SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૫૯ ભલશારણિ ગામમાં ફૂલઝરી નદીના પાસે જિનાલય તથા અંચલગચ્છની પૌષધશાળા બનાવી. સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ રાજડે યશ સ્થાપિત કર્યો. વાસુદેવ કૃષ્ણનો પ્રાસાદ મેરુશિખર સાથે સ્પર્ધા કરતો હતો. યાદવવંશી રાજકમાર વિભોજી (ભાર્યા કનકાવતી તથા પુત્ર જીવણજી-મહિરામણ) સહિતના ભાવથી એ કાર્યો થયાં. કાંડાબાણ પાષાણથી શિખર તથા પાસે ઉપાશ્રય બનાવ્યો. કાલાવડમાં યતિ-આશ્રમ-ઉપાશ્રય બનાવ્યો. માંઢામાં શિખર કર્યો અને પંચધાર ભોજનથી ભૂપેન્દ્રને જમાડ્યા. બસો ગોઠી જેઓ મૂઢ હતા તેઓ સુજ્ઞાની શ્રાવક થયા. કાંડાબાણી પાષાણથી એક પૌષધશાળા બનાવી. કચ્છ દેશમાં ઓશવાળોનાં માઢા સ્થાનમાં એક રાજડ ચૈત્ય છે અને ત્યાં ઘણો પ્રસિદ્ધ મહિમા છે. નાગનયરની ઉત્તર દિશામાં અન્ન-પાણીની પરબ ખોલી. કચ્છના માર્ગમાં બેડી તટસ્થાનમાં પથિકોને માટે વિશ્રામગૃહ કરાવ્યો અને પાસે જ હનુમંત દહેરી બનાવી. નાગ નદીની પૂર્વની બાજુ અનેક સ્તંભોયુક્ત એક ચોરો બનાવ્યો, જેની શીતળ છાયામાં શીત અને તાપથી વ્યાકુળ માણસો આવીને બેસે છે. નવાનગરમાં રાજડે વિધિપક્ષનો ઉપાશ્રય બનાવ્યો. સો દ્વારવાળી વસ્તુપાલની પૌષધશાળા જેવી રાજડની અંચલગચ્છ પરશાળ હતી. ધારાગિરની પાસે તથા અન્યત્ર એમણે વખારો કરી. કાઠાવાણિ પાષાણનું સપ્તભૂમિ મંદિર સુશોભિત હતું, જેની સં. ૧૬૭૫માં રાજડે બિંબપ્રતિષ્ઠા કરાવી. જામસાહેબે એમનો ઘણો આદર કર્યો. સં. ૧૬૮૭ના દુષ્કાળમાં ગરીબોને રોટી તથા ના કળસી અન્ન પ્રતિદિન આપતા રહ્યા. વણિકવર્ગ જે કોઈ પણ આવે તેને સ્વજનની જેમ સાદર ભોજન કરાવવામાં આવતું હતું. આ દુષ્કાળમાં જગડૂશાહની જેમ રાજડે પણ અન્નસત્ર ખોલ્યાં અને પુણ્યકાર્યો કર્યા. હવે રાજડના મનમાં શત્રુંજય યાત્રાની ભાવના થઈ અને સંઘ કાઢ્યો. શત્રુંજય આવીને પ્રચુર દ્રવ્યવ્યય કર્યો. ભોજન અને સાકરના પાણીની વ્યવસ્થા કરી. શ્રી આદિનાથ પ્રભુ અને બાવન જિનાલયની પૂજા કરી લલિત સરોવર જોયો. પહાડ પર સ્થળે જિનવંદન કરતાં નેમિનાથ, મરુદેવી માતા, રાયણપગલી, શાંતિનાથ પ્રાસાદ, અદબદ આદિનાથ, વિદ્ગવિનાશક યક્ષસ્થાનમાં ફળ નાળિયેર ભેટ ધર્યા. મુનિવર કારીકુંડ, મોલ્હાવસહી, ચતુર્વિશતિ જિનાલય, અનુપમદેસર, વસ્તગ પ્રાસાદ આદિ સ્થાનોમાં ચૈત્યવંદના કરી. ખરતર દહેરું, આદિનાથ, ઘોડાચોકી, સિદ્ધાર આદિ સ્થાનોને નીરખતાં વસ્તુપાલ દહેરી, નંદીશ્વર જિનાલય થઈને તિલખા તોરણ-ભરતેશ્વર કારિત આદિ જિનાલયોનાં દ્વાર પાસે આવ્યા. ડાબી બાજુ સાચોરા મહાવીર, વિહરમાન પાંચ પાંડવ, અષ્ટાપદ, ૭૨ જિનાલય, મુનિસુવ્રત અને પંડરીકસ્વામીને વંદના કરી મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રક્ષાલ-વિલેપનાદિથી વિધિવત પૂજા કરી, પછી નવાનગરમાં આવીને સાતે ક્ષેત્રોમાં દ્રવ્યવ્યય કર્યો. સં. ૧૬૮૨માં કલ્યાણસાગરસૂરિ ભદ્રાવતીમાં પધાર્યા. વર્ધમાન-પદ્ધસિંહ શાહને તેમણે ગોત્રજા મહાકાલી દેવીએ સંકટ સમયે કરેલી સહાય વિષે જણાવતાં, તેઓ કુટુંબ પાવાગઢ યાત્રાર્થે ગયા અને ત્યાં તીર્થોદ્ધાર કર્યો. આચાર્યના ઉપદેશથી બન્નેએ નવ નવ હજાર કોરી ખરચીને અરિષ્ટરત્નથી શ્રી નેમિનાથ પ્રભુની અને માણિક્યરત્નથી શ્રી વાસુપૂજ્ય પ્રતિમાઓ ભરાવી. એમની પત્નીઓએ દસ દસ હજાર કોરી ખરચીને અનુક્રમે નીલમ રત્નની શ્રી પાર્શ્વનાથ પ્રભુની અને શ્રી મલ્લિનાથ પ્રભુની પ્રતિમાઓ કરાવી. તેમણે બબ્બે લાખ કોરીને ખરચે નવપદજી અને જ્ઞાનપંચમીનું ઉજમણું પણ કર્યું. કલ્યાણસાગરસૂરિના | ઉપદેશથી બન્ને બાંધવોએ સાત લાખ કોરી ખરચીને જીર્ણોદ્ધાર કર્યો. ત્યાર બાદ તેઓ સૌ કુટુંબ સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy