐતિહાસિક પત્રમાં નાગજી વિષે ઘણું કહેવાયું છે. પત્રલેખક કલ્યાણસાગરસૂરિને પત્રમાં જણાવે છે કે–“નાગજી શાહ નિગ્રહાનુગ્રહ કાર્યમાં સમર્થ, આઠ કર્મક્ષય માટે ઉદિત માર્ગમાં આસક્ત. ઉત્તમ ન્યાયતંત, શ્રેષ્ઠ ગણવંત અને સર્વજ્ઞ પ્રભુના ચરણ કમલનો ઉત્તમ ભક્ત છે. તે જિનોક્ત જીવાદિ વિચારનો જાણ, બીજાની સંપત્તિ ન ઇચ્છનારો, બધે ઉત્તમ પ્રતિજ્ઞાથી પ્રસિદ્ધ શ્રદ્ધાળુપણાથી દાનાદિના હિતવચનવાળો તથા જૈનધર્મના રસનો જાણ છે. ન્યાયોપાર્જિત અનર્ગલ ધનવાળા, અરિહંતભક્ત નાગજી શાહે અવસરે ખંભાતના ગચ્છનાયકને બોલાવીને રાજહંસથી માંડી સર્વ જીવોનું સદા રક્ષણ કર્યું છે. નાગજી શાહ રાજમાન્ય, પોતાની વચનકલાથી સૌને આનંદ કરનાર, માનનીય વચનવાળો, ઉચ્ચ ગુણોથી ઉજ્જવલ અને લોકોને શાંતિ આપનારો હતો.” પત્રમાં નાગજી શાહનાં કાર્યો વિષે પણ ઉલ્લેખ છે. સં. ૧૬૭૭ના પર્યુષણ પર્વ વખતે “અક્રમ તપ કરનારા અઢીસો શ્રાવકોને નાગજી શાહે સૌને ધોતિયું આપીને પારણું કરાવ્યું, પૌષધધારી છસો શ્રાવિકાને શ્રદ્ધાળુ રૂડીબાઈએ પારણું કરાવ્યું.” “ખંભાતના જિનશાસનની ઉન્નતિ કરનારો શ્રેષ્ઠી નાગજી હતો, જેણે ત્યાંના આભૂષણરૂપ ઉત્તુંગ જિનમંદિર અને ધર્મમૂર્તિસૂરિનો સૂપ કરાવ્યાં, જે સંઘરૂપી સમુદ્રમાં ચિન્તામણિ રત્નની જેમ નિરંતર શોભે છે.' ખંભાતના શ્રાવકવયો
શ્રેષ્ઠી નાગજી ઉપરાંત પદ્મસિંહ, શ્રીમલ્લ પ્રભૂતિ શ્રાવકવર્યોએ અનેક સુકૃત્યો દ્વારા મહા પુણ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org